Posts Tagged www.shabdonusarjan.wordpress.com

અદમભાઈ ટંકારવીએ સજાવ્યો ગઝલોનો માહોલ – Poet Adam Tankarvi


IMG_20180928_202517447_BURST000_COVER_TOP.jpgવાહ વાહ. શ્રી પ્રતાપભાઈ પંડ્યા, મનીષાબેન પંડ્યા, પ્રજ્ઞાબેન દાદભાવાલા, શરીફભાઇ અને સપનાબેન વિજાપુરા વગેરે મહાનુભાવો અને ગુજરાતી ગઝલપ્રેમીઓના સૌજન્યથી સુંદર કાર્યક્રમ યોજવાયો અને પ્રખ્યાત ગઝલકાર શ્રી અદમભાઈ ટંકારવી ને માણવાનો મોકો મળ્યો તે માટે સૌનો ખુબ ખુબ આભાર. થોડાજ સમય પહેલા કવિશ્રી અનિલભાઈ ચાવડા અને મુકેશભાઈ જોશીનેIMG_20180916_154350310.jpg માણવાનો ખુબજ સુંદર મોકો મળ્યો. તે વખતે તો મને લખવાનો સમય ન મળ્યો। પણ એ હૃદય ની તૃપ્તિ કરાવે તેવો સુંદર કાર્યક્રમ યોજવા માટે જયશ્રીબેન મરચન્ટ નો પણ ખુબ આભાર.  બેઠક અને પુસ્તક પરબ દ્વારા થતી પ્રવૃતિ,  અને તે ઉપરાંત અન્ય આયોજકો, પ્રાયોજકો અને આપણી ભાષાના ચાહકો, આપણી સુંદર માતૃભાષાને જીવંત જ નહિ પરંતુ ગતિમય રાખીને આપણી ભાષાની ધરોહર સાંચવી રહ્યા છે. આવી અવિસ્મરણીય હાસ્ય રમૂજ સાથે માણેલી ગઝલોની ગુંજાશ ક્યારેય ભુલાશે નહિ. અદમભાઈએ પ્રસ્તુત કરીયેલી થોડી ગઝલો અહીં મારા વાચકો માટે પ્રસ્તુત કરું છું.  તે પહેલા – એક જાહેરાત – મારા ગુજરાતી લેખો દર શનિવારે http://www.shabdonusarjan.wordpress.com બ્લોગ ઉપર “દ્રષ્ટિકોણ” ના શીર્ષક હેઠળ મળશે અને તેમાં વિવિધ વિષયો અને વિવિધ દ્રષ્ટિકોણથી વાત થાય છે. તે ઉપરાંત, યૂટ્યૂબ માં પણ મારા નામ હેઠળ મારા કાવ્યો અને વિવિધ વિષયો ઉપરનું ચિંતન જોવા મળશે. અને મારા આ બ્લોગ http://www.darshanavnadkarni.wordpress.com ઉપર તો હું લખતીજ રહું છું. 

સપનાબેન વિજાપુરાએ વિસરાય જતી માતૃભાષાને બિરદાવતી અદમભાઈ ની ગઝલ સાથે કવિશ્રીનો પરિચય આપ્યો અને કાર્યક્રમ ની સુંદર શરૂઆત કરી.

ગુર્જરી વ્યવહાર શોધું છું,
ધાણીફૂટ બોલનાર શોધું છું.
લખી છે ગુજરાતીમાં એક ગઝલ,
ને હવે વાંચનાર શોધું છું.
જડી છે એક લાવારીસ ભાષા,
હું એનો દાવેદાર શોધું છું.
જામ ભાષાનો છલોછલ છે’અદમ’,
સાથે બેસી પીનાર શોધું છું.

અદમભાઈએ મનોજ ખંડેરિયાની શબ્દો સાથેના કવિ ના પ્રેમ ના ગાઢ સબંધ ની વાત કરતી ગઝલ પેશ કરી.
રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા

પણ શબ્દોને હંમેશા બહાર થોડા શોધવા જવા પડે છે? એ તો અંતર ના સુખ, દુઃખ, વ્યથા, વેદના અને ઉમળકાને વાચા આપે છે. પણ શબ્દોનો ભરોસો કેવો? ક્યારેક કલમ પકડો અને હાથ આખેઆખો બળે અને ક્યારેક બહાર જે શોધવામાં આખી જિંદગી પસાર થાય એ પગની તળે હોય એમ પણ બને. અદમભાઈ એ શ્રી મનોજભાઈ ખંડેરિયા ની નીચેની ગઝલ પ્રસ્તુત કરી.

પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને
આ હાથ આખેઆખો બળે એમ પણ બને

જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં
મન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને

એવું છે થોડું : છેતરે રસ્તા કે ભોમિયા ?
એક પગ બીજા ને છળે એમ પણ બને

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે એમ પણ બને

તું ઢાળ ઢોળિયો : હું ગઝલનો દિવો કરું
અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને

આમ જોઈએ તો કોક શબ્દોના બેસુમાર વરસાદ માં છબછબીયા રમે છે ને કોક બારીએ બેસીને માણે છે ગુજલીશ માં લખતા કવિ અદમભાઈએ આદિલ મન્સૂરી ની સુંદર કવિતા ની પંક્તિઓ સંભળાવી.

રેઇનકોટ, છત્રીઓ, ગમ શૂઝ, વોટરપ્રૂફ હેટ્સ
માનવીએ કેટલી ભીંતો ચણી વરસાદમાં !

એક તું છે કે તને કંઇ પણ નથી થાતી અસર,
ભેટવા દરિયાને ઊછળે છે નદી વરસાદમાં.

લાખ બચવાના કર્યા એણે પ્રયત્નો તે છતાં
છેવટે ‘આદિલ’ હવા પલળી ગઇ વરસાદમાં.

શબ્દોની મીઠાસ ખરેખરી માણવી હોય, તેની વેદના હૃદયસોંસરવી નીકળે તેવી નિકટતાથી જાણવી હોય અને મહોબત ને નજીકથી ઓળખવી હોય તો નજીક આવી ને કાન માં સાંભળવાનો મોકો લેવો જોઈએને? તો માણો રમેશભાઈ પારેખ ની સુંદર ગઝલ.

ઓણુકા વરસાદમાં બે ચીજ કોરી કટ,
એક અમે પોતે ને બીજો તારો વટ!
નેવા નીચે ઓસરી, આંખો નીચે ગાલ,
નખથી નક્ષત્રો સુધી જળ આંબ્યું આ સાલ.
વાવાઝોડું હોય તો કરીએ બંધ કમાડ,
આ તો ઘરમાં પાડતું જળનું ટીપું ધાડ.
નખ ઉગ્યા અંધારને, ભીંતે ઉગી દાઢ,
ઉપર મારે આંચકા અણિયાળો આષાઢ.
તારા વટને કચ્છની સૂડી સરખી ધાર,
અમે કમળની દાંડલી કરીએ શું તકરાર?
મીરાં કહે કે સાંવરા, વાગે વીજળી બહુ,
બીજું શું શું થાય તે આવ, કાનમાં કહું.

પણ એ વટ ને થોડો સંકોરીને નજદીક આવવાની તૈયારી રાખવી પડે ને? તો નીચે પ્રસ્તુત છે રાજેન્દ્ર શુક્લા ની મસ્ત ગઝલ.

લો કરું કોશિશ ને ફાવે તો કહું,
શબ્દ જો એને સમાવે તો કહું !

આપની નજરો જે ફરમાવી રહી,
એ ગઝલ જો યાદ આવે તો કહું !

શાંત જળમાં એક પણ લહરી નથી,
કોઇ થોડું ખળભળાવે તો કહું !

હું કદી ઊંચા સ્વરે બોલું નહીં,
એકદમ નજદીક આવે તો કહું !

કોઇને કહેવું નથી, એવું નથી,
સહેજ તૈયારી બતાવે તો કહું

જયશ્રીબેન મરચન્ટ ની સુંદર ગઝલ મૂળ માંથી છોડ ને ઉખેડીને ચાલ્યા ગયા સાંભળીને અશ્રુ ટપકી પડ્યા. જયશ્રીબેન બે એરિયાના પ્રિય કવિયત્રી છે. તેમના અનેક પુસ્તકો પ્રકાશિત થઇ ચુક્યા છે. તેમના હૃદયસોંસરવા કાવ્યોમાં ઘણી વખત ઊંડા દર્દ નો અહેસાસ થાય છે. જરૂર તેમના કાવ્યોનો તેમના પુસ્તકો અને ફેસબુક ઉપર લાવો લેજો.

જો કે એવું એ નથી કે પ્રેમમાં પડવું જોઈએ –

અદમભાઈએ સંભળાવી મુકુલ ચોકસીની સુંદર ગઝલ

એવું નથી કે પ્રેમમાં પડવું જોઈએ
પણ જો પડો તો બેઉને પરવરવું જોઈએ
જો વાયદો ન પાડવાના હો તો પછી
બહાનું યે સારું કાઢતા આવડવું જોઈએ

અદમભાઈએ કવિશ્રી નસીરુદ્દીનજી ની મજાની વાતો કરી. આમેય કવિ અને સાહિત્યકારોનું મગજ એવું હોય કે તે દરેક ઘટના ને સામાન્ય લોકો જોવે તેનાથી કૈક અલગ દ્રષ્ટિકોણ થી જોઈને તેનો મર્મ સમજવાનો પ્રયત્ન કરે. તેમાંય કવિઓ તો પાછો અર્થ કાઢે તેને ઓછા માં ઓછા શબ્દો માં દર્શાવવાનો પ્રયાસ કરે. કવિઓ માટે એક સુંદર વાક્ય મેં ક્યાંક વાંચેલું – કે તેઓ આનંદમાં શરૂઆત કરે અને ડહાપણ માં પતાવે. નસીરુદ્દીનજી ની અને તેવા બીજા કેટલાય કવિઓની વાતો અને ગઝલો અદમભાઈ પાસેથી સાંભળી કે લાગ્યું કે આ વાક્ય આપણા ગુજરાતી કવિઓને બંધબેસતું છે.
આપણે કોઈને દિલ આપીએ ત્યારે પાછું લેવાનો વિચાર કરતા નથી અને પાછું લઈને માપવાનો તો વિચાર આવ્યોજ ન હોય. અદમભાઈએ રમૂજ અને હાસ્ય સાથે
મનહર મોદી ની કાવ્યની પંક્તિઓ સંભળાવી.

દિલ તમોને આપતા આપી દીધું
પામતાં પાછું અમે માપી લીધું.
માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું છતાં
ચોતરફથી કેટલું કાપી લીધું !

સપનાબેન વિજાપુરાએ તેમની સુંદર ગઝલ સંભળાવતા પ્રેક્ષકોને પડકાર કર્યો – આંસુને ખોળતા આવડે છે? તેમની ગઝલો અને કાવ્યો તેમના ફેસબુક ઉપર અને તેમના બ્લોગ ઉપર તેમજ પ્રતિલિપિ ઉપર અને અખબારોમાં આવે છે તો જરૂર માણજો।

અદમભાઈએ ખલિલ ધનતેરી ની, રઈસ મણિયાર ની ને એવા વિવિધ કવિઓની હાસ્ય અને રમૂજ ના કિસ્સાઓ સાથે ઘણી ઘણી ગઝલો સંભળાવી. એવો પીધો રમૂજ, ગઝલ અને કાવ્યોનો જામ કે દિલ જુમી ઉઠ્યું અને એવી દિલની લાગણીઓ તો ગઝલમાં જ દર્શાવાય ને? અદમભાઈની ટંકારવી ની ગઝલથી વિરમું છું.

તમને જોઈને મને જે થાય છે
બીજા શબ્દોમાં ગઝલ કહેવાય છે
તારા પરથી આ નજર ખસતી નથી
ને ખસે તો ત્યાંય તું દેખાય છે
આમ જો પૂછો તો તું સંદિગ્ધ છે
આમ તારો અર્થ પણ સમજાય છે
હુંય ક્યાં ક્યાં આવી શોધું છું તને
તુંય ક્યાં ક્યાં જઈ અને સંતાય છે ?
ના થવાનું હરપળે થાતું રહે
ને થવાનું ક્યાં કદીય થાય છે ?
લે, હવે ચૂપચાપ તું બેસી રહે
તું હવે ક્યાં પાંચમાં પૂછાય છે ?
થાય મારાથી શરુ પણ તે પછી
આ કથા તારા સુધી લબંાય છે
સૌની આંખોમાં આ એક જ પ્રશ્ન છે
અમને મૂકીને બધાં ક્યાં જાય

 

 

, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,

5 Comments

ક્યા સબંધે? – 8 Microfiction stories & verses on topic “Relationships” in Gujarati


લેખક: દર્શના વારિયા નાડકર્ણી
Blog: www.darshanavnadkarni.wordpress.com
Twitter: @DarshanaN
(You can sign up to follow my blog & receive email each time I post. Besides poems, fiction, movie & play reviews, I post articles on emerging technologies, frequently in pertinent areas of health, including new treatments for cancers and other diseases. The variety of topics that I write on is like getting a free newspaper on your door step. Here are links to couple of my Gujarati poems & fiction & non fiction – http://bit.ly/1yinzYY, http://bit.ly/1mp2uTq,  http://bit.ly/1burmIc, http://bit.ly/1KYSKe5 ).

“બેઠક” નો આ મહિનાનો વિષય છે “ક્યા સબંધે”.  સબંધ ના સ્વરૂપ ઘણા અને આ વિષયને તો કોઈપણ રીતે આવરી ન શકાય. માઈક્રોફિક્શન અને ગઝલ રૂપી કડીઓના આધારે વાચો નીચેની વાર્તાઓમાં સબંધ ની વૈવીદ્યતા વિષે.  બીજી રચનાઓ જરૂર આ બ્લોગ ઉપર વાંચશો http://www.shabdonusarjan.wordpress.com .

સબંધ ની ચંચળતા

હજી તો કોલેજમાંથી આવીને ચોપડી નીચે મુકે તે પહેલા। અમી તેની જોડકી બહેન નિમ્મીને ખેંચી ને રૂમમાં લઇ ગયી અને બથ ભરીને ગોળ ફરવા લાગી. નિમ્મી ક્યે બસ બહુ થયું। મને મળાવ્યા વગર ખાલી વાતો સંભળાવે છે, નથી સાંભળવી હવે તારા સ્વપ્નીલની વાતો. અમ્મી બોલી એજ તો તને કહેવા માગું છું. આજેજ તે તેના મમ્મી, પપ્પા જોડે ઘરે આવવાનો છે. નિમ્મી: મને મળાવ્યા પહેલા તે બીજા બધાને મળાવવાનું  નક્કી કરી લીધું? અમી: અરે ગઈકાલે સ્વપ્નીલની મમ્મી તેને કોઈ છોકરીની વાત કરવા લાગી તો સ્વપ્નીલે તેને કહી દીધું કે મને તો અમી જોડે પ્રેમ છે અને તુરંતજ તેની મમ્મી મને મળવા માગતી હતી. સ્વપ્નીલે મને વાત કરી અને મેં મમ્મીને કીધું અને મમ્મીએ તો તુરંત તેની મમ્મીનો ફોન નંબર માંગ્યો, ફોન ઘુમાવ્યો અને બંને મમ્મીઓએ આજેજ મળવાનું નક્કી પણ કરી લીધું।  પપ્પા થોડો બહાર સમાન લેવા ગયા છે.  નિમ્મી: બસ ખર્ચો શરુ. મારા લગન માટે આ લોકો કઈ પૈસા બચાવશે કે નહિ”.

અમી: અરે  પપ્પાને તો તારી ઉપર પ્રેમનો ધોધ છે. કોઈપણ છોકરો જોવાનો હોય તો ક્યે પહેલા નિમ્મી જોઈ લ્યે, તે કવિયત્રી બહુ સંવેદનશીલ છે તેને ગમી જાય તો સારું. પણ તું તો જોવાજ નથી માગતી, 14 વર્ષે થયેલા પ્રેમની યાદી લઈને બેઠી છે. નિમ્મી: એવું નથી મારા પ્રથમ પ્રણય જેવોજ પ્રેમ પાછો થાય તેની રાહમાં છું અને તુરંતજ તેને તમારી પાસે લાવીશ।  પણ પપ્પાના કીધે મળવાથી થોડું તેવું પ્રેમ પાત્ર મળે? અમી: તે તને યાદ પણ નહિ કરતો હોય. નિમ્મી: પહેલા પ્યારને કોઈ ક્યારેય ન ભૂલે. Practical અમી બોલી: પણ કેવો પ્રેમ? છ મહિના એણે બોયસ સ્કૂલમાંથી અને તે ગર્લ્સ સ્કૂલમાંથી, ખાલી એમ બીજાને જોયા કર્યું અને પછી છ મહિના એક બીજાને કોઈના દ્વારા પત્રો મોકલ્યા તે પણ કવિતાઓ લખી લખી ને.  પણ ન કોઈ નામ, ન ઠેકાણું .  અરે તને ખબર છે સ્વપ્નીલ ને પણ કવિતા ખુબ ગમે છે અને ક્યારેક કાગળ ઉપર ટપકાવે પણ છે. નિમ્મી: આ તારો સવ્પ્નીલ મને મળવા લાયક છે.  પણ અમી તું મારા પ્યારને આમ ઘડી ઘડી નીચો ન પાડ. ખબર છે અમે કેવી કેવી પંક્તિઓ એક બીજા માટે લખેલી? અને અમે નિશાળના છેલા દિવસે મળવાના હતા અને પછી તો તે કોલેજમાં જવાનો હતો; કોણ જાણે ક્યાં હશે.  અરે નસીબનો સાથ ન મળ્યો કરીને નિમ્મીએ મોટો નિસાસો નાખ્યો. અમી: હા હા તમારા પ્રેમી પંખીડા ના પત્ર વય્વ્હારની મને ખબર છે. ભૂલી ગયી તે મને બધી પંક્તિઓ વંચાડી છે કેટલીયે વાર. ચાલ હવે તૈયાર થઈએ.

બંને કુટુંબ મળીને નવા સબંધની ઉજવણીમાં ખુશ હતા અને કોઈએ જોઈ નહિ નીમ્મીના મોઢા પર છવાયેલી ઉદાસી।  તેના હોઠ ઉપર આછું સ્મિત ફરકતું હતું પણ દિલમાં હૈયાફાટ રુદન ચાલતું હતું.  એકાદ વખત તેની નજર સ્વપ્નીલ તરફ ગયી તો તેના મુખ પર પણ ઉદાસીનો આભાસ જણાયો।

ક્યાંક સબંધ તૂટે છે, સબંધ ક્યાંક બંધાય છે
ક્યાંક લાગણીના રેલા ફૂટે છે, ક્યાંક રૂંધાય છે

XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX

સબંધનો સાદ

મીતાએ જયારે જન્મદિન ઉપર કુતરું જોઈએજ એવી જીદ કરી ત્યારે વહાલસોઈ દીકરી માટે સુરેશ અને નીતાએ ખુબ કુતરા વિષે વાચ્યું અને પછી અત્યંત તપાસ કરી.  ત્રણ થી ચાર કુતરાઓને મળ્યા પછી જયારે તેઓ મિષ્ટી ને મળ્યા ત્યારે તરતજ તેના પ્રેમમાં પડી ગયા. પણ જીમ અને મેરી એ તો બે વખત મળ્યા પછી પણ હા ન કહી. સુરેશે પૂછ્યું કે તમે બીજા કોઈને આપવાના હો તો અમને કહી દ્યો તેથી અમે બીજે તપાસ કરીએ.  મેરીએ કહ્યું કે અમે સાંભળ્યું છે કે તમારા કલ્ચરમાં તમે દીકરી ના લગન કરી બીજે ઘર મોકલતા પહેલા ખુબ વિચાર કરો છો.  મિષ્ટી અમારી દીકરી સમાન છે, અમારી મજબૂરી ને લીધે અમારે ઘર વહેચવું પડશે અને તેને રાખી શકીએ તેમ નથી. પણ દીકરી ને દેતા પહેલા ખુબ વિચાર તો જરૂર કરશું જ.

ત્યાં દીકરી દેશું? છોરી ત્યાં સુખી થશે.
ક્યાંક સબંધ સવાલ છે, ક્યાંક ઉપાય છે

XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX

સબંધના સરનામે

એડમ લાન્ઝા કરીને યુવાને તાજેતરમાં 20 બાળકો અને 6 નિશાળના વડીલોને ક્રૂર રીતે રહેસી નાખ્યા ત્યારે દેખીતી રીતેજ ઘણા લોકો તેની માને ખુબ દોષિત ઠરતા હતા. ત્યારે એક બેને “હું એડમ લાન્ઝા ની માં છું” કરીને અખબારમાં એક પત્ર પ્રકાશિત કરેલ.  તેણે કહ્યું કે આપણે બદુકની ઉપલબ્ધતા, TV ઉપર આવા હિંસાના દ્રશ્યો, બીજા દેશોમાં ચાલતી લડાઈ, ધર્મ, રાજકારણ, અને બાળઉછેર વગેરે બાબતો ઉપર ચર્ચા કરીએ પણ ક્યારેક માનસિક બીમારી ઉપર પણ ચર્ચા અને તેના માટે રસ્તો કાઢવાની પણ ખુબ જરૂર છે.  તેણે તેના પોતાના બાળક ની વાત કરી કે મીઠો, દેખાવડો, હોશિયાર, ખુબ પ્રેમ થી ઉછરેલો તેનો લાલ, માનસિક બીમારી થી પણ પીડાય છે. જયારે બીમારી ઉથલો મારે ત્યારે તે પોતે પણ તેના દીકરાથી ઘબરાય જાય છે.  કદાચ બીમારી માં તેનો દીકરો કોઈ ખરાબ કૃત્ય કરે તો દોષિત તો તેજ ઠરવાની ને.  બલકે તેના બીજા બે બાળકો સરસ નાગરિક છે અને બધીજ પ્રગતિ કરી રહ્યા છે.

ક્યારેક સબંધ દોષિત ઠરે, બાળકો અવળા થાય
કૃત્યો એવા કરતા, સબંધ ક્યાંક ટોકાય છે

XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX

સબંધની ફરિયાદ

ચંપાબેને શિખામણ તો ખુબ આપેલી ઝરીનાને કે ઉતાવળે ક્યારેય સબંધ ન જોડાય.  પણ વહાલી દીકરી મિલીન ના પ્રેમ માં ગરકાવ હતી અને બને ને તુરંતજ લગ્ન કરવા હતા.  મિલીન ની મારપીટ મહેંદી આછી પડે તે પહેલા જ શરુ થયી ગયેલ.  પણ વડીલોએ થોડા આંખ આડા કાન કર્યાં, થોડી ઝરીનાને શિખામણ આપી, થોડા મિલીન ને વઢયા, થોડો સમય જતા બધું પાટે ચડી જશે તેમ વિચાર્યું. મિલીન અને ઝરીના વચ્ચે ઝઘડો થયો, મારામારી થયી અને પછીનું કોણ જાણે શું થયું.  પણ જયારે ચંપાબેનને ફોન આવ્યો કે તેમની એક ની એક દીકરી ને અસ્પતાલમાં લઇ જવામાં આવેલ છે અને તે જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહી છે ત્યારે તો જાણે હૃદય ફાટીને રસ્તામાં પડ્યું હોય તેવું લાગ્યું. શું ઝીંદગી પસ્તાવામાં જશે?

શિખામણ એજ દીકરી, ખુબ પસ્તાવાય છે
સંભાળજે, જો ઉતાવળે નાતા ક્યાંક જોડાય છે

XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX

સબંધનું સાનિધ્ય

સલીમભાઇએ કહ્યું કે ભલે ગમે ત્યાં કોમી હુલ્લડો થાય પરંતુ પ્રતાપ કોલોની માં ક્યારેય તોફાન નહિ થાય. કોલોનીમાં રામ બરાત નીકળે ત્યારે સૈલેશભાઈ ના ખાસ મિત્ર સલીમભાઈ તો તેમની જોડે મોખરે હોય. તેમના પગનું ઓપરેશન થયું તે પહેલા સલીમભાઈ રામ લીલા માં પણ ભાગ લેતા.  આમ તો વર્ષો જૂની દોસ્તીઓ પાકી હતી પણ હમણાં થોડું વાતાવરણ બગડેલું.  કોલોની ની મિટિંગ માં ભાઈચારો જાળવી રાખવા માટે હજી તો સલીમભાઈ બે શબ્દો બોલ્યા કે હાક પડી. સોમનાથ અને રાજેશ રાજકારણ માં ખુબ સક્રિય હતા અને જ્યાં આ લોકો પહોચે ત્યાં વાતાવરણ ને ઉતેજીત થતા વાર નતી લાગતી। રાજેશે અને સોમનાથે બધાને ઉશ્કેરવાના ચાલુ કર્યા અને દસ મિનીટ ની અંદર આખો ભાવ બદલાય ગયો. બંને કોમના માણસોએ એક બીજા ઉપર આરોપ નાખવાના શરુ કર્યા।  ખુબ ઉશ્કેરાટ જોઇને 3-4 ભાઈઓ આગળ આવ્યા અને બધાને શાંત પડ્યા પછી એવું નક્કી થયું કે કોલોની ની જમણી તરફ મુસલમાન છોકરાઓ રમી શકે અને ડાબી તરફ હિંદુ ના છોકરાઓ.  બધાએ પોતાના બાળકોને સમજાવી લેવાના અને બીજી તરફ જવાનું નહિ.  સલીમભાઈ રાત્રે નિરાતે સૈલેશભાઈ ના ઘરે ગયા કે એ ચર્ચા કરવા કે આ રીતે વણસેલી વાત ને કઈ રીતે કાબુમાં લાવવી।  સૈલેશભાઈ એ બારોબારથી જ જવાબ આપ્યો, સલીમ હવે જમાનો બદલાઈ ગયો છે અને આપણે તે પ્રમાણે વર્તવું જોઈએ. હવેથી તું તારા લોકો સાથે રહે અને હું મારા લોકો સાથે રહું તો સારું રહેશે.

ખ્રિસ્તી, હિંદુ, મુસલમાન એક સમાન
છતાં બીકથી સબંધ ક્યાંક રોકાય છે

XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX

સબંધની અપેક્ષા

ઉસ્માન ભાઈને અહમદ અને અદિલા ઉપર એક સરખો અથાગ પ્રેમ. અદીલાના નિકાહ પછી થોડા સમયમાં તેના પતિનું અવસાન થયું અને તે ભાંગી પડેલ. અમીનો તો સહારો હતો પણ ખાસ તો અબ્બાના સહારાથી તે પગભર થઇ અને તેના એક ના એક બાળક ને ઉછેરતી હતી.  અબ્બાજાન ના ગુજરી ગયા પછી તેમના વિલ માં તપાસ કરવાથી ખબર પડી કે અબ્બાએ ઘણા સમય પહેલા લીધેલ એક ઘર અદિલા ના નામ ઉપર મૂકી દીધેલ.  અહમદ ના નામ ઉપર તો બે મકાન હતા અને આખરી દિવસોમાં અબ્બાજાને તેમનો ધંધો પણ અહમદના નામે જ કરી દીધેલો.  છતાં પણ એક મકાન અદિલા ના નામે કરેલ તે અહમદને રુચ્યું નહિ. દીકરો હોવાને લીધે તે માનતો હતો કે બધુજ અબ્બા તેના નામે મુકતા જશે.  ખુબ ગુસ્સાથી તે ગલીમાં રહેમાનને કહેતો હતો કે તે અદિલા ને છોડશે નહિ. અદીલાએ જ અબ્બાનું મગજ ફેરવી દીધું છે.  સુરેશ મિત્રો ની રાહ જોતો પાન ના ગલ્લા ઉપર ઉભો હતો અને અહમદની વાતો તેના કાને પડી.  બન્યું એવું કે બીજાજ દિવસે સુરેશ બસ ની રાહ જોતો હતો અને તેણે અહમદને આવતા જોયો.  અહમદના હાવ ભાવ ઉપરથી કૈક અજુગતું લાગ્યું.  અહમદના હાથ માં પ્યાલા જેવું કૈક હતું અને એકદમ ગુસ્સાથી તે આવી ને સુરેશને પાસે બસ માટે ઉભો રહ્યો.  અચાનક સુરેશને ખાતરી થઇ ગઈ કે કૈક ખરાબ બનવાનું છે.  તેટલામાં બસ આવી ને તેમાંથી અદિલા ઉતરી.  તે તો ભાઈ ને ઘરે મળવા આવતી હતી.  ગુસ્સામાં ઉભેલા અહમદે પ્યાલા વાળો હાથ ઉપર કર્યો અને સુરેશે તરતજ વચ્ચે જંપલાવ્યું।  અદિલા તો બચી ગયી પણ અહમદના પ્યાલા નું એસીડ સુરેશના હાથ પગ ઉપર ઉડ્યું.

ક્યાંક નીકટના છરો ભોંકે ને અજાણ્યા
દેહ પર ઝીલે, સબંધ ક્યાંક એવાય છે

XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX

સબંધ ની ઉદારતા

એપ્રિલ ની 1994 ની સાલમાં પૂરી માનવજાત ઉપર ધબ્બો લાગે તેવી અતિ ખરાબ ઘટના બની.  આફ્રિકાના નાના દેશ રવાન્ડામાં હુટુ અને ટુટ્સી કોમ વચ્ચે લડાઈ શરુ થયી.  આમ આ બંને કોમ વચ્ચે બહુ તફાવત નથી; ભાષા અને ઘણાખરા રીત રીવાજ સરખા છે અને બધા એક સાથે જ રહેતા હતા. પણ એવું ગાંડપણ સવાર થયી ગયું કે લગભગ 30 દિવસની અંદર જ રવાન્ડા જેવા નાના દેશમાં દસ લાખ થી ઉપર માણસોને ક્રુરતાથી રહેંસી નાખવામાં આવ્યા, લોહીની નદીઓ વહેવા લાગી, અને રસ્તા ઉપર શબના ઢગલા થવા લાગ્યા.  બે, ત્રણ મહિનામાં લડાઈ તો બંધ થયી પણ આટલા ઊંડા ઘાવ કેમ ભરાય અને ન ભરાય તો બધા દેશીજનો દેશપ્રેમી તરીકે સાથે સાથે કેમ રહી શકે?

લડાઈ પછી ઘરે પાછી ફરેલી જેન ને તેનો પાડોશી ઇન્શા રસ્તા ઉપર ભટકાઈ ગયો.  જેને તેને તુરંત કહ્યું કે મને લોકો કહે છે તે મારા બે દીકરાઓને રહેંસી નાખ્યા છે.  ઇન્શા એ કહ્યું કે વાત સાચી છે કે મેજ તારા કુટુંબ ને મારી નાખ્યું અને મને તેનો ખુબ પસ્તાવો છે અને હું માફી માગું છું.  થોડા મહિના વિચાર્યા પછી જેને માફી આપી અને હવે બને દોસ્ત છે.  રવાન્ડા નો “ક્ષમા” પ્રોજેક્ટ ફાધર રુરીરારંગોગા એ શરુ કર્યો તે પછી હજારો લોકો તેમાં ભાગ લઇ ચુક્યા છે.  છ મહિના નો પ્રોજેક્ટ છે અને તેમાં ઘણી વખત મરેલાના કુટુંબીજનો અને તેમને મારનારા સાથે પણ ભાગ લઇ ચુક્યા છે. મરેલાના કુટુંબીજનો ગુનેગારોને કોઈ પણ પ્રશ્ન પૂછી શકે છે. ઘણા ગુનેગારો મરેલાના કુટુંબીજનોને પૈસા અને ખેતી ની મદદ અને પશુ ભેટ રૂપે પણ આપે છે.  ક્ષમા પ્રોજેક્ટમાં છ મહિના સુધી બધાને ખુબ સલાહ અને ટેકો આપાય છે. ઘણા ગુનેગારો અત્યારે જેલ માં છે તે પણ આ પ્રોજેક્ટમાં ભાગ લઇ ચુક્યા છે.  ક્ષમા આપ્યા પછી જેલ માં હોવા છતાં ગુનેગાર અને ગુનાના ભોગ બનેલો કેટલા લોકો વચ્ચે ક્યારેક ગાઢ દોસ્તી બધાયેલી છે.  ક્ષમા પ્રોજેક્ટને લીધે આખો દેશ તેના ઇતિહાસમાં બનેલી ક્રૂર માં ક્રૂર ઘટના ને ધીમે ધીમે ભૂતકાળમાં મૂકી ને આગળ પગલા લઇ રહ્યો છે અને આખી દુનિયા રવાન્ડા ના ક્ષમા પ્રોજેક્ટને અદભુત નજરે નિહાળી રહી છે.

મોલ કરવા અઘરા કૈંક અનમોલ સબંધે
તારી માનવજાત, એવા સબંધ ક્યાંક પરખાય છે

XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX

સબંધ ના સેતુ

wpid-20140820_125612.jpgવર્ષો પહેલા ની વાત છે.  મેં મારી સહેલી મેરી ને કહ્યું કે મારા છૂટાછેડા થઇ રહ્યા છે અને અમે મકાન વેચવા મુકવાના છીએ તેથી હું સાફ સફાઈ માં વ્યસ્ત છું.  બીજે દિવસે ઘંટડી વાગી અને મેં દરવાજો ખોલ્યો તો મેરી હાથમાં ટ્રે લઇ ને ઉભી હતી.  તે ક્યે હું બધો સમાન લાવી છું અને મને તારા બાથરૂમ અને રસોડું સોંપી દે અને હું પૂરી સફાઈ કરી નાખું છું.  આટલી મોટી કોલેજ ની પ્રોફેસર અને આવું કામ તેને કરવા દેવાય? પણ હું વિચારું તે પહેલા તો તે ઘર માં અંદર આવી ગ્લોવ્સ પહેરી ને કામે લાગી ગયી.  પછી તો મહિનાઓ સુધી તે મારી પડખે જ રહી. કેટલાય કાર્ટન ગુડવિલ માં આપવા લઇ ગઈ, ચોપડીઓ ના કાર્ટન જુના બુકસ્ટોર માં આપવા લઇ ગયી, છોકરાઓને સંભાળ્યા અને બધાજ કામમાં મદદ કરી.  મેં કહ્યું કે ફેંસ ઉપર થોડો કલર કરવાની જરૂર છે પણ મેં આવું કામ કરેલ નથી.  મેરી બીજે દિવસે આવી અને અમે કલર અને સમાન લઇ આવ્યા અને પૂરી ફેંસ ઉપર નવો કલર લગાડ્યો.  અમારી દોસ્તી એટલી ગાઢ બની ગયી કે મને કઈ પણ જરૂર હોય તો હું બેધડક મેરી ને બોલાવી શકું.  હું મારી મમ્મીને મુકવા ભારત ગયી ત્યારે તે મારી સાથે ભારત પણ ગયી.  ન કોઈ સવાલ, ન સલાહ, ન રોક, ન ટોક.  બસ મેરીએ માત્ર સહેલી સબંધ ને સજાવ્યો, સ્નેહ સંભાળ અને સખી રૂપે સાથ આપ્યો, અને ધીમે ધીમે તે સહેલીમાંથી મારી બહેન બની ગયી.

આ ઘટનામાં થી મને જીવવાનો એક મહત્વો પાઠ શીખવા મળ્યો.   જીવનમાં હમેશા જે સાથી ભટકાય તેને આપવા માટે તૈયાર રહેવું. કોને ખબર ક્યારે, કેવી રીતે, કેમને લીધે, ક્યાં સબંધે કોણ આપણો હાથ જાલીને કિનારે પહોચાડશે।  આપણે આશા વગર ટેકો આપવા તૈયાર જ રહેવું. અને હું તો નક્કી કહીશ કે મેં આપ્યું છે તે કરતા મને જીંદગી માં બમણું, ત્રણ ને ચાર ગણું મળ્યું છે.  આ બધું ક્યા સબંધે?

આપજે વધુ, માગજે ઓછું, આશા થોડી
પ્રેમ જાજો, દર્શના એમ સબંધ ક્યાંક સજાય છે

, ,

3 Comments

Breakup & Makeup – “કિટ્ટા અને બુચ્ચા”: Gujarati Story


બેઠક નો આ મહિનાનો વિષય છે “કિટ્ટા અને બુચ્ચા”.  નાના બાળકો માટે કિટ્ટા અને બુચ્ચા ખેલ સમાન છે તો ક્યારેક આ નાજુક વાત મોટાઓની ઝીંદગી હચમચાવી નાખે છે.  તો સાંભળો નીચેની વાર્તા.  બીજી સર્જનાત્મક રચનાઓ http://www.shabdonusarjan.wordpress.com blog ઉપર જરૂર વાંચશો

રમોલાનો જન્મ થયો ત્યારે રમણીકલાલ ની ખુશી નો પાર નતો રહ્યો.  તે પોતે ઘરે ઘરે પેડા આપવા ગયેલા.  રમોલા તેમની આંખ ની કીકી સમાન અને તેને ક્યારેય કોઈ બાબતમાં ઓછું આવવા નતું દીધું.  રમોલા ઉપર જેટલો પ્રેમ તેટલીજ તેના ઉપર કડક નજર રાખેલી.  એટલે જયારે રમોલાએ ભાગીને નાત બહાર જ નહિ પણ યહૂદી સાથે  લગ્ન કરી લીધા ત્યારે રમણીકલાલ ને તો જાણે કોઈએ દિલમાં કટાર મારી હોય તેવું લાગ્યું.  સગા વહાલામાં મોઢું કેમ બતાવવું?  ઘડીકવાર તો એમ થયું કે હવે જીવવામાં કંઈ રહ્યું નથી ને આવા જીવતર કરતા તો આપઘાત કરવો સારો.  તેમનો ગુસ્સો તુરંત જુદી રીતના નિર્ણય માં બદલાઈ ગયો.  રઘુકાકા આવ્યા ત્યારે રમ્નીક્લાલે કહી જ દીધું કે “રમોલા સાથે હવે મારે કઈ લેવા દેવા નથી.  મારે માટે છોકરી મરી જ ગયી છે”.

Crystal Blouse with Broad Back Neck | Saree Blouse Patterns

સવિતાબેને તો રમણીકલાલ ને સમજાવવાની કોશિશ કરી “કે ગમે તેમ તો પણ આપણું લોહી છે, તેની સાથે થોડી આખી ઝીંદગી અબોલા કરશું”, પણ તેમનો ગુસ્સો જોઇને વાત પડતી મૂકી.  થોડા વખત પછી જયારે  સવિતાબેન રમોલાને મળવા ગયા અને જોયું કે દીકરી સુખી છે પછી તેમણે રમોલા પાસે વાત મૂકી કે દીકરા હવે તું પપ્પા પાસે જા અને સમજાવ.  પણ રમોલા પણ તેના પપ્પા જેવીજ હઠીલી.  થોડાજ વખતમાં રમોલાને મહિના રહ્યા અને સવિતાબેને પાછી  બંને ને સમજાવવાની કોશિશ કરી અને પાછી  વાત જવા દીધી।  છેલા દિવસોમાં છોકરી ઘરે આવે તેની બદલે સવિતાબેન જ રમોલાને ત્યાં રહેવા ગયા અને ડીલીવરી પછી તુરંત ફોન માં રમણીકલાલ ને સમાચાર આપ્યા.  પછી તો સવિતાબેન અવાર નવાર રામોલની નાની બેબી ને સંભાળવા રમોલાને ત્યાં જાય અને આવે ત્યારે રમણીકલાલ ને રીન્કી ની મીઠી મીઠી વાતો સંભળાવે.

એવામાં એકવાર રમોલાના હસબંડ ને નાની ચાર દિવસ ની ટુર નું ઇનામ મળ્યું.  સવિતબેન ક્યે “તમે બંને ફરી આવો, હું રીન્કી પાસે રઈશ”.  રમોલાને પપ્પાની ચિંતા થઇ પણ સવિતાબેન બોલ્યા “પપાનું  હું સાંભળી લઈશ. ને મને ચાર દિવસ રીન્કી સાથે મળશે”.  સવિતાબેન રીન્કી ને સંભાળવા ગયા અને આ બાજુ રમણીકલાલ ને થોડો દુખાવો શરુ થયો અને પાડોશી તેમને હોસ્પિટલ માં લઇ ગયા.  ફોન ઉપર સમાચાર સાંભળ્યા એવા રમોલાબેન રીન્કી ને લઈને હોસ્પિટલ પહોચી ગયા.  બધી તપાસ પછી ખબર પડી કે ગેસ ને લીધે દુખાવો થયેલ અને ડરવા જેવું કઈ હતું નહિ.  સમાચાર સંભાળીને રમોલા પણ ડરી ગયેલ અને તેણે તુરંત પાછા આવવાનો નિર્ણય કર્યો.  પણ સવિતાબેને કીધું કે “હવે રીન્કી ને હું ઘરે જ લઇ જાવ છું અને પપ્પાની તબિયત સારી છે એટલે તમે આરામ થી રયો અને પાછા આવવાની ઉતાવળ કરશો નહિ”.

માત્ર અઢી વર્ષની થયેલ રીન્કી રમોલા જેવી જ બોલકી.  રમણીકલાલ તો તુરંત તેને બાગ માં લઇ ગયા, આઈસ્ક્રીમ અપાવ્યો અને રમકડા લઇ આપ્યા.  એકજ દિવસમાં દોસ્તી પાકી થઇ.  રીન્કીએ નાના ને છોટુની વાત કરી, “નાના બાજુમાં છોટુ રયે છે ને તેની સાથે મારા કિટ્ટા છે.  કેમકે તેના કાકા એક રમકડું લાવ્યા હતાને તે દિવસે હું ગઈ ને તો છોટુ એ મને રમવા ન આપ્યું.  છોટુ ક્યે આજે તો હુજ રમીશ.  પણ હવે હું બુચ્ચા કરું? હવે તો બીજો દિવસ થયો એટલે તો મને આપશે જ ને?”  રમણીકલાલ ક્યે “રીન્કુ બેટા એવા કજિયા ન કરાય.  તું બુચ્ચા કરી લે.  પછી સાથે રમવાની કેટલી મજા પડે?  છોટુ તો તારો દોસ્ત છે ને?”  રીન્કી પૂછે “નાના તમે અને મારી મમ્મી દોસ્ત નથી?”  રમણીકલાલ ક્યે “એવું કોણે કહ્યું?”  રીન્કી ક્યે “મને ખબર છે કે તમારા કિટ્ટા ચાલે છે અને તમે તો અમારી ઘરે ક્યારેય નહિ આવો ને મમ્મી અહી નહિ આવે”.

રીન્કી ના કાલા કાલા શબ્દોમાં હમેશ ના કિટ્ટા ની વાત સાંભળીને રમણીકલાલ ની આંખમાં આંસુ આવી ગયા તે સવિતાબેને હળવેકથી જોઈ લીધું ને મનોમન બોલ્યા આ બંને બાપ દીકરી એવા હઠીલા છે કે હવે તો ભલે આ નાની છોકરી જ બેય ની સાન ઠેકાણે લાવે, મારે તો કઈ બોલવું જ નથી.  સાંજે નાના નાની સાથે છુપા છુપી રમતા રીન્કી ક્યે “નાના તમને ખબર છે, નાની તો મારા બેસ્ટ ફ્રેન્ડ છે”.  રમણીકલાલ ક્યે “લે રીન્કી તને તો ઈંગ્લીશ બોલતાય આવડે છે?”.  રીન્કી બોલી “આ તો મારી મમ્મીએ શીખવાડ્યું છે.  મમ્મીએ કીધું કે એ નાની હતી ત્યારે તમે મમ્મીના બેસ્ટ ફ્રેન્ડ હતા”.  રીન્કી ક્યે “મારી મમ્મી મારા માટે રમકડું લાવશે ને તે હું છોટુ ને રમવા આપીશ ને પછી હું અહી તમને રમવા માટે લઇ આવીશ, પણ મારી મમ્મી ખીજાશે નહિ ને?”  નાની ક્યે “તારી મમ્મી એમાં શા માટે ખીજાય?”  રીન્કી બોલી “નાના ને મમ્મીના કિટ્ટા ચાલે છે ને?”

સવિતાબેન રસોડામાં ગયા ત્યાં ફોન રણક્યો.  મોટે ભાગે આ સમયે રમોલા નો ફોન હોવો જોઈએ પણ રમોલા તો તેમને મોબાઈલ ઉપર જ કરે ને આ તો ઘરનો ફોન રણકી રહ્યો હતો.  સવિતાબેને રમણીકલાલ ને કહ્યું “જરા ફોન લ્યોને, હું કામમાં છું”.  રમોલાએ પપ્પાનો અવાજ સંભાળ્યો ને તરત પૂછ્યું, “કેમ છે પપ્પા હવે તમને?”  રમણીકલાલ ક્યે “સારું છે બેટા. બધા પાસે ખોટી ચિંતા કરાવી.  પણ આ બાને રીન્કુ સાથે બહુ મજા પડી ગયી”.  રમોલા ક્યે “અમે સાંજે આવવાના છીએ ને  મમ્મી કામમાં હોય તો તેને કેજોને કે કાલે જ રીન્કી ને લઇ આવે”.  રમણીકલાલ ક્યે “આજે સાંજે આવવાના છો તો પછી સીધા અહી જ આવજો અને જમીને નિરાતે ઘરે જજો, હું તારી મમ્મીને કહી દવ છું”.  સવિતાબેન રસોડામાં આ સાંભળી ને આટલા વર્ષોના ઝઘડામાં બધા આંસુ પી જતાતા તે  આજે ધ્રુસકે ધ્રુસકે રોઈ પડ્યા”.

તો થઇ ગયાને  બુચ્ચા?  દોસ્ત ન હોય તો રમવાની મજા ન પડે અને ઉપરવાળાએ ચાર દિવસ રમવા આપેલ એવી આ જિંદગીમાંથી અઢી દિવસ કિટ્ટા કરવામાં બગાડવાનો શો અર્થ?  

, , , ,

Leave a comment

સુખ એટલે….. – Gujarati Poem on “happiness is…”


હમણાની બે એરિયા ની “બેઠક” નો વિષય હતો “સુખ એટલે”.  તો નીચે તે વિશેનું મારું કાવ્ય પ્રસ્તુત કરું છું.  અને બેજા લેખકોને જરૂર માણજો આ બ્લોગ ઉપર http://www.shabdonusarjan.wordpress.com .

સુખ એટલે…….wpid-20140830_141357.jpg

સોનેરી પીન્જ્ડામાં બંધ પંખી ને માટે વિવધ રમવાના સાધનો, ખાવા પીવાની લ્હાણી
પણ કોણ કહી શકે કે આ પંખી સુખી છે, ભલે મળે ચણ જયારે જોઈએ તેને પાણી
કોણ આપે સુખ નું સરનામું, ચીંધે સુખ તરફ નો રસ્તો, સુખ ની વ્યાખ્યા ઘણી
જે સુખનો રસ્તો શોધે, સુખ બોટલ માં ભરી વેચે તે માલામાલ થાય, લેજો તેટલું જાણી

તો શું સુખ ખરીદી શકાય? તિજોરીમાં ભેગું કરી શકાય? વહેંચાતું મળે કે, વહેંચી શકાય?
તમે કદાચ ના કહેશો પણ હું કહું છું કે જરૂર શક્ય છે, આ સાંભળીને જશો ના ડઘાય
ખરીદવા જશો તો પળભરનું સુખ વહેચ્વાવાળા મળશે તેવું છે કહેવાય
અને સદકર્મોથી અને સદવિચારોથી સુખનો ખડકલો જમા પણ કરી શકાય

તો ભાઈઓ, બહેનો, સુખીજનો અને સુખ ના ચાહકો, કરશો નહિ સુખને બદનામ
બે ક્ષણ યોગા કરો, ચાર ક્ષણ બગીચામાં લટાર મારો, કે ક્ષણભર લ્યો રામનામ
પળે પળે સુખ પ્રાપ્તિ થકી ઝીંદગી સુખસભર બની રહેશે, છે તેવી મારી ગણતરી
પળભરનું સુખ વહેચાતું ન લહેવું હોય તો મળેલું સુખ વહેચી બમણું કરી શકશો તે ખાતરી

wpid-20140830_140056.jpg

,

1 Comment

%d bloggers like this: