Posts Tagged હૈયાને દરબાર

Gujarati: Discussion with Poet Vinodbhai Joshi: વિનોદભાઈ જોશી સાથે વાતચીત 


જિગીષાબેન અને પ્રજ્ઞાબેને કવિશ્રી વિનોદ જોશી જોડે સુંદર વાતચીત કરી, સુંદર સવાલ જવાબ કર્યા  અને તેમની કૃતિઓને વધાવી તેનું લિંક છે https://www.youtube.com/watch?v=Yb_aFiyghB0 . સુંદર સરસ્વતી પ્રાર્થના જેમાં કવિ માત્ર કાગળનો એક ખૂણો અને અક્ષરના અજવાળા માંગે છે તેનાથી થી કાર્યક્રમની શરૂઆત થઇ.  ભાષાના માધ્યમ ની પણ સીમા છે તે વિચાર એક માત્ર કવિ કે લેખક નું હૃદય જ કરી શકે. વિનોદભાઇએ સમજાવ્યું કે લેખક અથવા કવિએ તે પ્રયત્ન કરવાનો રહે છે કે ભાષા ને એ સ્વરૂપે વ્યક્ત કરવી કે તે શબ્દો દ્વારા તેમાંની વેદના કે હર્ષ બીજાના હૃદય સુધી પહોંચી શકે. તે વિશેના તેમના મનોમંથન નું તેમણે સુંદર આલેખન કર્યું. માનવી એકમેકથી દૂર વસતા હોય છતાં પણ ભાવ ઘણીવાર સમાન હોય છે અને જે વસ્તુ થી હર્ષ અથવા પીડા અનુભવે છે તે ઘણીવાર એક સમાન હોય છે. સર્જક જો એ ભાવ ને પકડી અને વ્યક્ત કરી શકે તો તે સનાતન તત્વ દરેક સાંભળનારાઓને સ્પર્શે છે. 

વિનોદભાઇએ જે વાત મહાભારતમાં વ્યક્ત નથી થયેલી તેને કેવી રીતે તેમણે તેમની રચનામાં વ્યક્ત કરવાનો પ્રયત્ન કર્યો છે તે વિષે વાત કરી. દ્રૌપદીને જે બોજ વેઠવામાં આવ્યો છે તે બોજ ને તેમણે બીજા કોઈ પાત્ર ના આધાર વગર એક સ્ત્રીના વ્યક્તિત્વને આધારે તેમની રચનામાં વ્યક્ત કર્યો છે. તેમની રચના ઉપર ઘણા નાટ્ય પ્રયોગ પણ થઇ ચુક્યા છે અને ગુજરાતીમાંથી બીજી ભારતીય ભાષાઓમાં પણ અનુવાદ થઇ ચુક્યા છે. જિગીષાબેને સરસ સવાલ કર્યો કે તે લખાણ ને કેવી રીતે અને ક્યારે ગોઠવામાં આવે તો તે ગાઈ શકાય તેમ લયબદ્ધ બને છે? કવિશ્રીએ સરસ રીતે સમજાવ્યું કે માત્ર વાક્યોમાં જ નહિ પણ દરેક શબ્દ માં પણ શક્તિ છે અને દરેક શબ્દ ની પસંદગી પણ મહત્વની છે. દરેક શબ્દમાં તેનું પોતાનું સંગીત છે. બોલવામાં પણ વ્યક્તિ લય બદલે છે અને તે રીતે તેમાં સાંભળનારનો રસ જાળવી રાખી શકે છે. સંગીત માં તાલ કૃત્રિમ છે, તે સુબદ્ધ છે. તાલ એ ટાઈમ મેનેજમેન્ટ નું કામ કરે છે. પરંતુ લય નૈસર્ગીક છે. લય અનિયંત્રિત છે; અનિયમિત છે. તેથીજ લય ની સમજ માત્ર તાલીમ લેવાથી નહિ પરંતુ નાનપણમાં ખુબ સંગીત સાંભળવાથી કેળવાય છે.

વિનોદભાઇએ તેમની સુંદર રચના હૈયાને દરબાર વિષે વાત કરી. તે રચના નીચે મુકેલી છે. તેમણે એ રીતે લય મૂકીને તે રચના દર્શાવી છે કે સીધી સાંભળનારના દિલને સ્પર્શી જાય છે.

હૈયાને દરબાર

આપી આપીને તમે પીંછું આપો સજન !
પાંખો આપો તો અમે આવીએ …

ચાંદો નીચોવી અમે વાટકા ભર્યા
ને એને મોગરાની કળીએ હલાવ્યા,
આટલા ઉઝરડાને શમણું ઓઢાડી
અમે ઊંબરની કોર લાગી લાવ્યાં

આપી આપી ને તમે ટેકો આપો સજન !
નાતો આપો તો અમે આવીએ…

કાગળમાં કાળઝાળ રેતી વિંઝાય
અને લેખણમાં બેઠી છે લૂ;
આંગળિયું ઓગળીને અટકળ થઈ જાય
અમે લખીએ તો લખીએ પણ શું ?


આપી આપીને તમે આંસું આપો સજન !
આંખો આપો તો અમે આવીએ ….

અમુક રચના તેઓ એ ગાતા ગાતા લખી છે અને લોકગીતો જોડે પણ તેમનું અનોખું બંધાણ છે તે તેમની રચના “હે જી મારુ ભણતર ભુલાવો મારા સાયબા, કાઢો મુને ઉછીની બારાખડીની બહાર રે” માં દેખાય છે. તેમણે ઢોર ચારવાનું અને ખેતીનું કામ પણ કરેલું છે અને કદાચ તેથીજ તેમની રચનાઓ, તીક્ષ્ણ દ્રષ્ટિ અને અનોખા શબ્દોના સહારે, આપણા દિલ ને ભાવવિભોર કરી નાખે છે.

જિગીષાબેને સુંદર પ્રશ્ન કર્યો કે એક સર્જક પોતાના સર્જન થી ક્યારે સંતુષ્ટ થાય છે? જોશી સાહેબે સમજાવ્યું કે ભાવ થી વધારે વ્યક્તિ પાસે કાંઈ  નથી. પણ તેજ ભાવ ને શબ્દ માં વ્યક્ત કરવામાં આવે ત્યારે તે ભાવ સીમિત થઇ જાય છે અને સર્જક ને ક્યારેય પૂર્ણ સ્વરૂપે સંતુષ્ટિ મળતી નથી. તેમણે કહ્યું કે, હું રચના લખું ત્યારે મારી ઈચ્છા હોય છે કે મારો શબ્દ એવી પીડા કે એવો આનદં લઈને આવે કે મારા ભાવજ વાંચનારા કે સાંભળનાર સુધી પહોંચે, ભલે કદાચ શબ્દો તેને યાદ પણ ન રહે. શબ્દ નું કામ છે એક ટપાલીનું, ભાવ ને વાચક ના દિલ સુધી પહોંચાડવાનું અને હું તે ભાવ ને વ્યક્ત કરવાની મથામણ માં રાચું છું.

પ્રજ્ઞાબેને સુંદર નોંધ કરી કે જોશી સાહેબ તેમના શબ્દોને વહેતા મૂકી દ્યે છે પણ કોપી રાઈટ વગેરે કરીને અધિકાર જમાવતા નથી. કવિશ્રીએ સુંદર રીતે સમજાવ્યું કે, હું ભાષા લઈને જન્મ્યો નથી. હું હલનચલન અને ધ્વનિ લઈને જન્મ્યો છું. હું ધ્વનિ ને સંગીત દ્વારા વિકસાવી શકું કે હલનચલન ને નૃત્ય માં વિકસાવી શકું તે જ પૂરતું છે.  તેમણે કહ્યું કે ભાષા મારુ કર્મ નથી. એ દેશ જ્યાં કાલિદાસ અને ટાગોર આવ્યા છે, તેમાં વિનોદભાઇ જોશી જેવા ઉચ્ચ સ્તરના કવિઓ અને લેખકો સાહિત્યિક પ્રવૃતિઓ દ્વારા ચાર ચાંદ લગાવે છે પરંતુ કોપીરાઈટ નો આગ્રહ રાખતા નથી તે પણ ભાષાપ્રેમીઓના નશીબ છે. જિગીષાબેને પ્રશ્ન કર્યો કે ક્યારેક તેઓ એવા અઘરા અથવા ખુબ વપરાશમાં ન હોય તેવા શબ્દો વાપરે છે તો સાથે ફૂટનોટ આપવી જરૂરી ગણાય? કવિશ્રીએ સમજાવ્યું કે શરૂઆતમાં દરેક શબ્દ માત્ર ધ્વનિ જ છે. નવી ભાષામાં નવા શબ્દો સાંભળીએ ત્યારે તે પણ માત્ર ધ્વનિ જ હોય છે. અને છતાં ક્યાં અને ક્યારે દર્શાવાય તેના આધારે અજાણતા શબ્દો પણ ભાવની પ્રતીતિ કરાવી દેતા હોય છે. તો શબ્દોને હંમેશા સમજાય તેવા  અર્થના સંદર્ભમાં જ મુકવા તેવું જરૂરી નથી. શબ્દ ન સમજાય તો પણ ભાવ સ્પર્શી જાય તો કવિ કર્મ પૂરું થયું. આપણે તો જાણીએ છીએ કે ક્યારેક સુંદર ગઝલ સાંભળીએ ત્યારે કોઈક શબ્દોનો અર્થ ન જાણતા હોવા છતાં મર્મ સમજાય જાય છે અને તે ગઝલ આપણા હૃદય ને સ્પર્શી જાય છે. ઉપરાંત કવિશ્રીએ તે પણ સમજાવ્યું કે આપણે હંમેશા એક ભાષા બોલતા હોઈએ ત્યારે તે ભાષાની જે પરિચિતતા કેળવાય જાય છે, તે કોઠે પડી જાય છે.  પણ જયારે કોઈક ઓછા વપરાતા, અનોખા શબ્દોને આધારે ભાવ વ્યક્ત કરીએ તો તે સાંભળનારાઓના હૃદય ને અનોખી રીતે સ્પર્શી જાય છે. તેના ઉદાહરણ રૂપે તેમણે નીચેની જાણીતી રચના નો ઉલ્લેખ કર્યો તે નીચે મૂકીને વિરુમુ છું. 

કૂવા કાંઠે ઠીકરી જેમ ઘસી ઊજળી થાય
મોરબીની વાણિયણ મચ્છુ પાણી જાય

આગળ  રે મોરબીની વાણિયણ
પાછળ રે મોરબીના રાજા ઘોડાં પાવા જાય

એ… કહે રે વાણિયાણી તારા બેડલાંના મૂલ
હે તારા બેડલાંના મૂલ

, , , , , ,

Leave a comment

%d bloggers like this: