Gujarati Story: “અનુરાગ” – Chapter 6


આ વાર્તાનું છઠ્ઠું ચેપ્ટર છે.  ટૂંક સમયમાં વાર્તાનું સાતમું અને છેલ્લું ચેપ્ટર મુકીશ।  આની પહેલાના ચેપ્ટર નીચેના લિંક ઉપર વાંચવા મળશે.
chapter 1 – http://bit.ly/2b6t9Gw
chapter 2 – http://bit.ly/2bpzXgh
chapter 3 – http://bit.ly/2bKsUmb
chapter 4 – http://bit.ly/2bVwYBf
chapter 5 – http://bit.ly/2bIoXfC

“પ્રેમ ને ઠોકર નહિ મારુ” – Chapter 6

પછી તો અવાર નવાર ચંપા બેન આવતા થયા.  એક દિવસે આલિયાએ ચંપાબેન ને રત્ના ના જન્મ દિવસ ની ઉજવણી માટે નોતર્યા.  ચંપા ક્યે પ્રવીણ તો આવશે નહિ પણ મને કમને મુકવા આવશે।  આલિયા ક્યે તમને બધા મિત્રો પણ મળશે અને હું ઓળખાણ પાડીશ કે આપણે બાળપણની સહેલી છીએ.  ચંપા ક્યે હું હિન્દુસ્તાન માં ઉછરેલ અને તું પાકિસ્તાન માં!  આલિયા બોલી તે વાત સાચી.  હું એમજ કહીશ કે અમે બાળપણ થી પેન પાલ્સ, કલમ મિત્રો છીએ અને સુનામી માં ચંપા બેન ના માં બાપ ગુજરી ગયા પછી હું હંમેશ તેમને મારે ત્યાં આવવા બોલાવતી પરંતુ પાકિસ્તાન કેમ આવી શકે અને હવે આખરે અમેરિકામાં મળવાનું થયું.   આ બાજુ રત્ના પોતેજ પ્રવીણ ને નોતરું આપવા ગઈ.  પ્રવીણ ક્યે રત્ના આમ તારો બિલકુલ વાંક નથી પણ હું તારા ડેડી ને મળવા માંગતો નથી.  રત્ના ક્યે તે આપણા ડેડી છે અને હું તારી બહેન છું.  પણ એ વાત જવાદે.  આપણે આટલા નજીક ના દોસ્ત બની ગયા તો એ દોસ્તી ખાતર તું આવ.  ઘણા મિત્રોને તો તું મળીજ ચુક્યો છે અને મારા બોયફ્રેન્ડ ને પણ મળ્યો છે.  મોટાઓ સાથે તારે વાતો કરવાની જરૂર નથી.  

એ પછી આલિયાએ અમ્મી અને અબ્બુ જોડે વાત કરી.  અબ્બુ કહે “આલિયા તું આ ઉંમરે તારી આખી જિંદગી શાને માટે ઉથલ પાથલ કરે છે? અને પછી કોઈ મુશ્કેલી આવશે તો તું રખડી જશે બેટા।  તું આવું પગલું ન લે”.   આલિયા કહે “અબ્બુ, તેમને મારા માટે કેટલી લાગણી છે.  તેમણે બધી વ્યવસ્થા કરેલ છે. મેં ખુબ ના પાડી છતાંયે બધીય મિલકત ના બે ભાગ કરીને એક ભાગ મારા નામે જુદો રાખી દેવા માંગે છે. અને અમે નવું ઘર લેવાના છીએ તે પણ તે મારા જ નામ ઉપર લેવા માંગે છે અને ક્યે છે કે હવે પછી ઘર ચલાવવાના બધાજ પૈસા તેઓ જ ખર્ચશે”.  અબ્બુ કહે “બેટા, હું પૈસાની વાત નથી કરતો.  પણ તારા હૃદય ઉપર ઘા પડશે તો તેને કેમ કરીને રુજાવીશ”?  અમ્મી બોલ્યા “તમે કેમ સમજતા નથી.  આ ઘા તો કરસનલાલ ના હૃદય ઉપર અત્યારે પડ્યો છે અને તેનું દુઃખ આલિયા ને થાય છે.  આ તો આપણી સમજુ આલિયા મરમ પટ્ટી કરે છે.  મને તો આલિયા ની સમજણ ઉપર પૂરો ભરોસો અને ગૌરવ છે”.  આખરે અબ્બુએ વાત ને માન્ય રાખી.  

હવે તો એક પ્રવિણજ આ વાત માં બિલકુલ સહેમત નતો.  એક દિવસ ચંપાબેન ક્યે “બેટા આપણે દેશનું ઘર કાઢી અને પૈસા લાવીએ તેમાંથી મને અડધા આપ અને તું અડધા લઈને તારું ઘર લે.  તને મોર્ટગેજ વધુ ભરવું પડશે પણ મને પૈસા ની જરૂર છે.  પ્રવીણ ક્યે “મમ્મી તે મને ભણાવ્યો તેજ પૂરતું છે.  તને જોઈએ તો બધા પૈસા તુજ રાખ.  પણ તારે એવી પૈસાની જરૂર કેમ પડી છે?”  ચંપાબેન ક્યે “અમે ત્રણ સાથે રહેવાના છીએ અને બાજુ બાજુમાં ડુપ્લેક્સ લેવાનો વિચાર કરીએ છીએ. તો આ પૈસા કામ લાગશે અને જરૂર પડે તો વધારે તારા ડેડી નાખશે”.  પ્રવીણ બિલકુલ સહેમત હતો જ નહિ અને પહેલી વાર મમ્મી જોડે સખત ગુસ્સામાં બોલીને ચાલ્યો ગયો.

આ બાજુ ઘર શોધતા ડુપ્લેક્સ ની બદલે, આલિયા ને એક સરસ ઈન લૉ કોર્ટર વાળું ઘર મળી ગયું.  તે કહે ચંપા બેન આ સારું છે.  તમારે પૈસા નાખવાજ નહિ અને આપણે બધાને કહી શકીએ કે તે જગ્યા તમે ભાડે લીધેલ છે.  બધાને આ વાત પસંદ પડી ગયી.  પ્રવીણે પાછી મમ્મી જોડે દલીલ કરવાની કોશિશ કરી કે “મમ્મી તું મારા થી જુદી થવા ઈચ્છે છે?”  મમ્મીએ સમજાવ્યો કે “બેટા, હું દર મહિને પંદર દિવસ તારી સાથે રહેવા આવીશ.  તને મારા હાથના રોટલા ન જમાડું તો મને ચેન નહિ પડે.  પણ આખરે આપણને એમ પ્રેમાળ કુટુંબ મળે છે અને મને નાની બેન મળે છે.  મારી જિંદગી માં ઘણી એકલતા હતી તે દૂર થાય છે અને હું તે પ્રેમ ને ઠોકર નહિ મારુ”.

આ વાર્તાનું છઠ્ઠું ચેપ્ટર છે. વાર્તા અહીં અધૂરી છે.  બ્લોગ ઉપર છેલ્લું ચેપ્ટર ટૂંક સમયમાં મુકવામાં આવશે.

Advertisements
  1. Leave a comment

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: