“ચાલો લ્હાણ કરીએ” – અનિલભાઈ ચાવડા ની ગઝલ “શું જોઈતું’તું ?”


બેઠક (www.shabdonusarjan.wordpress.com) નો આ વખત નો વિષય છે “ચાલો લ્હાણ કરીએ” તેમાં મનગમતી કોઈ સુંદર રચના ને શોધી અને તેનું અર્થઘટન કરી અને લોકો સાથે તેના અહેસાસ ની લ્હાણી કરવી।

Image resultવારતા આખી ફરી માંડી શકાતી હોત તો શું જોઈતું’તું ?
ને ક્ષણોની પોટલી બાંધી શકાતી હોત તો શું જોઈતું’તું ?
એવા ઘણા પ્રસંગો જિંદગી માં આવતા હોય છે કે એમ થાય કે જો એકજ વખત પાછા વળીને ફરી કરી શકાય તો આ પ્રસંગ નો અંત કૈક જુદોજ લાવી શકાય। એક વખત હું રસ્તો ચુકી ગઈ એટલે બીજા રસ્તે ગાડી વળી અને ત્યાં કોઈ માણસ ખુબ ગતિએ ગાડી હંકારી ને આવતો હતો તેણે મારી ગાડીને એવી ટક્કર મારી કે મારી ગાડી ચાર ગોથા ખાય ગઈ. અમને બધાને વાગ્યું પરંતુ મારી મમ્મી ની તો જિંદગીજ બદલાઈ ગઈ. તેમને અત્યંત શારીરિક ઇજા ઉપરાંત સખત મગજમાર વાગ્યો અને તેને લીધે તેમની યાદદાસ્ત ચાલી ગઈ અને વ્યક્તિત્વ પણ બદલાઈ ગયું। આવા સમયે એમ થાય કે રસ્તો કેમ ચુકી ગઈ , જો એ ક્ષણ પછી મળે તો એ રસ્તે ગાડી વાળું જ નહિ. એક “guilt” ની ભાવના સદાને માટે દિલ માં ઘર કરીને રહી જાય છે.

આપ બોલ્યા તે બધા શબ્દો પવન વાટે અહીં આવ્યા હશે પણ,
પત્રની માફક હવા વાંચી શકાતી હોત તો શું જોઈતું’તું ?
કેટલીયે વખત કહેવાનું કહેવાતું નથી અને સાંભળવા મથતું મન આશાના તોરણે લટકાઈ રહે છે. જો મનમાં હોય તે વાત હવા ના રથ ઉપર સવાર થઇ ને આવે અને રૂદિયાની આંખે તેને વાંચી લેવાય તો?

જો પ્રવેશે કોઈ ઘરમાં તો પ્રવેશે ફકત સુખની લ્હેરખીઓ,
એક બારી એટલી નાંખી શકાતી હોત તો શું જોઈતું’તું ?
માણસ વગર એકલા અટુલા તો જિંદગી જીવાયજ નહિ. પણ દુઃખ પણ મૉટે ભાગે માણસ ના લીધેજ થતું હોય છે. દરેક આવનારા જો સુખની જ લહેરી લઈને આવે તો જીવન કેવું સુખમય જાય?

ડાળથી છુટ્ટું પડેલું પાંદડું, તૂટી ગયેલા શ્વાસ, પીછું,
ને સમયની આ તરડ સાંધી શકાતી હોત તો શું જોઈતું’તું ?
સમય જિંદગીના તાંતણા જોડે છે અને સમય ને લીધેજ તાંતણા છૂટે છે, તરાડો પડે છે, દીવાલ બંધાય છે, સબંધો તૂટે છે અને દુઃખ પેદા થાય છે. ક્યારેક સબંધો સાંધી શકાય છે. પણ ઘણી વખત છૂટી ગયેલા શ્વાસ અને તૂટેલા સબંધો ની અતૂટ વેદના મૂકી ને તે સમય ચાલ્યો જાય છે.

આ ઉદાસી કોઈ છેપટ જેમ ખંખેરી શકાતી હોત, અથવા,
વસ્ત્રની નીચેય જો ઢાંકી શકાતી હોત તો શું જોઈતું’તું ?
આ પંક્તિ દિલની વેદનાને ખુબજ નાજુક રીતે વ્યક્ત કરે છે. આમ તો મૉટે ભાગે આપણે ઉદાસી ખંખેરીને જ પ્રસંગો માં પ્રવેશ કરતા હોઈએ છીએ. અને ખંખેરી ન શકાય ત્યારે તેને ઢાંકીએ તો છીએજ। પણ છતાંયે આપણી ઉદાસી આપણા હૃદય સાથે જોડાયેલી હોય છે અને હાસ્ય વચ્ચે ડોકિયાં કરતી હોય છે. ભલે લોકો તે જોય ન શકે પણ આપણે તો જાણીએ છીએ કે રંગબેરની કપડાં નીચ્ચે, makeup ના થથોડા નીચ્ચે, હાસ્યના ઝબકારા નીચ્ચે એક ઉદાસીની નાની લહેર છે.

કેટલી સુંદર છે આ ગઝલ?

અનિલભાઈ ચાવડા જેટલી સુંદર રચનાઓ લખે છે તેવુંજ હૃદયસ્પર્શી તેમનું સુંદર વ્યક્તિત્વ છે. તેમની બધીજ રચનાઓ મારા હૃદય ને તરતજ સ્પર્શી જાય છે.

  1. Leave a comment

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: