Posts Tagged Zaverchand Meghani
કેલીફોર્નિયા ના બે એરિયા માં ડગલો દ્વારા ગુજરાતી ભાષા ના પ્રસંગો અને ઉજવણી
Posted by Darshana V. Nadkarni, Ph.D. in Uncategorized on June 3, 2012
કેલીફોર્નિયા ના બે એરિયા માં ડગલો દ્વારા ગુજરાતી ભાષા ના પ્રસંગો અને ઉજવણી
મારો ભાષા પ્રવાસ
ડગલો દ્વારા પ્રસ્તુત રાષ્ટ્રકવિ શ્રી ઝવેરચંદ મેઘાણી ની રચનાઓ – ગુજરાત દિવસ નિમિતે
મારો જન્મ ગુજરાત રાષ્ટ્ર ના સૌરાષ્ટ્ર જિલા ના ભાણવડ કરીને નાનકડા ગામ માં થયો હતો. મારા બાપુજી હમેશા ભાણવડને દુનિયા ની રાજધાની કહીને લલકારો આપતા અને કાયમ ગુજરાતી સંસ્કૃતિ ને જીવંત રાખવા ની સુચના આપતા. જન્મ પછી તુરંત અમને ઈથેઓપિઆ દેશ ની રાજધાની એડિસ અબાબા માં સ્થાયી થવાનું થયું અને મારું બાળપણ ત્યાં જ વીત્યું. એડિસ માં ગુજરાતી ભાષા ને જીવંત રાખવા માટે ગુજરાતી સમુદાયે ગુજરાતી ભાષાની શાળા શરુ કરેલી અને જિંદગી ના પહેલા દાયકા દરમ્યાન મારું ભણતર ગુજરાતી માં થયું. સાથે સાથે અમે ઇથિઓપિઆ ની ભાષા અમહારિક પણ શીખ્યા. ભારત આવ્યા પછી અમને અંગ્રેજી માધ્યમ મા દાખલ કરવામાં આવ્યા ત્યારે મેં માધ્યમ ના બદલવા માટે ખુબ ધમપછાડા કર્યા. મારું પ્રિય ગુજરાતી છોડવાનું દુખ મને અતિશય થયું. પરંતુ થોડા વખત માં મને અંગ્રેજી ભાષા ઉપર પણ ખુબ પ્રેમ જાગ્યો અને પાણી માં માછલી ભળી જાય તેમ મેં અંગ્રેજી ભાષા ને અપનાવી લીધી અને ધીમે ધીમે અંગ્રેજી સાહિત્ય ઉપર મારો પ્રેમ અને મારું વર્ચસ્વ વધવા લાગ્યું. ઇથિઓપિઆ ની અમહારિક ભાષા ભુલાતી ગયી, ભારત ની રાષ્ટ્રભાષા હિન્દી મોઢે ચડતી ગયી, મહારાષ્ટ્ર ની ભાષા મરાઠી અને ફ્રેંચ બોલવાની કોશિશ ચાલુ રહી. માતૃભાષા ગુજરાતી માટે જે પ્રેમ પારકી ભૂમિ માં ગુજરાતી સમુદાય માં સીચાયેલો તે માતૃભુમી માં એટલો જીવંત રહ્યો નહિ. ઘણા વર્ષો પછી વળી પાછી જે પારકી ભૂમિ ને પોતાની કરી એવા અમેરિકા દેશ માં ડગલો એ તે પ્રેમ જાગૃત કરાવ્યો. બે એરીઆ ના ગુજરાતી સમુદાયે પ્રેમ થી સીચેલો ડગલો એટલે ગુજરાતી ભાષા ને જીવંત રાખવાનો નમ્ર પ્રયત્ન. આ સરળ વાક્ય એ સ્પષ્ટ દર્શાવતું નથી કે ડગલો ને ઘણા સ્વયંસેવકોએ નિઃસ્વાર્થ ભાવે સેવા આપી પ્રચંડ મહેનત, પ્રયત્ન, પ્રેમ અને લાગણી સાથે સીચેલ છે અને ગુજરાત ને ગૌરવ આપે તેવા કલાકારો ના નિઃસ્વાર્થ ફાળા દ્વારા યોજાયેલ દરેક ડગલો ના કાર્યક્રમો માં ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિ, ગુજરાતી કવિતા અને ગીતો દ્વારા અને ગદ્ય, અને નિષ્ણાત ભાષ્ય દ્વારા તેમજ ન્રીત્યનાટિકા ના માધ્યમ થી ગુજરાતી સાહિત્ય ને વાચા આપવાની કોશિશ થાય છે. ડગલો સરળ અભિવ્યક્તિ અને ભાષા પ્રશંસા માટે એક મંચ પૂરો પાડે છે. અને બંને ભાષાઓ, અંગ્રેજી અને ગુજરાતી, ઉપલબ્ધ હોવા છતાં, તે અનુભવ નું વર્ણન હું કરી નથી શક્તિ કે જે ભાષા માં તમે પહેલા શબ્દો શીખ્યા અને બોલ્યા, જે ભાષા માં તમે માં ને પ્રેમ થી સંબોધી, જે ભાષા માં તમે પહેલી વખત દુનિયા નો અનુભવ કર્યો, તેને ઘણા વર્ષો પછી વળી સાંભળવાનો નો લહાવો મળે ત્યારે હ્રિદય માં જે અદભૂત રોમાંચ થાય, જયારે કસુંબલ કાવ્યો નો રંગ ચડે, અને જે જલસો પડે તેનું વર્ણન કરવું મુશ્કેલ છે. વધારે માહિતી માટે ડગલો નો સંપર્ક સાધો at gujaratidaglo.wordpress.com .
ફરી પાછી કરાવી ડગલો એ માતૃભાષા સાથે ઓળખાણ
માત્ર એક જ હેતુ, ગુજરાતી સાહિત્ય અને કાવ્યો ને માણ
ગુજરાતી બોલ, ગુજરાતી વાંચ, લે ગુજરાતી ભાષા માં ગૌરવ
કમિંગ ને ગોઇંગ ને બદલે, બાળકો ને ક્યારેક ગુજરાતી માં બોલાવ
જે ભાષા માં પહેલી વાર મા સાથે મીઠી મીઠી વાતો કરી,
ભાન્દુડા સાથે લડાઈ કરી, ફરી બોલો તે ભાષામાં જરી
ભલે શીખો અંગ્રેજી ને ફ્રેંચ અને ફરો દેશ દેશાન્તેર
પણ માતૃભાષા ભૂલશો નહિ તે સુચના છે જરૂર
ડગલો ના બધા કાર્યક્રમો અતિ સુંદર રહ્યા છે. હમણા શ્રી ઝવેરચંદ મેઘાણીજી ની પુણ્યતિથિ નિમિતે અને ગુજરાત દિવસ ની ઉજવણી ના પ્રસંગે ડગલો ના પ્રતિભાશાળી કલાકારો દ્વારા કાવ્યો ની કદી ન વિસરાઈ તેવી રમજત માણી. મેઘાણી ના કાવ્ય ની દરએક પંક્તિ માં એટલો અર્થ ભરેલો છે, એટલી સુંદર લાગણીઓ દર્શાવી છે કે દરેક પંક્તિ કાવ્ય ની બહાર પણ પોતાની મેળે અડીખમ ઉભી રહી શકે છે. આ ખાસ પ્રસંગ ની યાદગીરી રૂપે અહી મેં તેમના ભિન્ન ભિન્ન કાવ્યો માં થી એંક પંક્તિ લઇ ને તેમાં ફક્ત બે ત્રણ શબ્દ બદલી અથવા ઉમેરી ને જે કલાકારોએ એમના કાવ્યો ને વાચા આપી તેમના નામ સાથે ઉમેરીને અહી લખી છે. જે મિત્રો આ પ્રસંગ ચુકી ગયા હોય તેઓ મેઘાણીજી ના આ કાવ્યો ને શોધી ને વાંચશો જરૂર. તેને માણો અને ફક્ત એક પંક્તિ ઉપરથી ઓળખી કાઢો તેમના કાવ્યને અને પછી ઓળખી કાઢો દરેક પંક્તિ માં જે જે નવા શબ્દો બદલાયા છે કે ઉમેરાયા છે તેને.
કર્ય રે વાણીયાણી તારા શબ્દ ના મૂલ
જાવા ધ્યો, સીલીકોન વેલી ના ઠાકોર
મારા કાવ્ય માં તારું થશે ખિસ્સું ડુલ
તમે મારા દેવ ના દીધેલ છો, અમેરિકા માં અમારા માગી લીધેલ છો
મેઘાણીજી તમારા કાવ્યો અમર થઇ ને રો
આભ માંથી ચાંદો રેલે ચાંદની, હે….. પાથરે જાણે કવિતાના ઓછાડ રે
મધરાતે હેતલબેન સંગીત ના સુર છોડતી
માધવીબેન હો! મુને થોડી ઘડી
તારો આપ અષાઢીલો કંઠ
ધીરા વાજે રે મીઠા વાજો,
ડીમ્પલ ભાઇ હો,
તમે ધીરા રે ધીરા ગાજો
હસતે મુખડે અસીમ રાણા
કાવ્ય માં જઈ સમાણા:
સંભળાવ્યા મેઘાણીજી ના ગાણા
Reader Comments