Reblogging my earlier poem with English translation….
Darshana Varia Nadkarni's Blog
Reblogging my earlier poem with English translation
Ah your garden’s pretty flowers! My garden grows words
You put flowers in rows, I arrange words in lines
Your seedlings yield pretty flowers and sweet fruits
My words form poetry, ties that bind us to our roots
માળી, તારા જેવો મારો બગીચો, આવ હિંચકે જુલ
ફરક માત્ર એક જ
મારા બગીચા માં ઉગે શબ્દો ના છોડવા, ખીલે શબ્દો ના ફૂલ
તું બીયા ને પાણી પાય ને તારો છોડ મોટો મોટો થાય
ધીમે ધીમે તેમ જ
મારા મગજ માં ઘૂમી રહેલા શબ્દો કવિતા માં બદલાય
તું ખાતર નાખે અને એક દિવસ નાના છોડ નું બને મોટું ઝાડ
વાક્યો ભેગા થાય એમ જ
અને અંતર ની લાગણીઓ પદ માં ગોઠવાય જયારે પાડું હું સાદ
તારી મહેનત ના બદલા માં જયારે આપે ઝાડ મીઠા ફળ
થાય મને તેવો જ રોમાંચ
જયારે પૂરી કવિતા બને અને મારી મહેનત થાય સફળ