Posts Tagged DAGLO
ડગલો સાથે મનાવેલી દિવાળીની રાત – Diwali 2012 celebration with DAGLO
Posted by Darshana V. Nadkarni, Ph.D. in Gujarati: Fiction-Poems-Essays-Events on November 13, 2012
ડગલો સાથે મનાવેલી દિવાળીની રાત
ડગલો પરિવાર સાથે બે અરિયા માં અમે મનાવી દિવાળી
પ્રજ્ઞાબેન તથા રાજુભાઈની અથાગ મહેનત ખુબ ફળી
મજા પડી ભાઈ મજા પડી, ખાઈ પાવ ભાજી અને મઠીયા
ખ્યાતીબેને હસાવ્યા , કલાકારોએ ખુબ મન બહેલાવ્યા
એમ માનો એક પછી એક ફૂટી દિવાળીની ફૂલજડી
સંગીત અને સાહિત્યના સંગાથે મનાવી આ દિવાળી
સરસ પાવ ભાજી જમ્યા પછી શરુ થઇ સુગમ સંગીત સાથે આ દિવાળી ઉત્સવની રાત. તારામંડળના ફટાકડાની જેમ નાના પ્યારા બાળકોએ એક પછી એક સુંદર બાળગીતો રજુ કરી અનીકા, આરુષી, આરતી, શ્રાવ્યા, આર્યહી, ખુશી, શિવમ,આર્યના, સહેલી વગેરે બાળ કલાકારોએ દિલ જીતી લીધા. કોને યાદ ન આવે બાળપણ, સાંભળીયે જ્યારે “ખાતી નથી પીતી નથી, ઢીંગલી મારી બોલતી નથી?” સંગીત રાત માં વાજિંત્ર ઉપર સાથ આપનાર કલાકારો હતા, ડીમપલભાઈ પટેલ હારમોનીયમ ઉપર, કીબોર્ડ ઉપર નીલેશભાઈ ધોમસે, તબલા ઉપર આશિષભાઈ વ્યાસ અને સાઈડ રીધમ ઉપર ઇન્દુભાઈ પટેલ.
પલકબેન વ્યાસે ગાયું દિવાળીએ દીપમાળ પ્રગટાવી અને જાણે ચારેકોર દીવા પ્રગટી ઉઠ્યા. ખ્યાતીબેને યાદ કરાવી એ પહેલા પ્રેમની પહેલી મુલાકાત અને દિમ્પ્લભાઈ જયારે ગાયું “મેઘલી શ્યામલ રાતે આપણી પ્રથમ મુલાકાતે” ત્યારે એ પહેલા પ્રેમની પહેલી દિવાળીને અને તારીખના પાનામાં વીતી ગયેલા વર્ષોને કોઈ ભૂલવા માગતું હશે અને ઘણા યાદ કરી રહ્યા હશે. રાજાભાઈ સોલંકીએ સુમોહાબેનને અર્પણ કર્યું એ પછીનું ગીત, જગજીત સિંહ લિખીત “અંતરના પથે હળવેથી”. હેતલબેને “ફોટા સાથે અરજી” કરી હરિને! આખરે દિવાળીમાં કોઈકનો સંગાથ તો જોઈએને? નિકુંજભાઈએ ગાયું તે પછીનું સુંદર ગીત “યમુનામાં આવ્યુતું પૂર” અને પછી આનલબેને સ્ત્રીઓની લાગણીને વધાવતું ગીત ગાયું “ના બોલાય રે ના બોલાય”.
દિનેશભાઈ મેહતાએ, શોભિત દેસાઈ લિખિત “રૂપ કૈફી હતું” ગાઈને ખડી કરેલી મીઠી મુંજવણ, એક પળમાં કેમ ઉકેલાય? ડીમ્પલભાઈએ “તમે ગયા આકાશભરી પ્રીતે” ગાયને તેમના ગુરુ શ્રી રાસબિહારીભાઈ દેસાઈને નવાજ્યા. આ ગીતોતો કયારના શોધેછે સાજન, તમને મળવાનું બહાનું. આ હું નથી કહેતી, આ તો ખ્યાતીબેન નું કહેવું છે :). તેમની commentary અને jokes દિવાળીના ફટાકડા જેમ વચ્ચે વચ્ચે ફૂટતા રહ્યા અને પ્રેક્ષકોને હસાવતા રહ્યા. કવિ શ્રી અવિનાશ વ્યાસ લિખિત, “તને જતા જોઈ પનઘટની વાટે” ગવાયું ત્યાં સુધીમાં બધનું મન મોહી ગયું હતું, ગુજરાતીઓ ના સાથ વાળી ડગલોની રાતમાં.
પરંતુ ચંદ્ર બુજાયો નહતો જયારે અવિનાશ વ્યાસ દ્વારા લિખિત “હજુ રસભર રાત તો બાકી રહી ગઈ” ગવાયું ત્યારે. “આ મનપાંચમના મેળામાં” હજી ખુબ નૂર બાકી હતું. જયારે બધા કલાકારોએ સાથે ગીતોની અને ગરબાની રમઝટ બોલાવી ત્યારે પ્રેક્ષકો ખુરસી છોડી નાચવા દોડી ગયા. સુંદર હતી ડગલો ના સંગાથ વાળી દિવાળીની એ રાત.
For more information, contact http://www.daglo.com
Silver Jubilee – Gujarati Play Review
Posted by Darshana V. Nadkarni, Ph.D. in Gujarati: Fiction-Poems-Essays-Events, Play Reviews on June 19, 2012
(My previous post is review of the play in Gujarati)
Bravo! Bravo! What an incredible performance by the cast of Silver Jubilee, a play written by Gujarat’s most renowned writer, Kajal Oza Vaidya and directed by Viral Rachh. In addition to Vaidhya and Rachh, the cast included, Hiren Patel, Jay Vithalani, and Aarti Malkan. The play was brought to the bay area, courtesy of AAA Entertainments (www.aaaentertainments.com) with Jagruti Shah, in association with Radio Zindagi.
If we consider contemporary Gujarati writers, Vaidya’s name is at the top. In a short span of 7 years, she has written 45 books, numerous articles in all Gujarati newspapers, and several TV serials. Her TV serial, Eak dal na pankhi, has had over 1600 episodes. Four of her books have been translated into English and other languages. But it is not the quantity of her writing, but rather the quality of her writing (and now acting) that is like a breadth of fresh air. She tells the story and challenges of young generation with such suave and sophistication that it has made many young people switch off the computer or a TV and pick up a book, and that too, a book in native language!
Silver Jubilee is an oft-repeated story, with centuries old dialogues that occur between many a young men and many a young women. While the story is nothing new, Vaidhya has done such justice in telling the story that it touches the heart, makes you cry, and makes you laugh with abundance. You have seen these scenes played out in your life, your sister’s or brother’s or aunt’s or a friend’s life, but you have not stopped to consider it from the outside, from a third party perspective.
This is a story of a sort of an arranged marriage between Param Patel, a traditional man with simple ambitions and Priya, an educated, western, and sophisticated young woman, who is tired of rejecting many prospective bridegrooms, and at once likes and accepts Param. They both try to learn to adjust to each other. Priya focuses her attention on keeping the home neat, organized, and clean, sometimes driving Param crazy, who questions, “what happened to the educated young girl”? He tries to explain to Priya that a neat and tidy home feels like a hotel, and not a home. They fight, they make up and they profess deep and undying love. At one time, they promise each other that no matter what the circumstances, if they are alive then they will share their Silver Jubilee together.
Then tragedy strikes and as Priya deals with her grief, she recedes into a cocoon of privacy, where she does not feel vulnerable. In an attempt to shield herself from pain, she looses herself in her career and her charity work. She wants kindness, compassion, and understanding from Param but rejects any overtures that she at once interprets to be sympathy and sees as condescending. Param feels helpless. He expresses his frustration to his friend by saying, you can’t live with women, only love them; and love is exhilarating like climbing a wall but marriage is like jumping off from there. Their fights intensify over small things, sadness grows, distance between them increases, and eventually Priya leaves to pursue her career in the US. She tells Param that instead of focusing on repairing what he sees as broken, he should get a replacement. But neither of them take any concrete steps towards the divorce, as the flame of love between them continues to burn.
What will Priya and Param do on their Silver Jubilee? Irrespective of the curiosity, the answer is not as important as the broad question, are women and men fated to live in perpetual and interesting disharmony? The play certainly makes us wish that harmony is never restored. Perhaps, insightful artists like Vaidhya and Rachh will continue to explore this age old phenomena and provide entertainment that makes us laugh and cry at the same time, shake our heads in disbelief and nod our heads in understanding at the same time.
સિલ્વર જુબિલી – ગુજરાતી નાટક ની સમીક્ષા – Play Review
Posted by Darshana V. Nadkarni, Ph.D. in Gujarati: Fiction-Poems-Essays-Events, Play Reviews on June 19, 2012
I will also post the review in English
આફરીન આફરીન. કાજલબેન ઓઝા વૈદ્ય દ્વારા લિખિત અને વિરલભાઈ રચ્છ દ્વારા દિગ્દર્શિત ગુજરાતી નાટક “સિલ્વર જુબિલી” એ પાછી ગુજરાતી નાટક ની પ્રમુખતા સાબિત કરી દીધી. વૈદ્ય અને રચ્છ ની ઉપરાંત અન્ય અભિનેતા નું કામ પણ તેવું જ પ્રશન્શાપાત્ર હતું અને તેઓ ના નામ છે હિરેન પટેલ, જય વિઠલાની, અને આરતી મલકન. આ નાટક ને બે એરિયા માં લાવનાર છે, AAA Entertainments (www.aaaentertainments.com) અને રેડીઓ ઝીંદગી ના સહકાર સાથે, જાગૃતિબેન શાહ.
જો આપણે સમકાલીન ગુજરાતી લેખકોને જોઈએ તો તેમાં વૈદ્યનું નામ પ્રથમ આવે. તેમણે છેલા સાતેક વર્ષના નાના ગાળામાં પિસ્તાલીસ જેટલા પુસતકો લખ્યા છે અને ગુજરાતના લગભગ બધા અખબારોમાં તે લખી ચુક્યા છે. તેઓની ટીવી સીરીઅલ, “એંક ડાળના પંખી” ના સોળસો હપ્તાઓ થઇ ચુક્યા છે. તેઓની ચાર ચોપડીઓનું અંગ્રેજી અને બીજી ભાષાઓ માં ભાષાંતર થઇ ચુક્યું છે. પણ તેઓના લખાણનો સર્વાળો કરવા કરતા તેની ગુણવતા જોવાની જરૂર છે જે તાજી હવાની લેરખી જેમ આપણને ચોંકી દયે છે. તેઓ યુવા વર્ગના સંઘર્ષોને તેવી રીતે વર્ણવે છે કે ઘણા યુવક યુવતીઓ ટીવી કે કમ્પ્યુટર બંધ કરીને ચોપડી ખોલે છે.
સિલ્વર જુબિલી એવું નાટક છે જેની વાર્તા નવીન નથી અને ડાયલોગ પણ પુરાણા છે અને ઘણીવાર યુવક અને યુવતી વચ્ચે બોલાઈ ચુક્યા છે. પરંતુ વૈદ્ય તેજ વાત એવી રીતે રજુ કરે છે કે ક્યારેક તે હ્રિદય ને સ્પર્શી જાય છે તો ક્યારેક આંખો ભીની કરી નાખે છે તો ક્યારેક હસાવીને ઢગલા કરી દયે છે. આ વાત છે પરમ અને પ્રિયાની. પરમ પટેલ સીધો સાદો નવજુવાન લગ્ન કરે છે, પ્રીયા જોડે. પ્રીયા વિદેશ ભણીને આવેલી, આધુનિક યુવતી છે જે છોકરા જોઇને કંટાળી ગઈ છે, તેને પરમ ગમી જાય છે અને બને ના લગ્ન થઇ જાય છે. પ્રિયા તેનું ધ્યાન ઘર તરફ વાળે છે. ક્યારેક પરમ તેની સફાઈ થી કંટાળી જાય છે અને તેને ક્યે છે “પ્રિયા, ઘરને આટલું સાફ રાખીએ તો તે હોટેલ જેવું લાગે અને તેમાં ઘરની ફીલિંગ્સ ના આવે”. બંને એક બીજા સાથે રહેતા શીખે છે, જગડે છે, પ્રેમ કરે છે. એંક વખત તેઓ એક બીજાને વચન આપે છે કે બંને ગમે ત્યાં હોય પરંતુ તેઓના લગ્નની સીલ્વેર જુબિલી જરૂર સાથે મનાવશે.
પરંતુ એવી દુ: ખદ ઘટના બને છે કે પ્રીયા અંદર થી તૂટી જાય છે અને તે પોતાની આસપાસ એક કિલો બાંધી દયે છે. તે તેની જાત ને વ્યાવસાયિક કારકિર્દી માં વ્યસ્ત બનાવી દયે છે. પ્રિયા પરમ પાસેથી પ્રેમ અને સમજદારી ની આશા રાખે છે, પરંતુ પરમના બધા પ્રયાસોને દયા અને કરુણા સમજીને અવગણે છે. પરમ પ્રિયાની લાગણીઓને સમજી શકતો નથી. તેના મિત્ર પાસે પોતાની હતાશા વ્યક્ત કરતા પરમ ક્યે છે – “બૈરાઓ સાથે રહેવું ના જોઈએ, તેમને માત્ર પ્રેમ કરવો જોઈએ” અને “પ્રેમ કરવો એ અગાશી ચડવા જેવું છે, પરંતુ લગ્ન કરવા એ ત્યાંથી કુદકો મારવા જેવું છે”. બને નાની નાની વાતોમાં જગડે છે અને બને વચ્ચેનું અંતર વધે છે. પ્રિયા તેની કારકિર્દી વિકસાવવા માટે અમેરિકા જાય છે અને પરમ તેને રોકતો નથી. પ્રીયા તેને જે તૂટી ગયું છે તેને રીપેર કરવાની બદલે રિપ્લેસ કરવાની સલાહ આપે છે પરંતુ બંને માંથી કોઈ પણ છુટાછેડા તરફ પગલું લેતા નથી અને સમય પસાર થાય છે.
શું તેઓ તેમની સિલ્વર જુબિલી સાથે મનાવશે? તમે જાણવા આતુર હશો. પરંતુ તેનો જવાબ એટલો મહત્વનો નથી જેટલો કે એ પ્રશ્ન કે શું પતિ પત્ની હમેશા અનિશ્ચિત, હાલક ડોલક બંધનમાં બંધાયેલા રહેશે? શું ક્યારે પણ એક યુવાન યુવતીને અને યુવતી યુવાનને પૂર્ણ રીતે સમજી નહિ શકે? કદાચ તે વસ્તુ વૈદ્ય અને રચ્છ જેવા કલાકારોને મસાલો આપતી જ રહેશે. આ નાટક માં હ્રિદય સ્પર્શતી વેદના છે ને ક્યારેક તે આપણ ને હસી મજાક માં તરબોળ કરી દયે છે તો ક્યારેક રડાવી દયે છે. ક્યારેક તેઓના નાની નાની વાતોના જગડા જોઇને માન્યમાં નથી આવતું કે આટલી લડાઈ શેને માટે છે તો ક્યારેક સામાન્ય વિવેકબુદ્ધિ થી બધું જ સમજાય જતું હોય તેમ પ્રેક્ષકો માથું હલાવે છે. જોવાનું ચૂકશો નહિ.
કેલીફોર્નિયા ના બે એરિયા માં ડગલો દ્વારા ગુજરાતી ભાષા ના પ્રસંગો અને ઉજવણી
Posted by Darshana V. Nadkarni, Ph.D. in Uncategorized on June 3, 2012
કેલીફોર્નિયા ના બે એરિયા માં ડગલો દ્વારા ગુજરાતી ભાષા ના પ્રસંગો અને ઉજવણી
મારો ભાષા પ્રવાસ
ડગલો દ્વારા પ્રસ્તુત રાષ્ટ્રકવિ શ્રી ઝવેરચંદ મેઘાણી ની રચનાઓ – ગુજરાત દિવસ નિમિતે
મારો જન્મ ગુજરાત રાષ્ટ્ર ના સૌરાષ્ટ્ર જિલા ના ભાણવડ કરીને નાનકડા ગામ માં થયો હતો. મારા બાપુજી હમેશા ભાણવડને દુનિયા ની રાજધાની કહીને લલકારો આપતા અને કાયમ ગુજરાતી સંસ્કૃતિ ને જીવંત રાખવા ની સુચના આપતા. જન્મ પછી તુરંત અમને ઈથેઓપિઆ દેશ ની રાજધાની એડિસ અબાબા માં સ્થાયી થવાનું થયું અને મારું બાળપણ ત્યાં જ વીત્યું. એડિસ માં ગુજરાતી ભાષા ને જીવંત રાખવા માટે ગુજરાતી સમુદાયે ગુજરાતી ભાષાની શાળા શરુ કરેલી અને જિંદગી ના પહેલા દાયકા દરમ્યાન મારું ભણતર ગુજરાતી માં થયું. સાથે સાથે અમે ઇથિઓપિઆ ની ભાષા અમહારિક પણ શીખ્યા. ભારત આવ્યા પછી અમને અંગ્રેજી માધ્યમ મા દાખલ કરવામાં આવ્યા ત્યારે મેં માધ્યમ ના બદલવા માટે ખુબ ધમપછાડા કર્યા. મારું પ્રિય ગુજરાતી છોડવાનું દુખ મને અતિશય થયું. પરંતુ થોડા વખત માં મને અંગ્રેજી ભાષા ઉપર પણ ખુબ પ્રેમ જાગ્યો અને પાણી માં માછલી ભળી જાય તેમ મેં અંગ્રેજી ભાષા ને અપનાવી લીધી અને ધીમે ધીમે અંગ્રેજી સાહિત્ય ઉપર મારો પ્રેમ અને મારું વર્ચસ્વ વધવા લાગ્યું. ઇથિઓપિઆ ની અમહારિક ભાષા ભુલાતી ગયી, ભારત ની રાષ્ટ્રભાષા હિન્દી મોઢે ચડતી ગયી, મહારાષ્ટ્ર ની ભાષા મરાઠી અને ફ્રેંચ બોલવાની કોશિશ ચાલુ રહી. માતૃભાષા ગુજરાતી માટે જે પ્રેમ પારકી ભૂમિ માં ગુજરાતી સમુદાય માં સીચાયેલો તે માતૃભુમી માં એટલો જીવંત રહ્યો નહિ. ઘણા વર્ષો પછી વળી પાછી જે પારકી ભૂમિ ને પોતાની કરી એવા અમેરિકા દેશ માં ડગલો એ તે પ્રેમ જાગૃત કરાવ્યો. બે એરીઆ ના ગુજરાતી સમુદાયે પ્રેમ થી સીચેલો ડગલો એટલે ગુજરાતી ભાષા ને જીવંત રાખવાનો નમ્ર પ્રયત્ન. આ સરળ વાક્ય એ સ્પષ્ટ દર્શાવતું નથી કે ડગલો ને ઘણા સ્વયંસેવકોએ નિઃસ્વાર્થ ભાવે સેવા આપી પ્રચંડ મહેનત, પ્રયત્ન, પ્રેમ અને લાગણી સાથે સીચેલ છે અને ગુજરાત ને ગૌરવ આપે તેવા કલાકારો ના નિઃસ્વાર્થ ફાળા દ્વારા યોજાયેલ દરેક ડગલો ના કાર્યક્રમો માં ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિ, ગુજરાતી કવિતા અને ગીતો દ્વારા અને ગદ્ય, અને નિષ્ણાત ભાષ્ય દ્વારા તેમજ ન્રીત્યનાટિકા ના માધ્યમ થી ગુજરાતી સાહિત્ય ને વાચા આપવાની કોશિશ થાય છે. ડગલો સરળ અભિવ્યક્તિ અને ભાષા પ્રશંસા માટે એક મંચ પૂરો પાડે છે. અને બંને ભાષાઓ, અંગ્રેજી અને ગુજરાતી, ઉપલબ્ધ હોવા છતાં, તે અનુભવ નું વર્ણન હું કરી નથી શક્તિ કે જે ભાષા માં તમે પહેલા શબ્દો શીખ્યા અને બોલ્યા, જે ભાષા માં તમે માં ને પ્રેમ થી સંબોધી, જે ભાષા માં તમે પહેલી વખત દુનિયા નો અનુભવ કર્યો, તેને ઘણા વર્ષો પછી વળી સાંભળવાનો નો લહાવો મળે ત્યારે હ્રિદય માં જે અદભૂત રોમાંચ થાય, જયારે કસુંબલ કાવ્યો નો રંગ ચડે, અને જે જલસો પડે તેનું વર્ણન કરવું મુશ્કેલ છે. વધારે માહિતી માટે ડગલો નો સંપર્ક સાધો at gujaratidaglo.wordpress.com .
ફરી પાછી કરાવી ડગલો એ માતૃભાષા સાથે ઓળખાણ
માત્ર એક જ હેતુ, ગુજરાતી સાહિત્ય અને કાવ્યો ને માણ
ગુજરાતી બોલ, ગુજરાતી વાંચ, લે ગુજરાતી ભાષા માં ગૌરવ
કમિંગ ને ગોઇંગ ને બદલે, બાળકો ને ક્યારેક ગુજરાતી માં બોલાવ
જે ભાષા માં પહેલી વાર મા સાથે મીઠી મીઠી વાતો કરી,
ભાન્દુડા સાથે લડાઈ કરી, ફરી બોલો તે ભાષામાં જરી
ભલે શીખો અંગ્રેજી ને ફ્રેંચ અને ફરો દેશ દેશાન્તેર
પણ માતૃભાષા ભૂલશો નહિ તે સુચના છે જરૂર
ડગલો ના બધા કાર્યક્રમો અતિ સુંદર રહ્યા છે. હમણા શ્રી ઝવેરચંદ મેઘાણીજી ની પુણ્યતિથિ નિમિતે અને ગુજરાત દિવસ ની ઉજવણી ના પ્રસંગે ડગલો ના પ્રતિભાશાળી કલાકારો દ્વારા કાવ્યો ની કદી ન વિસરાઈ તેવી રમજત માણી. મેઘાણી ના કાવ્ય ની દરએક પંક્તિ માં એટલો અર્થ ભરેલો છે, એટલી સુંદર લાગણીઓ દર્શાવી છે કે દરેક પંક્તિ કાવ્ય ની બહાર પણ પોતાની મેળે અડીખમ ઉભી રહી શકે છે. આ ખાસ પ્રસંગ ની યાદગીરી રૂપે અહી મેં તેમના ભિન્ન ભિન્ન કાવ્યો માં થી એંક પંક્તિ લઇ ને તેમાં ફક્ત બે ત્રણ શબ્દ બદલી અથવા ઉમેરી ને જે કલાકારોએ એમના કાવ્યો ને વાચા આપી તેમના નામ સાથે ઉમેરીને અહી લખી છે. જે મિત્રો આ પ્રસંગ ચુકી ગયા હોય તેઓ મેઘાણીજી ના આ કાવ્યો ને શોધી ને વાંચશો જરૂર. તેને માણો અને ફક્ત એક પંક્તિ ઉપરથી ઓળખી કાઢો તેમના કાવ્યને અને પછી ઓળખી કાઢો દરેક પંક્તિ માં જે જે નવા શબ્દો બદલાયા છે કે ઉમેરાયા છે તેને.
કર્ય રે વાણીયાણી તારા શબ્દ ના મૂલ
જાવા ધ્યો, સીલીકોન વેલી ના ઠાકોર
મારા કાવ્ય માં તારું થશે ખિસ્સું ડુલ
તમે મારા દેવ ના દીધેલ છો, અમેરિકા માં અમારા માગી લીધેલ છો
મેઘાણીજી તમારા કાવ્યો અમર થઇ ને રો
આભ માંથી ચાંદો રેલે ચાંદની, હે….. પાથરે જાણે કવિતાના ઓછાડ રે
મધરાતે હેતલબેન સંગીત ના સુર છોડતી
માધવીબેન હો! મુને થોડી ઘડી
તારો આપ અષાઢીલો કંઠ
ધીરા વાજે રે મીઠા વાજો,
ડીમ્પલ ભાઇ હો,
તમે ધીરા રે ધીરા ગાજો
હસતે મુખડે અસીમ રાણા
કાવ્ય માં જઈ સમાણા:
સંભળાવ્યા મેઘાણીજી ના ગાણા
My language journey and DAGLO, CA, Bay Area’s Desi Americans of Gujrati Language Origin
Posted by Darshana V. Nadkarni, Ph.D. in Gujarati: Fiction-Poems-Essays-Events on June 3, 2012
I was born in a small village called Bhanvad in Saurashtra Jilla, in the State of Gujarat, in India. My father referred to Bhanvad as the capital of the world and always advised us to keep alive Gujarati language and culture. Shortly after my birth, our family moved to Addis Ababa, capital of Ethiopia and my childhood passed there. Gujarati community, in Addis, had made a dedicated effort to keep Gujarati language and culture alive and ran a school with Gujarati as the medium of instruction. During the first decade of my life, my education took place completely in Gujarati, in our new adopted homeland. Additionally, I learned Amharic (the native language of Ethiopia). I loved Gujarati literature. After we moved to India, we were sent to a Convent school, which marked an instant and one hundred degree transition to English as the medium of instruction. I put up a brave revolt but eventually accepted the change. Thereafter, I adopted English language and became increasingly comfortable as I got immersed in English, as fish is comfortable in water. Gradually I fell in love with English literature and began to gain proficiency in it. Gradually, I began forgetting Amharic, as I learned some Marathi (language of the state of Maharashtra, in India), learned some French, and learned and loved Hindi (the national language of India). I continued to enjoy Gujarati as well but it was hard to continue to nourish the deep love for Gujarati language and literature. Deep love for the mother tongue that was born in the adopted land, in Ethiopia, did not stay alive as strongly in my motherland of India, during this period. After many years, once again, in my adopted country, USA, that became my own, the love for Gujarati language and literature, was reawakened through DAGLO. What is DAGLO? Literal translation of the word means a type of long shirt like clothing worn by men, in Gujarat, and the acronym stands for Desi Americans of Gujarati Language Origin. DAGLO’s tag line simply states “DAGLO means a humble effort to keep alive Gujarati language and culture”. This simple statement hides the enormous effort of many volunteers, the love and affection with which DAGLO has been nourished and the transformative effect it has on people like me.
With the contribution of enormous and multi-talented volunteers and artists, DAGLO conducts programs to share aspects of literature and culture, Gujarati poetry and prose through songs, expert commentary, as well as skits. Kudos to Pragnaji Dadbhawala for this massive effort, simply to provide a platform for expression and appreciation of the language. And despite the availability of both languages, English and Gujrati, I find it hard to describe what enormous treat it is after so many years, to experience once again language, literature, and poetry in a language in which one uttered one’s very first words, addressed loved ones, and made very first sense of the world around.
All of DAGLO’s programs have been awesome. But in the next blog, I will particularly share a little about the recent program on India’s respected Gujarati poet, Kavi Shri Zaverchand Meghani in Gujarati. See more information on DAGLO programs and on Gujarati literature at http://www.gujaratidaglo.wordpress.com
Reader Comments