Gujarati Story: “અનુરાગ” – Chapter 5


આ વખતે બેઠક માં વાર્તા નો વિષય આપેલ.  મારી વાર્તા ધાર્યા કરતા વધારે લાંબી થઇ ગઈ છે.  તેથી થોડા દિવસો સુધી એક એક ચેપ્ટર મુકીશ. આ વાર્તાનું પાંચમું ચેપ્ટર છે.  ટૂંક સમયમાં વાર્તાનું છઠ્ઠું  ચેપ્ટર મુકીશ।  આની પહેલાના ચેપ્ટર નીચેના લિંક ઉપર વાંચવા મળશે.
chapter 1 – http://bit.ly/2b6t9Gw
chapter 2 – http://bit.ly/2bpzXgh
chapter 3 – http://bit.ly/2bKsUmb
chapter 4 – http://bit.ly/2bVwYBf

અનોખી   દરખાસ્ત – Chapter 5

આલિયા એ આખરે રત્ના પાસે પ્રવીણ ના ઘર નો નમ્બર અને સરનામું માગ્યા।  બપોર ના સમયે પ્રવીણ કામ ઉપર હોય તેવા વખતે ફોન લગાવ્યો અને નસીબ જોગે ચંપા એ જ ફોન લીધો.  આલિયાએ પોતાની ઓળખાણ આપી અને તેને કોફી માટે મળવા આગ્રહ કર્યો.  આલિયા ક્યે બેન તમે તૈયાર રહેજો, હું કલાક પછી લેવા આવીશ અને ચંપા આનાકાની કરે તે પહેલા ફોન મૂકી દીધો.  ચંપા ગડમથલ માં તૈયાર તો થઇ પણ વિચારતી રહી કે આલિયાને શું વાત કરવી હશે.  કોફી સાથે આલિયા એ ધીમે રહીને વાત શરુ કરી “ચંપા બેન તમારી સાથે નસીબે ખરાબ રમત રમી છે પણ એમના પ્રેમ ની ઉણપ ન ગણતા”.   ચંપા કહે “હું એમનો કે તારો જરા પણ વાંક ગણતી નથી.  આ તો નસીબ ના ખેલ છે.  હું તો એમની અને એમના કુટુંબ ની ભલાઈ જ ઈચ્છું છું.  છતાં પણ જો તને કઈ પણ શક હોય તો હું પ્રવીણ ને કહી દઈશ કે રત્ના સાથે મૈત્રી રદ કરી નાખે.  આલિયા બોલી “અરર બેન, તમે આ શું બોલ્યા?  એ તો ભાઈ બેન છે.  અને તમને વાંધો ન હોય તો હું પણ તમારી સહેલી બનવા માંગુ છું.”.  ચંપા કઈ બોલ્યા વગર વિચારી રહી કે બેન તને કેમ ખબર પડે મારા દિલ પર શું ગુજરે છે.    પણ આલિયા ક્યાં કાચી માટીની છોકરી હતી.  દર બે દિવસે તે ચંપા ને ફોન કરતી અને તેને મળવા જતી, ક્યારેક શોપિંગ માં લઇ જતી અને ધીમે ધીમે ચંપા નો વિશ્વાસ અને આલિયા પ્રત્યે લાગણી વધવા લાગી.  

એક દિવસ આલિયા કહે “ચંપા બેન મારે તમને એક ખાસ વાત કહેવી છે.  એક દરખાસ્ત કરવી છે.   તમે મારી મોટી બેન સરખા છો.  મારી છોકરીઓ કોલેજ જવા માં છે.  તો હવે પછીની જિંદગી આપણે ત્રણ સાથે રહીએ એવી મારી ઈચ્છા છે.  આમેય અમે બીજું નવું ઘર લેવાનો વિચાર કરતા હતા તો હવે આપણા ત્રણ ના નામે લઇ શકીએ.  તમારે કુટુંબ માં આગળ પાછળ કોઈ નથી, લગભગ આખો કુટુંબ કબીલો તમારા ગામ અને આજુબાજુના ગામ માં ખલાસ થઇ ગયો અને દીકરા દીકરીઓની જિંદગી તો તેની પોતાની હોય.”  ચંપા ક્યે “આલિયા ખરેખર તારી બુદ્ધિ એ મોટી થાપ ખાધી છે.  હવે ક્યારેય આવી વાતો ના કરતી”.  પણ આલિયા આ વાત રોજ ઉખેડતી.  તેની પાસે બધા જવાબો હતા.  તે કહે, “ચંપા બેન મેં તો નિર્ણય કરીજ નાખતો છે. હવે તમને મનાવવાના છે અને પછી એમને મનાવવાના છે  અને હું જાણું છું કે છોકરાઓ ને પણ સમજાવવાના રહેશે”.  ચંપા ક્યે “એમાં વળી પ્રવીણ ને એટલી જ ખબર છે કે કોક વાર આપણે મળીએ છીએ તોયે એ મને તારી સાથે મળવાની ના પડે છે.  ને વળી સમાજ શું ક્યે?”.   આલિયા ક્યે “જુઓ ચંપા બેન મેં બધું જ વિચારી લીધું છે. હું આજે જ એમને વાત કરવાની છું.”  કરસનલાલ પણ આલિયાની વાત સાંભળી ને ચોંકી ગયા ને બોલ્યા “આલિયા આવી વગર મફત ની ફઝુલ વાતો વિચારવાનું બંધ કર” ને પડખું ફરી સુઈ ગયા.  

પણ આલિયા જાણતી હતી કે ચંપાબેન ને જોયા ત્યારથી ઊંઘ તેમની દુશ્મન બની ગઈ હતી.  રોજ સમય જોઈને આલિયા તેમને ત્રણેય સાથે રહેવાની વાત ઉખેડતી.  આખરે કરસનલાલ ચિડાઈને બોલ્યા “આલિયા આ કઈ ખેલ નથી.  બીજા કોઈની લાગણીનો વિચાર કર્યો છે?  તારા અબ્બુ અને અમ્મીએ એક મોટી આશા સાથે આપણા નિકાહ કર્યા કે હું મુસલમાન નથી અને તું મારી એક ની એક પત્ની રઈશ.  આ ઉંમરે તેઓ આવું બધું જોવે તો કેટલા દુઃખી થઇ જાય. બીજી તરફ તે એ પણ વિચાર કર્યો છે  આપણને બંને ને સાથે જોઈને ચંપા ના હૃદય માં કેટલી વેદના થતી હશે?”  આલિયા કહે “તમે અબ્બુ અને અમ્મી ને સમજાવવાનું મારા પર છોડી દ્યો અને છતાં પણ તેઓ દુઃખી થાય તો હું આગળ નહિ વધુ.  અને ચંપાબેન શાના દુઃખી થાય?  આપણે સાથે રહીએ તો દર મહિને પંદર દિવસ તમે તેમની સાથે તેમના ઓરડામાં રહેજો અને બીજા પંદર દિવસ મારી જોડે”.  કરસનલાલ ક્યે “અને પછી તારા મનમાં ઈર્ષા જાગશે ત્યારે તું જ મને બદનામ કરશે”.  આલિયા ક્યે “શું તમે એમ માનો છો કે મારા મન માં ઈર્ષા જાગે?  તો તો તમે મને બિલકુલ જાણતાજ નથી”.  બાળકો ઘરમાં નતા ત્યારે આલિયા એ ચંપા બેન ને બોલાવીને પોતે કામ ના લીધે આઘી પછી થઇ ગઈ અને જોયું કે કરસનલાલ અને ચંપા ની આંખોમાં થી એક બીજા માટે લાગણી નીતરી રહી હતી.  

આ વાર્તાનું પાંચમું ચેપ્ટર છે. વાર્તા અહીં અધૂરી છે.  બ્લોગ ઉપર આગળની વાર્તા લખાતી રહેશે

Advertisements
  1. Leave a comment

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: