Posts Tagged Noor Jahan
મુગલ રાજ્યની એક અનન્ય રાણી – નૂરજહાં
Posted by Darshana V. Nadkarni, Ph.D. in Gujarati: Fiction-Poems-Essays-Events on March 8, 2021
માર્ચ 8 ના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે ઇતિહાસ માં ડૂબકી મારીને એક એવી સ્ત્રી વિષે જાણકારી મેળવીએ જેણે પોતાના પતિ જોડે હારોહાર રાજ્ય સંભાળ્યું અને તે પણ એવા સમયે જયારે મોટા ભાગની મોગલ પત્નીઓ હેરેમ માં મોજ કરતી અને તેમને બીજી કોઈ સત્તા ઉપલબ્ધ નહોતી.

ઘણીવાર ઇતિહાસ માં સ્ત્રી કરતા પુરુષને વધારે મહત્વ મળ્યું છે. મુમતાઝ મહાલ માટે તાજ મહાલ બનાવી ને શાહ જહાંને તેની રાણી ને અને તે બંને ની પ્રેમ કથાને ઇતિહાસ માં અમર બનાવી દીધી. પણ એક બીજી રાણી જે મુમતાઝ ની ફઈ હતી અને મુમતાઝ ના લગ્ન પછી તે તેની ઓરમાન સાસુ બની તેની અને તેના પ્રેમ ની અને તેની સતા ની વાત કરીએ.
તે છે નૂરજહાં, શાહજહાં ના પિતા જહાંગીર ની 20 મી પત્ની. નાનપણ માં અનારકલી જોડે તેનો સબંધ તેના પિતા અકબરે માન્ય ન રાખ્યો પછી (સલીમ) જહાંગીર ની નજર માં આવી બીજી એક સામાન્ય છોકરી, મહેરુનિસ્સા. પણ અકબરને તે પણ માન્ય તો હોય જ નહી ને? તે સમય ની રસમ પ્રમાણે જહાંગીર ના 19 લગ્ન આજુબાજુના મહારાજાઓની જોડે સબંધ કેળવવા માટે કરવામાં આવેલા અને મહેરુનિસ્સા ના લગ્ન પણ થઇ ચૂકેલા. મહેરુનિસ્સાનો પતિ તેને મારપીટ કરતો અને તેમનું લગ્ન જીવન સુખી નહોતું. તેવામાં મહેરુનિસ્સાનો પતિ ગુજરી ગયો. જહાંગીર ના તો 19 લગ્ન થઇ ચૂકેલા અને એ સિવાય તેની નજર પડે તે સ્ત્રી તેના માટે મૉટે ભાગે તેને સ્વીકારવા અને સંતોષવા માટે હાજર હતી. એવા સમયે તેની નજર માં ફરી આવી મહેરુનિસ્સા, એક સામાન્ય સ્ત્રી, એક સામાન્ય સૈનિક ની દીકરી, એક વિધવા સ્ત્રી, એક બાળકી ની મા, તેની નાનપણની પ્રિયતમા, મહેરુનિસ્સા. જહાંગીર મહેરુનિસ્સા ઉપર ફરી ફિદા થઇ ગયો અને બંને વચ્ચે ફરી ઊંડો પ્રેમ સબંધ બંધાયો. પણ પછી અચાનક મહેરુનિસ્સાએ તેના પ્રેમનો અસ્વીકાર કર્યો અને શરત મૂકી કે જો જહાંગીરને સાચો પ્રેમ હોય તો તે મહેરુનિસ્સા જોડે લગ્ન કરે. લોકો તાજ્જુબ થઇ ગયા અને જહાંગીરને ઘણી શિખામણ મળી કે તે બિલકુલ યોગ્ય નથી. તેમજ મહેરુનિસ્સાને ઘણી શિખામણ મળી કે આવા મોટા મહારાજાએ તેને અપનાવી છે તેને પોતાના નસીબ માની અને જિંદગી જીવી લેવી. જહાંગીરે મહેરુનિસ્સાને કપડાં અને જવેરાત મોકલી ને મનાવવાની કોશિશ કરી પણ મહેરુનિસ્સાએ બધું પાછું મોકલ્યું. છેવટે પ્રેમ માં પડેલ મહારાજાએ ધામધૂમથી મહેરુનિસ્સા જોડે લગ્ન કર્યા અને તેની 20 મી રાણીને નૂર જહાં (દુનિયા ની રોશની) ના નામ થી નવાજી.
નૂરજહાંએ તેના ભાઈ ની દીકરીના લગ્ન જહાંગીર ના દીકરા શાહજહાં જોડે કરાવ્યા. શાહજહાં ની મા અને જહાંગીર ની પહેલી પત્ની જગત ગોસીની (ગોસેઇન) અને નૂરજહાં વચ્ચે બહુ સારો સબંધ હતો નહિ. નૂરજહાંએ શાહજહાંના અને જગત ગોસીની ગોસેઇન ના દીકરા ના વિવાહ પોતાની ભત્રીજી જોડે કરાવીને પોતાની સત્તા જમાવી લીધી — આ તેની પહેલી ચાલ. શાહજહાં ને મુમતાઝ જોડે પ્રેમ હતો અને અલબત્ત તેણે મુમતાઝ ની યાદ માં તાજ મહાલ બંધાવ્યો. પરંતુ તેના જીવન દરમ્યાન મુમતાઝ તેના છોકરાઓ જણવામાં વ્યસ્ત હતી અને નાની ઉંમરમાં તે બાળજન્મ સમયે મૃત્યુ પામી. પરંતુ તેની ફઈ નૂર જહાં ની વાત અલગ છે. ઇન્દુ સુંદરસેને તેના પુસ્તક, The Twentieth Wife (20મી પત્ની) માં નૂર જહાં ની સત્તા વિષે ઘણી જાણકારી આપી છે. 16 અને 17 મી સદીમાં મુગલ રાજ્ય દુનિયાભર માં તેની શાન અને સંપત્તિ માટે મશહૂર હતું. નૂરજહાં ખુબ બુદ્ધિશાળી સ્ત્રી હતી. તેના લગ્ન પછી તેની સત્તા વધતી ગઈ. મક્કમ મનની, શક્તિશાળી અને બુદ્ધિશાળી નૂરજહાં માં તેના પતિને પૂરો વિશ્વાસ હતો અને તેના પતિ જહાંગીર કરતા નૂરજહાં વધારે રાજનીતિમાં હોશિયાર હતી. નૂરજહાં ને એટલા હક અને એટલું સન્માન આપવામાં આવતું કે તે કોઈ સ્ત્રીને તે જમાનામાં મળ્યું નથી.
નૂરજહાં ના નામના સિક્કા બનાવવામાં આવેલા. તે મહારાજની અદાલત માં હંમેશા હાજર રહેતી. ક્યારેક જહાંગીર બીમાર રહે તો નૂરજહાં એકલી અદાલત ભરતી. નૂરજહાં ને શાહી સીલ નો હવાલો જહાંગીરે આપેલો તેથી તે શાહી દસ્તાવેજ અને હુકમો ઉપર કાનૂની સહી કરી શકે. રાજનીતિ ના દરેક મામલામાં જહાંગીર તેના મંતવ્ય નો આગ્રહ રાખતો. અને એક સમયે નૂરજહાં યુદ્ધ માં પણ ઉતરેલી. શાહજહાંને તેના પ્રેમ ના નામથી મુમતાઝ ની યાદ માં તાજ મહેલ બાંધ્યો અને તેને લીધે મુમતાઝ નું નામ ઇતિહાસ માં અમર થઇ ગયું. પણ મુમતાઝે રાજ્યના કામકાજમાં ક્યારેય કોઈ રસ લીધેલો નહિ અને શાહજહાંને ક્યારેય કોઈ બાબત ઉપર તેનો મત પૂછેલો નહિ. જયારે નૂરજહાંએ તેના પતિની હારોહાર ઉભા રહીને, તેની જિંદગીની જીવનસાથી બનીને રહી અને આ રીતે નૂરજહાં મુગલ ઇતિહાસ માં એક અનન્ય સ્ત્રી રહી છે.
Noor – Empress of the Mughals ———- Play Review
Posted by Darshana V. Nadkarni, Ph.D. in Hindi - Bollywood Movie Reviews-- Play Reviews-- NAATAK-- Poems-- Event Reports, Play Reviews on May 26, 2013
Noor Jahan, 20th wife of powerful Mughal Emperor Jahangir, was a brilliant administrator, ambitious politician, knowledgeable economist, and enthusiastic patron of culture and arts. Her complex and challenging character would be hard to portray easily, on screen or on live theater. She wielded tremendous political and economical power, at a time in history, when women mostly stayed hidden behind lattice walls and purdah. The play Noor, currently playing at locations in San Francisco and San Jose in Bay Area, is an attempt to tell this complex story, and is based on a book by Feisal Alkazi, also directed by Alkazi. Alkazi’s 35 year old career as a director includes 200 plays, 32 films, and 2 TV series and he is Founder Director of the theater group Ruchika, and actively involved with several NGOs. This play is his first attempt as a playwright. The play is produced by Vinita Sud Belani. Belani is the Founding Artistic Director of enActe Arts Inc., a new theater company with a mission to bring quality Asian theater and stories to mainstream audiences and to provide new and upcoming actors with a platform to develop and showcase their talent. Belani has an impressive background. She has held titles of Director and CEO and after rising to top corporate job as VP of Business Development at Sogeti Groupe Cap Gemini, she transitioned to doing theater full time. Belani has acted in twenty seven plays and two movies to date. Belani effortlessly blends the diversity of cultures, and the impressive cast of Noor includes a group of actors from Iran, Iraq, Peru, and India.
Story of Mehrunissa, later known as Noor Jahan (after her husband Jahangir decreed this title on her that means Light of the Universe), and the historical events impacting the Mughal reign, do not lend themselves to easy narration. The play attempted to do too much and I felt it did not do due justice to the story of Noor or the Mughal reign. The play begins with narration of Akbar nudging towards his death, and ends with a poignant scene of Shah Jahan’s beloved wife Mumtaz Mahal’s death, during her 14th pregnancy. I would have much rather seen a stronger focus on Noor with stage featuring a Jarokha where Jahangir received audiences and later Noor Jahan accompanied him. This was remarkable, for a royal woman to sit beside her husband and receive audiences, issue orders, oversee administration of jagirs, accompany her husband on hunting trips, and have silver coins printed with her face on them. Noor also consolidated her powers and got the emperor to cast special favors on her family, including arranging marriage between her niece Arjumand (later known as Mumtaz Mahal) and Jahangir’s oldest son Khurram, later known as Shah Jahan. When Shah Jahan seemed to be slipping from her grip, Noor later arranged for her daughter Ladli, from her previous marriage, to marry Shah Jahan’s younger son, Shahryar. In attempting to tell a broader history and encompass a wider cast of complex characters, in this play, not enough justice was done to the character of Noor.
Additionally, the Mughal rein during this time in history was at its zenith of territorial expanse and glory, ruling over more than 150 million subjects, nearly 1/4th of the world’s population, with a combined GDP of over $90 billion. It was a golden age of architecture, arts, and trade. I would have liked to see the stage reflect some of the glory (featuring a throne and court, or jarokha, or royal gardens where romances occurred, or the vibrant market where Jahangir first saw Mehrunissa), rather than dying Akbar’s or abused (by her first husband) Mehrunissa’s, or tragically dying Mumtaz Mahal’s bed. Nevertheless, enActe Arts has a grand vision and it has taken a bold step to bring this play with tremendous complexity of characters and events, on stage. This is truly praiseworthy and I will eagerly look forward to new and coming productions, from this company.
The complex blend of cast was interesting. Sanjiv Desai did a fabulous job in the role of eunuch, from whose lens the story is told. Cezar Espinoza, even in his short role as young eunuch, played his role beautifully. Deergha Sahni, in the role of Arjumand and later Mumtaz Mahal, was awesome and could have carried the play, under a different title. Vidhya Subramanian, in her role as Mehrunissa, showed superb command over her role, and Aditya Thakur, in the role of Asaf Khan, was excellent. Belani and Subramanian share the role of Noor, playing her on alternate shows. I will very much look forward to seeing Belani on stage, in future performances.
Noor is playing at theaters in San Francisco and San Jose in May and June, 2013. Get your tickets early because it is expected to play to sold out audiences. After all who does not like to hear a story of beauty, romance, power, ambition, greed, and intrigue?
Reader Comments