પ્રેમચંદ મુન્શી ની વાર્તા નિર્મલા ની સમીક્ષા – #Gujarati & English Review of Premchand Munshi’s Nirmala


પ્રેમચંદ મુન્શી ની વાર્તા “નિર્મલા” ધારાવાહી ની સમીક્ષા

Munshi Premchand: a prolific Indian writer – EDUpub

પ્રેમચંદ મુન્શી હિન્દી સાહિત્યના ખુબ મોટા અને જાણીતા સાહિત્યકાર રહ્યા છે. તેઓ એક નિષ્ણાત અને વિશેષજ્ઞ વાર્તાકાર છે અને તેમની વાર્તાઓ ધારાવાહી સ્વરૂપે યૂટ્યૂબ માં જોઈ શકાય છે. વાર્તામાં બોધ હોય તે બાળકોને ગમે પણ મોટાઓને તેવી વાર્તાઓ પસંદ ન પડે. પરંતુ મુન્શીજી એ પ્રકાર ના વાર્તાકાર છે કે તેમની વાર્તામાં બોધ હોય પરંતુ તેઓ ક્યારેય તે બોધ ને સમજાવતા નથી. વાંચનાર પોતાની મેળે અને પોતાની સમજ પ્રમાણે પુરેપુરો બોધ તારવે કે થોડો તારવે કે જરાય નહિ તે વાંચનાર ઉપર છે.

નિર્મલા કરીને તેમની વાર્તા છે જેમાં એક 45 જેટલી ઉંમરના વિધુર એક નાની 17વર્ષ જેવડી કન્યા જોડે વિવાહ કરે છે અને આર્થિક મુશ્કેલી માં પડેલી મા તે વિવાહ કબુલ કરે છે. આ સાન 1925માં લખાયેલ આ વાર્તામાં તેમની સુધારાવાદી કાર્યસૂચિ દેખાય છે. લગ્ન કરનાર વિધુર ના 5, 8 અને 15 વર્ષ જેવડા ત્રણ છોકરા છે. નિર્મલા વિધુર જોડે ખુબ વિનયથી વાત કરે છે પણ તેમનાથી અળગી રહે છે. ત્રણ છોકરાઓની તે ખુબજ સંભાળ રાખે છે અને ત્રણેય છોકરાઓ તેને મા કહીને સંબોધે છે. છોકરાઓ જોડે નિર્મલા નો સબંધ ઔપચારિક નથી અને સરખી ઉમર ને કારણે તેઓ એકબીજા જોડે ચર્ચા અને મસ્તી મજાક કરે છે અને 15 વર્ષના છોકરા પાસે નિર્મલા અંગ્રેજી શીખે છે. પોતાના 15 વર્ષના છોકરાને નિર્મલા સાથે જોઈને વિધુરને ઈર્ષા આવે છે અને તે છોકરાને હોસ્ટેલ માં મોકલે દ્યે છે જ્યાં પૌષ્ટિક આહાર ન મળવાથી અને બીમારીમાં બરોબર સારવાર ન મળવાને કારણે છોકરો જીવન મરણ વચ્ચે જોલા ખાય છે. ત્યારે વિધુર નિર્મલા ને આજીજી કરે છે કે તું છોકરાની જોડે કૈક વાત કર અને હોસ્પિટલ ના કાર્યકર્તાઓને કહે છે કે આ તેની મા છે. વિધુર ના એ બે વાક્યમાં કરુણા વહે છે અને વાચકો તારવી શકે છે કે વિધુર છોકરો ગુમાવવાની અણી ઉપર આવ્યા છે અને તેમને પોતાની ભૂલો સમજાય છે.

1920 થી 1940 ના સમય દરમ્યાન ભારતીય સમાજ માં સુધારાવાદી પરિવર્તન ની જરૂર હતી તે મુન્શીજી ની વાર્તાઓ માં દેખાય છે. બોધ આપ્યા વગર, સામાજિક માન્યતાઓ, ધોરણો અને સામાજિક વાતોને મુન્શીજી એ પ્રમાણે રસિક રીતે રજુ કરે છે કે તેમની વાર્તાઓ આજે પણ વાચકોને પસંદ આવે છે. તેમની વાર્તાઓમાં ગામડાઓના ઠાકુરો અને બ્રાહ્મણ પંડિતો દ્વારા થતું ગરીબ ખેડૂતો અને કામદારોનું શોષણ, અસ્પ્રુશ્યોની સાથે થતો અન્યાય અને ઉતરતી ગણાતી સ્ત્રીઓની સાથે થતી કરુણ ઘટનાઓ જોવા મળે છે.

Short English Synopsis Of Premchand Munshi’s Nirmala on Youtube

Premchand Munshi has been an incredible and excellent storyteller. He wrote in Hindi, during 1920s to 1940s time frame. In his stories, Munshi shined a light on subjugation and plight of women, exploitation of poor farmers and daily wage workers by wealthy landowners and learned Brahmins and holy men in the villages and inequities and abuse suffered by the untouchables.

In his short story, Nirmala which is available on Youtube, Munshi shines a light on plight of women. About 16 or so years old poor girl is married off to a widower of her father’s age. Widower has three boys, ages 5, 8 and 15. Nirmala is very respectful towards her husband but she is uncomfortable with intimacy, is formal with him and maintains some distance. She takes very good care of the three boys and they are also respectful towards her and address her as a mother. However, being of similar age, the boys are also close to her and joke with her and she is also trying to learn English from 15 year old. When the father sees his own son with his young wife, in jealous rage, he sends his son away to a hostel. Due to non-nutritious food and illness, son falls ill and is on the verge of dying. At that time, the widower requests Nirmala to talk to the son in the hope that maybe he may respond to her and he explains to the hospital personnel that Nirmala is their mother. In two simple sentences at the end, uttered with distress and shame, one can see the regret that the father is feeling due to his various mistakes, when he is on the verge of losing his beloved elder son.

, , , ,

  1. #1 by dilipsaraf2017 on October 26, 2021 - 7:46 am

    Very nice synopsis of this poignant story!

    Thanks for sharing!!

    Dilip Saraf (San-Francisco, CA) Time zone is local (PT) if not specified.
    (510-791-7005); 510-331-9317M
    http://dilipsaraf.com
    (LinkedIn’s Top Coach)
    https://www.linkedin.com/in/topcoach

    On Mon, Oct 25, 2021 at 4:53 PM Darshana Varia Nadkarni’s Blog wrote:

    > Darshana V. Nadkarni, Ph.D. posted: ” પ્રેમચંદ મુન્શી ની વાર્તા “નિર્મલા”
    > ધારાવાહી ની સમીક્ષા પ્રેમચંદ મુન્શી હિન્દી સાહિત્યના ખુબ મોટા અને જાણીતા
    > સાહિત્યકાર રહ્યા છે. તેઓ એક નિષ્ણાત અને વિશેષજ્ઞ વાર્તાકાર છે અને તેમની
    > વાર્તાઓ ધારાવાહી સ્વરૂપે યૂટ્યૂબ માં જોઈ શકાય છે. વાર્તામાં બો”
    >

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: