Posts Tagged ટહુકો

“એક રાધા, એક મીરા” (ek Radha, ek Meera) – ટહુકો યોજિત સંગીત કાર્યક્રમ


 

કેલિફોર્નિયા ના  બે એરિયા માં રહેવાનો લ્હાવો કૈક ઔર જ છે. અવાર નવાર ગુજરાતી સાહિત્ય અને સંગીત નો રસમય પ્રસાદ મળતો જ રહે છે અને પેટ ભરાઈ જવાની બદલે ભૂખ ઔર વધી જાય છે.

IMG_20170507_175103048તાજેતર માં બે સુંદર કાર્યક્રમ ઉજવાયા।  ટહુકો દ્વારા યૌજાયેલ “એક રાધા, એક મીરા” કાર્યક્રમ માં હેતલબેન બ્રહ્મભટ્ટ અને આનલબેન અંજારિયા એ તેમના સુંદર સાથી કલાકારો, મુકેશભાઈ કાણકિયા, તબલા ઉપર નિખિલ પંડ્યા, અને કીબોર્ડ સાથે સાથે કૃષ્ણ ની વાંસળી નો મીઠો મધુરો અવાજ લાવનાર અનીસ ચંદાની જોડે એવી શ્રી કૃષ્ણ યાત્રા કરાવી કે જાણે ઘર બેઠાજ સ્વર્ગ હાસિલ થઇ ગયું. MC દીપલ પટેલ ની કોમેન્ટ્રી એટલી સુંદર અને સંવેદનશીલ હતી કે જાણે બસ સાંભળતાજ રહીએ.

શ્રી કૃષ્ણ સર્વવ્યાપી છે, પ્રેમનું જ સ્વરૂપ છે અને લાખો ગોપીઓના હૃદય માં વસે છે. પણ તેમના હૃદય ની રાણી કોણ છે ? પુરુષોત્તમ ઉપાધ્યાય નું સ્વરાંકન કરેલ, સુરેશ દલાલ લિખિત હૃદયસ્પર્શી ગીત “કાન તને રાધા ગમે કે મીરા” થી કાર્યક્રમ ની શરૂઆત થઇ. અને પછી સાંભળ્યું રમેશ પારેખ લિખિત, અમર ભટ્ટના સ્વરાંકનમાં “આજ મને મોરપીંછ ના શુકન થયા“.

IMG_20170507_175126753કાનજી તો જગતના નભ સમાન અને તેમના ચરણ પર્વતના શિખર ને આંબે પણ નભમાં ચાંદની ફેલાવનાર, પર્વતની કેડી ચડનાર તો રાધા જ ને? કવિ શ્રી પ્રિયકાન્ત મણિયાર નું આ સુંદર ગીત હેતેઅલબેન અને આનલબેન ના અવાજ માં સાંભળીને માખંડનું પિંડ પીગળે તેમ કૃષ્ણ પ્રેમમાં પીગળતી રાધા જોડે પ્રેક્ષકો કૃષ્ણપ્રેમ માં પીગળતા ગયા.

રાધા કૃષ્ણ ના રીસામણા મનામણાં માં આપણ ને રાધાના અવિરત પ્રેમ ની પ્રતીતિ દેખાય છે તો મીરા ની અપ્રતિમ ભક્તિ માં વિરહની વેદના છુપાયેલ મળે છે. એક છે પ્રેમ દીવાની તો બીજી દર્શન ની દીવાની. વેદનામાં ઘણું સર્જાય છે તેમ મીરા ની ભક્તિ અને તેની તરસ માંથી ગુજરાતી સાહિત્ય ને ખુબ અજોડ ભેટ મળી છે. જયારે હેતલબેને હરિશ્ચંદ્ર જોશી ના સ્વરાંકન માં, રમેશ પારેખ લિખિત કાવ્ય “ગઢને હોંકારો તો કાંગરાયે દેશે પણ ગઢ માં હોંકારો કોણ દેશે”  ગાયું ત્યારે મીરા ની વેદના પ્રેક્ષકો ના હૃદયસોંસરવી નીકળી ગઈ.

મીરાની વેદના ને ઉત્તમ સાહિત્ય અને કાવ્યો થી દર્શાવાય છે ત્યારે રાધાના પ્રેમ માં ક્યારેક તેની નિખાલસતા, ભોળપણ, અને પ્રેમ ની સાદગી નો પ્રતિભાવ ઉપસે છે. કવિ મુકેશ જોશી ની રચના, આસિત દેસાઈ ના સ્વરાંકન માં, હેતલબેને સંભળાવી તે માણો।

હરિનો કાગળ આવ્યો આજ !
જાણે મારા હાથને ઝાલ્યો, એવી આવે લાજ !
હરિનો કાગળ આવ્યો આજ !

હરિ લખે એ વાંચી જાવા આંખો ક્યાંથી લાવું ?
હું તો સાવ અભણ કોની પાસે જઈ વંચાવું ?
કાગળને પણ કંઠ હોત તો થોડો હોત અવાજ !
હરિનો કાગળ આવ્યો આજ !

અક્ષર સાથે છેટું એ શું નથી જાણતા હરિ ?
કાગળ પણ લખિયો તો લખિયો પાનેપાનાં ભરી !
મને ભરી જો હોત હેતથી, કેવા કરતી સાજ !
હરિનો કાગળ આવ્યો આજ !

કાગળનો છે અર્થ, હરિ પણ સ્મરણ કરે છે મારું,
હુંય હરિને ગમું અહો એ લાગે કેવું સારું !
હરિ તમે જાતે આવીને હેલ ઉતારો રાજ !
હરિનો કાગળ આવ્યો આજ !
“હરિનું કાગળ આવ્યું આજ, આંખો ક્યાંથી લાવું”

હજી પણ જો પ્રેક્ષકો ની આસ અધૂરી રહી ગઈ હોય તો મુકેશ જોશી નું નીચેનું કાવ્ય સાંભળીને કૃષ્ણ રાધાનો પ્રેમ નું આલિંગન અનુભવી રહ્યા.

હરિ પધાર્યા મારે ઘેર
“આવો” કહુ એ પહેલા બોલ્યા , લે મારુ આલિંગન પહેર…
જ્રરક હુ શરમાઇ ગઈને લગીર આઘે ભાગી
કદી નહીને આજ પવનની પગને ઠોકર વાગી
પડતાં પડતાં બચી હરિએ જાલી મારી કેડ… હરિ પધાર્યા મારે ઘેર
શેનાથી હુ કરુ સ્વાગતા દડદ્ડ ઝરતાં નેણ
હરિ જ મારુ સ્વાગત કરતાં બોલ્યા મીઠાં વેણ
“જો તારા માટે લાવ્યો છુ હુ વેણીની સેર..
હરિ પધાર્યા મારે ઘેર
પછી હરિએ આંખ વચાળે બેસાડી તે બેઠી
પછી હરી તો ગયા કરીને અડધી પડધી એઠી
રાજ્મહેલ શી ભવ્ય થઈ ગઈ કાલ હતી ખંડેર.. હરિ પધાર્યા મારે ઘેર

રાધા કૃષ્ણ નો પ્રેમ જેટલો ગાઢ છે, ઓની કોર તેવી જ અગમ્ય અને ગહન મીરા ની વિરહ વેદના છે જે ભગવતી કુમાર શર્મા ના કાવ્ય, આલાપ દેસાઈ ના સ્વરાંકન માં તેઓએ ગાયેલ નીચેના કાવ્ય માં દેખાય છે.

આ પા મેવાડ, અને ઓલી પા દ્વારિકા,
વચ્ચે સૂનકાર નામ મીરાં
રણકી રણકીને કરે ખાલીપો વેગળો,
હરિના તે નામના મંજિરા
બાજે રણકાર નામ મીરાં…

IMG_20170507_191323574પ્રેમાળ આલિંગન રાધાના શણગાર બન્યા અને ભક્તિ ને સન્યાસ મીરા ના શણગાર બન્યા અને પ્રેમ ને ભક્તિ વચ્ચે તો આખી દુનિયા સમાયેલી છે ને? હેતલબેન અને આનલબેને તેમના સાથી કલાકારો જોડે અલોકિક પ્રેમ અને અગમ્ય ભક્તિ ના રસબોળ ગીતો પીરસીને પ્રેક્ષકો ને  ભીંજવી જ નાખ્યા। પણ એ બધી તો રાધા અને મીરા ના પ્રેમની વાતો. કૃષ્ણ ના પ્રેમ નું શું? હરીન્દ્ર દવે લિખિત આ કાવ્ય હેતલબેન ના અવાજ માં સાંભળીને જાણે એમ થયું કે મન ની સઘળી આશા પુરી થઇ ગઈ.

અધરાતે મધરાતે દ્વારકાના મહેલ મહીં,
રાધાનું નામ યાદ આવ્યું,
રુક્મિણીની સોડ તજી ચાલ્યા માધવ
બંધ દરવાજે ભાન ફરી આવ્યું. દ્વારકાના દરિયાનો ખારો ઘૂઘવાટ
દૂર યમુનાના નીરને વલોવે
સ્મરણોનું ગોરસ છલકાય અને માધવની
આજને અતીતમાં પરોવે. કેદ આ અજાણી દિવાલોમાં, જાણીતી
કુંજગલી કેમ કરી જાવું ? રાધાના નેણની ઉદાસીના કેફ તણી
ભરતી આ ગોકુળથી આવે
મહેલની સૌ ભોગળને પાર કરી માધવના
સૂનમૂન હૈયાને અકળાવે ભીતર સમરાંગણમાં ઉભો અર્જુન
એને કેમ કરી ગીતા સંભળાવું ?

Advertisements

, , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,

2 Comments

ટહુકો યોજિત “અમર ગુર્જરી” અવસર – program by tahuko.com


ટહુકોના સુંદર પ્રોગ્રામમાં માતૃદીને માને અને માતૃભાષાને બંનેને વધાવ્યા।  જયશ્રીબેન ભક્તાએ સુંદર કોમેન્ટ્રી આપી અને  મનોજ ખંડેરિયા ની સુંદર ગઝલ થી શરૂઆત કરી. રસમ અહીની જુદી, નિયમ સાવ નોખા, અમારેતો શબ્દોજ કંકુ ને ચોખા”.  અને આમ અમર ગુજરાતી વારસાનો અમુલ્ય વૈભવ માણવાની થઇ શરૂઆત.

wpid-20150510_180220-1.jpgહેતલબેન ભ્રમભટ, આણલબેન અંજારિયા, અચલભાઈ અંજારિયા, અને વિજયભાઈ ભટ ના સુંદર સ્વરોથી શરૂઆત થયી આ ગીત થી ગુણવંતી ગુજરાત અમારી, નમીએ નમીએ માત અમારી”.  જયશ્રીબેને અમર ત્રિપુટી શ્રી અનીલ જોશી, મનોજ ખંડેરિયા અને રમેશ પારેખના સુંદર પરિચય આપતા આ ગઝલ સંભળાવી “શ્રી સવા બારણે લખ્યા કર તું, શબ્દોથી બીજું શું સવાયું છે; તારે કાજે ગઝલ મનોરંજન, ને મારે માટે તો પ્રાણવાયું છે .

ઘણી ખરી ગઝલો પ્રેમ સબંધ ઉપર લખાયેલી હોય છે.  હેતલ બેને રમેશ પારેખ લિખિત “સાવરિયો રે મારો, હું તો ખોબો માગું ને દઈ દે દરિયો” સંભળાવ્યું તે પહેલા જયશ્રીબેને આ ગઝલ સંભળાવી “ફક્ત એકજ ટકો પુરતો છે મહોબત્તમાં, બાકીના નવાણું ટકા ખર્ચી નાખ હિમત માં”.  અચલભાઈ અંજારિયા એ મનોજ ખંડેરિયા નું આ ગીત સંભળાવ્યું “ઓ ખુદા, હાથ માં કારોબાર રાખ્યો તે, ને મને બારોબાર રાખ્યો તે” અને તે પછી થોડી ગમ્મત પણ થયી કે કોણ હાથમાં કારોબાર રાખે છે.  પતિ પત્ની વચ્ચે તો આનો ફેસલો થઇ જ ચુક્યો હશે.  

વિજયભાઈ એ મસ્ત ગઝલ ગાયી “શ્રધાનો હો વિષય તો એમાં પુરાવાની શી જરૂર, કુરાનમાં તો ક્યાંય પૈગમ્બેરની સહી નથી”.   રમેશ પારેખ અને અનીલ જોશીએ કરેલું સહિયારું સર્જન સંભાળવા મળ્યું, આનલ બેન ના અવાજમાં આ સુંદર ગીત માં “હે ડેલીએ થી પાછા માં વળજો હો શ્યામ, મેં તો થાલા દીધા છે મારા બારણા”.   કેટલી સુંદર અભિવ્યક્તિ છે! ગિરધાર ગોપાલ માટેના મીરાની મનોદશા ના કાવ્યો તો ઘણાએ લખ્યા પણ આ ગીત જે અચલ ભાઈએ ગાયું તેમાં રમેશ પારેખે રાણાની મનોદશા દર્શાવી છે “ગઢને હોંકારો તો કાંગરા યે દેશે, પણ ગઢમાં હોંકારો કોણ દેશે, રાણાજી, તને ઉંબરે હોંકારો કોણ દેશે”? કૃષ્ણ અને મીરા ના પ્રેમગીત ની રમઝટ ચાલતી હોય અને તેમાં તબલાની રમઝટ અને સુંદર વાંસળી સંભાળવા મળે તો તો આ દિવ્ય પ્રેમ માં પણ ચાર ચાંદ લાગ્યા હોય તેવું વાતાવરણ સર્જાય જાય.  ડીમ્પલ ભાઈ પટેલે તબલા ઉપર અને અનીસ ચંદાની એ વાંસળી સાથે તેવું સુંદર દ્રશ્ય ખડું કરી દીધું કે પ્રેક્ષકો જાણે સાંભળતા જ રહી ગયા.

સખા સખીની વાત કરતા પણ ક્યારેક બે સખી ની વાત દિલને હસાવી જાય છે.  હેતલબેન અને આણલ બેને માધવ રામાનુજ લિખિત બે સખીની વાતોનું ગીત ગાયને મહેફિલને મસ્તીમાં તરબોળ કરી દીધા; “સૈયર, તારા કિયા છૂંદણે મોહ્યો તારો છેલ, કહેને !”  બહુ હાસ્ય પછી રુદન જ આવે ને?  વિજયભાઈ એ શેખડીવાલાની આ ગઝલ ગાયને વતનપ્રેમીઓ ની આંખમાં આંસુ લાવી દીધા “પરદેશમાં વસ્યો છતાં જીવ્યો વતન સ્મરણ માં”.  આપણી જ વાતોએ આપણને રડાવી દીધા.

બાલમુકુંદ દવે લિખિત નીચેના ગીતની આનલ બેન અને અચલ ભાઈ એ એવી સુંદર રીતે રજૂઆત કરી અને મને એટલું ગમ્યું કે આખું ગીત અહી પ્રસ્તુત કરું છું.

સીમને સીમાડે તને જોયો મારા બંદા !
        પ્રીતચિનગારી પહેલી જોઇ જી જોઇ જી.
એકલ બપોરે તને જોઇ મારી રાણી !
        અક્કલપડીકી મેં તો ખોઇ જી ખોઇ જી.
આંબલાની હેઠ ગોઠ કીધી મારા બંદા !
        હરખની મારી હું તો રોઇ જી રોઇ જી.
હોઠની ધ્રુજારી તારી પીધી મારી રાણી !
        હેતભીની આંખ મેં તો લોઇ જી લોઇ જી.
કંથમાં ગૂંચાણી મૂંગી વાણી મારા બંદા !
        નજરુંમાં નજર મેં પ્રોઇ જી પ્રોઇ જી.
વણબોલ્યા કોલ લીધા-દીધા મારી રાણી !
        તાંતણે બંધાયાં ઉર દોઇ જી દોઇ જી.
આંબલાની મેર ઝૂક્યો તુંય મારા બંદા !
        ફેર ફેર મોહી તને જોઇ જી જોઇ જી.
ઉરધબકાર એકતાર મારી રાણી !
        ઊઠતા ઝંકાર એક સોઇ જી સોઇ જી.
                 .. સોઇ જી સોઇ જી.

English: Peacock feather

English: Peacock feather (Photo credit: Wikipedia)

ખ્યાતી ભ્રમભટ અને શિવાની દેસાઈ એ રમેશ પારેખ અને મનોજ ખંડેરિયા ની ગઝલો પ્રસ્તુત કરી.  માં ને વધાવતા ખ્યાતીએ આ શેર સંભળાવ્યો “જયારે શરત લાગી હતી દુનિયાને વર્ણવવાની, ત્યારે તેઓ ડીક્ષનેરી અને ગુગલ લઈને બેઠા અને મેં કોરા પાને એકજ શબ્દ લખ્યો, માં”.  વિજયભાઈ એ રમેશ પારેખ લિખિત એવી કવિતા જેમાં કવિની સંવેદનાનો આભાસ થાય તે ગાયી “સાવરે સુકા ઝાડ ને જોઇને એમ થયું કે ચાલ હું લીલું પાંદડું બની વળગી પડું”.   અને આણલ બેને રમેશ પારેખ લિખિત મીરા નું ગીત ગાયું “આજ મને મોરપિચ્છ ના શુકન થયા સખી”.  જયશ્રીબેને સૈફ પાલનપુરીનો શેર સંભળાવીને સૌને લાગણીવિભોર કરી દીધા “આ વિરહની વાત છે, તારીખનું પાનું નથી.  અહી દિવસ બદલાય તો યુગ બદલાય છે”.  હેતલ બેને ભગા ચારણ ની રચના પ્રસ્તુત કરી “હે ઓધાજી રે મારા વાલા ને વઢી ને કેજો જી”.  અચલ ભાઈએ રમેશ પારેખની મસ્તીવાળી રચના સંભળાવી “એક છોકરી ન હોય ત્યારે કેટલાં અરીસાઓ સામટા ગરીબ બની જાય છે”

વિજયભાઈ એ બેફામ ની ગઝલ ગાયી “જીવન જેવું જીવું છું તેવું કાગળ પર ઉતારું છું, ઉતારું છું પછી થોડું ઘણું તેને મઠારું છું, ફરક તારા અને મારા વિશે છે એટલો જાહિદ, વિચારીને તું જીવે છે હું જીવીને વિચારું છું” ત્યારે એમ થયું કે આવા સુંદર કાર્યક્રમમાં જીવીને કૈંક તો વિચારવા જેવું મળ્યું.  માતૃદિન ના દિવસે આવી સુંદર રચનાઓ સાથે માતાની વંદના થયી “મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ સખી! નહીં જડે રે લોલ”.

wpid-20150510_181156-1.jpgબે એરિયા ના આ શ્રેષ્ઠ કલાકારોએ માતૃદિન નિમિતે આટલો સુંદર માતૃભાષાનો જલસો પીરસ્યો કે પ્રેક્ષકો હમેશા યાદ કરતા રહેશે.  મહેન્દ્રભાઈ મેહતા, પ્રતાપભાઈ પંડ્યા અને બીજા પુરસ્કર્તાઓ ને પ્રોત્સાહન બદલ આભાર.
ઉત્તમ ગાનારા કલાકારોને અનીસ ચંદાની એ વાંસળી અને કીબોર્ડ ઉપર જોરદાર સાથ આપ્યો।  તે 40 વાંસળી લઇ ને આવેલા અને ગીત પ્રમાણે વાંસળી પસંદ કરતા હતા.  વિજયભાઈ ભટ લોસ એન્જલેસ થી આવેલા અને હર્મોનિઅમ વગાડવા ઉપરાંત થોડા ગીતોનું સ્વરાંકન પણ તેમણે કરેલું.  ડીમ્પલ ભાઈ પટેલ ને તબલા ઉપર તો જાણે સાંભળતાજ રહીએ.

wpid-20150510_180220-2-1.jpgડીમ્પલ ભાઈ બીજા બે પ્રોગ્રામ લઈને આવી રહ્યા છે અને બની શકે તો ચુક્સો નહિ.  12 જુન ના “દિલ તો પાગલ હૈ” પ્રોગ્રામ માં હિન્દી ચલચિત્રના 90s ના યાદગાર ગીતો ની રમઝટ માણવા મળશે.  અને જુલાય 11 ના “નયન ને બંધ રાખીને” પ્રોગ્રામમાં શ્રી મનહર ઉધાસ ની લોકપ્રિય ગઝલો માણવાનો જલસો મળશે.  વધારે વિગત માટે આ ઈમૈલ pen me a line at yahoo દ્વારા  મારો સંપર્ક કરી શકો છો.

, , ,

Leave a comment

ટહુકો દ્વારા પ્રસ્તુત “મનપાંચમ ના મેળા માં”


આવતા રવિવારે તા. મે 18 ના “મનપાંચમ ના મેળા” માં આવવાનું ચૂકશો નહિ.  ગુજરાતી કલ્ચરલ એસોસીએશન સાથે ટહુકો ફાઉનડેશન દ્વારા પ્રસ્તુત પ્રોગ્રામ માં રમેશ ભાઈ પારેખ ના કાવ્ય સંગ્રહ નો લહાવો માણવા મળશે।  કદાચ રમેશભાઈ નું નામ તમે ન સાંભળ્યું હોય તો તેમના કાવ્યો ને તો માણ્યા જ હશે.

English: Gujarati (ગુજરાતી) in Gujarati Script...

English: Gujarati (ગુજરાતી) in Gujarati Script. Created in Aakar Gujarati Font under GPL license. (Photo credit: Wikipedia)

રમેશ ભાઈ નો કાવ્ય સંગ્રહ વિરાટ છે.  તેમણે કવિતા, ગીત, ગઝલ, સોનેટ, બાલ કવિતાઓ, મીરાં કાવ્યો લોકગીતો તથા ભજનોને પોતે રચ્યા પણ છે અને પોતીકા અવાજ માં પ્રસ્તુતપણ કર્યા છે. તેમની અનેક રચનાઓ લયબદ્ધ થયેલી છે.   તે ઉપરાંત તેમણે બાલ કથાઓ, ચિંતનાત્મક લેખો, સંપાદન, વાર્તાસંગ્રહ, અને નાટક પણ રચ્યા છે.  નર્મદ સુવર્ણ ચંદ્રક , રણજિતરામ  સુવર્ણ ચંદ્રક, દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર, ગિજુભાઈ બધેકા સુવર્ણચંદ્રક, કલાગૌરવ સુવર્ણચંદ્રક, ગુજ. રાજ્ય ફિલ્મ એવોર્ડ, ક્રિટીક્સ એવોર્ડ અને અન્ય ઢગલlબંધ પુરસ્કારો તેમને મળી ચુક્યા છે.  આવા મોટા કવિ પાસે થી તો “ખોબો મળે” તો ધન્ય થઇ જવાય પણ “દઈ દે દરિયો” એ અપણા સદભાગ્ય.

બે એરિયા ના આપણા મન ગમતા કલાકારો ગીતો ની મહેફિલ સજાવશે.  આનલ બેન અંજારિયા, હેતલ બેન ભ્રમભટ્ટ, પલક બેન વ્યાસ, અચલ અંજારિયા, અને વિજય ભાઈ ભટ્ટ ને સાથ આપશે, તબલા પર ગુરદીપ ભાઈ હીરા અને કીબોર્ડ પર વિકાસ ભાઈ સાલવી।

ટીકીટ માટે જયશ્રી બેન ભક્તા નો સંપર્ક સાધો ફોન 415-566-8977 અને jbhakta@tahuko.com .  “ગાતાં ખોવાઇ ગયું એ ગીત હવે મળશે” આ “મનપાંચમ ના મેળા માં”?   તમને આવવાનું આ ભાવભીનું આમંત્રણ છે.  વધારે શું કહીએ,”શબ્દની બેડી પડી છે જીભમાં, શું બોલીએ?”

Enhanced by Zemanta

, , , , , , , , , , , , , , ,

Leave a comment

%d bloggers like this: