Posts Tagged Freedom of speech

Gujarati: કોઈપણ દેશમાં સલમાન રુસ્ડીના પુસ્તક સેટેનિક વર્સીસ પર પ્રતિબંધ મુકાયો હોય તે નાબૂદ કરવો જોઈએ

ઇતિહાસમાં પ્રગતિ અનેકવાર કલમ ​​સાથે જોડાયેલી હોય છે. પરંતુ લેખકોને  વારંવાર ભયંકર પડકારોનો સામનો કરવો પડતો હોય છે. 1600 ના દાયકામાં ગેલિલિયો ને મોત ની સજા ફરમાવવામાં આવી હોત અને તેના પર પાખંડનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ચર્ચ દ્વારા તેના લખાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો કારણ કે તેણે કહ્યું કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે અને તે ચર્ચને માન્ય નહોતું. સન1958 માં, અલાબામામાં, બાળકોના પુસ્તક, “રેબિટના લગ્ન” પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો કારણ કે લગ્ન કાળા સસલા અને સફેદ સસલાની વચ્ચે થઈ રહ્યા હતા અને કેટલાક લોકોને ભય હતો કે આ સુંદર બાળકોના પુસ્તક થી પ્રેરિત થઇ અને કાળા અને ધોળા લોકો પણ લગ્નનો વિચાર કરવા માંડશે. 1988 માં, સલમાન રુશડિ ની નવલકથા શેતાનિક વેર્સેસ પર ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો કારણ કે તે કોઈ ધર્મની ટીકા કરતી હોવાનું માનવામાં આવ્યુ હતું.

વાણી અને કલમની સ્વતંત્રતાના અધિકારનું રક્ષણ કરવું જરૂરી છે. મને લાગે છે કે ખરાબ રીતે લખાયેલ પુસ્તકો અથવા દૂષિત ઈરાદા સાથે લખાયેલ પુસ્તકો ઉપર પણ પ્રતિબંધ મૂકવો જોઈએ નહીં. આપણે પણ એજ ઇચ્છીયે ને કે લોકો તેમની નિરાશાને ખરાબ કાર્યો ની બદલે પેન વડે વ્યક્ત કરે? અન્ય લોકો પણ વિવેચન, લેખ અથવા પુસ્તકો દ્વારા તેમના ઉપર વિવેચન અથવા ટીકા વ્યક્ત કરી શકે છે પણ કોઈ વ્યક્તિ ઉપર હુમલો કરવો તદ્દન યોગ્ય નથી. સમગ્ર વિશ્વએ સાથે મળીને સાફ સંદેશ મોકલવાની જરૂર છે કે જો કોઈ વ્યક્તિનું લખાણ પસંદ ના આવે તો તેને લીધે લેખકોને નુકશાન પહોંચાડી શકાય નહિ અને કોઈ તેવું કરે તેની જોરદાર સજા તેવી વ્યક્તિઓને મળવી જોઈએ. ભારતે સલમાન રશ્દીના પુસ્તક સેટેનિક વર્સીસ ઉપરથી તાત્કાલિક પ્રતિબંધ નાબૂદ કરવો જોઈએ અને અને દરેક વ્યક્તિના લખાણ અને ભાષણની સ્વતંત્રતાના અધિકાર ઉપર ભાર મૂકવો જોઈએ. જો કોઈ આ પુસ્તક વિશે જાણવા માંગતા હોય તો તેમને માટે નીચેની માહિતી લખેલ છે. 

પુસ્તકને સાહિત્યિક વિવેચકો તરફથી અનુકૂળ સમીક્ષા મળી છે. સન 1988માં આ પુસ્તકની ગણના બુકર પ્રાઈઝ ફાઇનલિસ્ટ માં થયેલી, સન 1988 માં આ પુસ્તકે વ્હાઇટબ્રેડ એવોર્ડ જીતેલ અને પ્રતિભાશાળી વિવેચક હેરોલ્ડ બ્લૂમે આ પુસ્તક ને “રશ્દીની સૌથી મોટી સૌંદર્યલક્ષી સિદ્ધિ” તરીકે નવાજ્યું હતું. આ પુસ્તક એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર કરનારાઓ ના માર્ગમાં આવતી અડચણો અને અગવડતાઓ ઉપર લખાયેલ છે. એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર કરનારાઓને તેમની ઓળખ થી લઈને તેમની રુચિઓ, સિદ્ધાંતો,  પ્રેમ, મૃત્યુ, ધર્મ વગેરે ની પરિભાષા ના બદલાવના પડકારને ઝીલવો પડે છે. એમ પણ કહી શકીએ કે રશ્દીનું આ લખાણ તેમની પોતાની બદલાતી ઓળખ ઉપર લખાયેલ છે. રશ્દીએ પોતે પુષ્ટિ કરી છે કે આ પુસ્તક ઇસ્લામ વિશે નથી,” પરંતુ તેમના સ્થળાંતર, મેટામોર્ફોસિસ, બે ભાગમાં વેંચાયેલ તેમના જીવન, લંડન અને બોમ્બે ના તેમના અનુભવને અનુલક્ષીને લખાયેલ છે.”    ધર્મના સંદર્ભો સ્પર્શક અને કાલ્પનિક છે. પણ કદાચ આ લખાણ લેખકની અંગત માન્યતાઓ તરફ આંગળી ચીંધે તો પણ કોઈ લેખકની વ્યક્તિગત માન્યતાઓ અલગ હોવાના લીધે તેમને જાનહાની પંહોંચાડવી બિલકુલ યોગ્ય નથી. 

, , ,

Leave a comment

%d bloggers like this: