Gujarati Story: “અનુરાગ” – Chapter 4


આ વખતે બેઠક માં વાર્તા નો વિષય આપેલ.  મારી વાર્તા ધાર્યા કરતા વધારે લાંબી થઇ ગઈ છે.  તેથી થોડા દિવસો સુધી એક એક ચેપ્ટર મુકીશ. ગમે તો વિચાર જણાવશો.   આ વાર્તાનું ચોથું  ચેપ્ટર છે.  ટૂંક સમયમાં વાર્તાનું પાંચમું ચેપ્ટર મુકીશ।  તમને વાર્તા કઈ દિશામાં વણાંક લેશે તેમ લાગે છે — જણાવશો।  આની પહેલાના ચેપ્ટર નીચેના લિંક ઉપર વાંચવા મળશે.
chapter 1 – http://bit.ly/2b6t9Gw
chapter 2 – http://bit.ly/2bpzXgh
chapter 3 – http://bit.ly/2bKsUmb

અણધારી  મુલાકાત – Chapter 4

એવામાં એક દિવસ રત્ના કહે “અમ્મી આજે મારી કોલેજ માં ભારત થી છોકરો આવ્યો છે તેને હું જમવા લઇ આવવાની છું”.  અમ્મી ક્યે “રત્ના શું તારા દિલ માં તે વસી ગયો છે” અને રત્ના જવાબ આપે તે પહેલાજ નાની બહેનો ની પજવણી શરુ થઇ ગઈ.  રત્ના ક્યે “અમ્મી શું તું પણ…. હા મને એક છોકરો ગમવા લાગ્યો છે પણ તે તો અહીં રહેનાર અમેરિકન છે.  તેમની સાથે પણ તમને મેળવીશ પણ થોડી રાહ જુવો.  આ તો ભારત માં દાક્તર નું ભણી ને અહીં વિઝિટિંગ સ્કોલર તરીકે આવ્યો છે.  ખુબજ હોશિયાર છે અને તેની મમ્મી જોડે આવી છે.  તેઓ રોજ બાર નું ખાય તે કરતા મેં કહ્યું કે તું તારી મમ્મી ને લઈને મારી ઘરે આવ.  મારા અમ્મી અબ્બુ તારી મમ્મી ને મળીને ખુશ થશે અને તારી મમ્મીને ચેન્જ મળશે.  અમ્મી ને અબ્બુએ કહ્યું કે નક્કી “તારા મિત્રને અને તેની મમ્મી ને લાવજે”.

અમ્મીએ મહેમાન માટે જમવાની વ્યવસ્થા કરી.  સાંજ પડે ઘંટડી વાગી ને ઉમળકાભેર તેઓને આવકાર્યા ને પીણું ધર્યું.  ગ્લાસ મોઢે માંડે તે સાથે જ કરસનલાલ ની એન્ટ્રી થઇ.  તેમને જોતાજ પ્રવીણ ની મમ્મી નો ગ્લાસ હાથ માંથી છૂટીને જમીન પર પડ્યો.  કરસનલાલ બોલી ઉઠ્યા “તું ચંપા?”  સમાજશિલ આલિયાએ તેની દીકરીઓને અંદર બોલાવી.  કરસનલાલ ને ચંપા વાત કરતા હતા તે પ્રવીણ બેસીને જોતો રહ્યો. સુનામી પછી જે મળે તેને બચાવવા હોડીઓ હંકારીને જુવાનો નીકળેલ, તેઓ ની નજર ચંપા ઉપર પડી. કરસનલાલ રોજ બેસતા તે આરામ ખુલશી ને ચંપા વળગી રહી અને તેના લાકડા છુટા પડ્યા પણ તેના હાથ એક લાકડાને વળગી રહ્યા. જુવાનો એ ચંપા ને બચાવી અને બીજે ગામ લઇ ગયા. ચંપા એ પણ ખુબ તપાસ કરી પણ કોઈનો પત્તો લાગ્યો નહિ.  તેને નારી સંસ્થાની મદદ મળી અને રહેવા તથા સુવાવડ ની વ્યવસ્થા પછી અને પ્રવીણ ના જન્મ પછી તે મુંબઈ આવી.  નારી સંસ્થાના મુંબઈ વિભાગ માં તેને નોકરી મળી અને તેણે પ્રવીણ ને ઉછેરી ને મોટો કર્યો।  તેને બીજા લગ્ન કરવાજ નતા અને એકજ ધ્યેય હતું કે પ્રવીણ ને દાક્તર બનાવવો।  આ બધું સાંભળ્યા પછી, પ્રવીણ અચાનક ઉભો થયો અને બોલ્યો “ચાલ મમ્મી, આપણે જઈએ” અને મમ્મી નો હાથ પકડી ને બહાર જ લઇ ગયો.  જતા જતા ચંપા બોલી “મને માફ કરજો અને તમારી પત્ની ને સમજાવી દેશો”.

આલિયાએ દીકરીઓને થોડી વાત કહી સમજાવી.  પણ પછી દિવસો સુધી તે જોતી રહી કે કરસનલાલ ગમગીન રહેતા હતા.  ક્યારેક જીવન માં એવું બને છે કે તમે જે રસ્તે જતા હો તેમાં કૈંક મુશ્કેલી આવે અને જિંદગી તમે ધાર્યા કરતા બીજા રસ્તે દોરે.  તમે રસ્તો બદલી નવા રસ્તે ચાલ્યા જાવ અને અચાનક અનાયાસે પહેલાના વણાંક પાસે આવી ઉભા રહો.  તો શું પાછો લીધેલો રસ્તો છોડી ને પહેલાની પસંદ નો રસ્તો પકડી શકાય છે?  આલિયાના મગજ માં પણ ઘણી ગડમથલ ચાલતી હતી.  તેવામાં એક દિવસ રત્નાએ પ્રવીણ ના નવા સમાચાર આપ્યા.  પ્રવીણ માત્ર વિઝિટિંગ સ્કોલર તરીકે નહિ આવેલ પણ ન્યૂ યોર્ક માં આવેલ આંતર રાષ્ટ્રીય સંસ્થા માં સારા હોદા માટે ઇન્ટરવ્યૂ આપવા પણ આવેલ અને તેમાં તેની નોકરી પાકી થઇ ગઈ.  તેઓ થોડા વખત માં પાછા ભારત જઈને ઘર બંધ કરીને કાયમ અમેરિકા સ્થાઈ થવાના હતા.

આ વાર્તાનું ચોથું  ચેપ્ટર છે. વાર્તા અહીં અધૂરી છે.  બ્લોગ ઉપર આગળની વાર્તા લખાતી રહેશે

Advertisements
  1. Leave a comment

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: