Gujarati Story: “અનુરાગ” – Chapter 3


આ વખતે બેઠક માં વાર્તા નો વિષય આપેલ.  મારી વાર્તા ધાર્યા કરતા વધારે લાંબી થઇ ગઈ છે.  તેથી થોડા દિવસો સુધી એક એક ચેપ્ટર મુકીશ. ગમે તો વિચાર જણાવશો.   આ વાર્તાનું ત્રીજું  ચેપ્ટર છે.  ટૂંક સમયમાં વાર્તાનું ચોથું  ચેપ્ટર મુકીશ।  તમને વાર્તા કઈ દિશામાં વણાંક લેશે તેમ લાગે છે — જણાવશો।  આની પહેલાના ચેપ્ટર નીચેના લિંક ઉપર વાંચવા મળશે.
ચેપ્ટર 1 – http://bit.ly/2b6t9Gw
ચેપ્ટર 2 – http://bit.ly/2bpzXgh

નવા પ્રેમ ની કૂંપળ ફૂટી

મહિનાઓ વીતવા લાગ્યા અને નોકરી સાથે સાથે કરસનલાલ ચોપડીઓ ભેગી કરી અને સાંજ નો સમય અભ્યાસ માં ગાળતા.  બદરૂદીનમીયા ની દીકરી આલિયા ને આ સમાજશિલ, દેખાવડો, અને હોશિયાર ભારતીય યુવક ખુબ ગમવા લાગ્યો.  આલિયા માત્ર 16 વર્ષની થયેલ અને છોકરીઓ માટે શાળા ન હોવાથી તે ઘરે અબ્બુ પાસે અભ્યાસ કરતી.  ક્યારેક કૈંક અબ્બુ સમજાવી ન શકે તો તેઓ કરસનલાલ ને સમજાવવા કહેતા.  આલ્યા એ અબ્બુ ને વાત કરી કે તમે મને નિકાહ માટે મજબુર કરો છો તો કરસનલાલ જોડે જ વાત કરોને.  અબ્બુ કહે “આલિયા એ હિન્દૂ છે અને આપણે મુસલમાન, એવી વાત સંભાળશે તો તારી અમ્મી તો બેહોશ થઇ જશે”.  આલિયા નીચે જોઈ રહી અને કઈ ન બોલી.  મિયાં વિચારતા રહ્યા।  તેમને પણ આ યુવાન ખુબજ ગમતો હતો.  ખુદા તાલાએ બધી ખુશી આપેલ પણ તેમની બીબી ની જોળીમાં એક દીકરો ન આપ્યો.  તેમની મોટી દીકરી ઝરીનાના નિકાહ બાજુના ગામે કરેલા અને તે ખુશ હતી પણ જમાઈ તેનાજ કુટુંબ માં વ્યસ્થ રહેતો અને  મિયાંને હંમેશા ડર રહેતો કે રસમ અનુસાર સુખી ઘર નો છોકરો ઘણા માગા આવતા એમાં બીજી છોકરી પસંદ કરી લ્યે તો તેમની પ્યારી દીકરી ઝરીના ના સુખ માં મોટો ડાઘ ન લાગી જાય

મોટી દીકરી પછી ઘણા સમયે બીબીને મહિના રહ્યા અને કસુવાવડ થઇ અને પછી ઘણા સમયે આલિયા નો જન્મ થયો.  પાછા કરસનલાલ અને આલિયા પ્રકૃતિ માં કેટલા સરખા હતા.  આ તો તેમને એક દીકરો મળે અને આલિયા પણ સુખી થાય તેવું હતું.  ધીમેક થી તેમણે આલિયા ની અમ્મીને વાત કરી જોઈ.  અમીના બીબી ક્યે “હું તો કેટલાય સમયથી વિચારતી હતી કે આલિયા માટેજ અલ્લાએ આવો સરસ વિવેકીલો નવ જુવાન આપણે ત્યાં મોકલ્યો છે, પણ તમને કહેતા બીક લગતી હતી.  મિયાં ક્યે “મુશ્કેલી તો છે જ.  બિરાદરી માં શું વાત થશે.  અને પાછો આ જુવાન નવો ધર્મ તો આપનાવશે નહિ જ.  ઉપરાંત માંસ પણ નથી ખાતો”.  અમીના બીબી ક્યે “મિયાં, વિચારો કેટલી સમાન પ્રકૃતિ ના છે બેય.  આપણે આલિયા ને પરાણે માસ ખવડાવવાની કોશિશ કરતા રહીએ છીએ પણ આમ તો તેને માસ પસંદજ નથી, બનાવતા શીખવાડું તોયે શીખવાનો રસ જ લેતી નથી.  તો મુસલમાન છોકરાને કેમ સાચવશે? હા બિરાદરીનો પ્રશ્ન જરૂર છે પણ બિરાદરીમાં કરસનલાલની ખુબ આબરૂ વધી ગઈ છે”.  

મિયાં અને બીબીએ વિચારમંથન પછી રસ્તો કાઢ્યો.  આમેય કરસનલાલ દાક્તરી નું શિક્ષણ લેવા માટે અમેરિકા જવાની ઈચ્છા ધરાવતા હતા અને તે માટે અવાર નવાર મોટા શહેર માં જઈને ત્યાંથી એપ્લિકેશન કરતા અને પરીક્ષા પણ આપી આવતા.  મિયાં ક્યે જો તેમને અમેરિકા જવાની તૈયારી થઇ જાય તો આપણે તેમને મોટા શહેર માં મુકવા જઈએ ત્યારે ત્યાંજ નાની નિકાહ ની સેરિમોની ગોઠવી રાખીએ.  ત્યાં મોટી બહેન, જમાઈ અને તેમના કુટુંબ અને બીજા કુટુંબીજનો ને આમંત્રણ આપી ને ત્યાં નિકાહ પતાવી ને આ બંનેને રવાના કરીએ.  તેથી બિરાદરી ના બહુ લોકોને જોવાનું ન રયે અને બહુ બધાને બોલાવવાના પણ ન રયે.  ને એકવાર અમેરિકાનું પાણી લાગી જાય પછી પાછા આવે ત્યારે તો બિરાદરી માં કોઈ વાંધો નહિ ઉઠાવે.  ત્યાંથી આવે ત્યારે તો ભારતીય હોય કે ચાઇનીસ હોય કે આફ્રિકન હોય પણ ત્યારે અમેરિકા નું પાણી લાગ્યું એટલે બધું માફ થઇ જાય છે. બીબી ક્યે “પણ મિયાં, હવે મુખ્ય વાત કરીએ.  કરસનલાલ હજીયે તેમની પત્ની ને ઝંખે છે.  શું તે આ નિકાહ માટે રાજી થશે”?

આલિયા બાર ગયેલ ત્યારે મિયાં એ કરસનલાલ જોડે ધીમે રહીને ભવિષ્યની વાત ઉછેડી.  કરસનલાલ ક્યે “અબ્બુ મિયાં હું તો તમારો ઋણી છું.  તમે મારો જાન બચાવ્યો, મને આસરો આપ્યો ને પોતીકો કરી રાખ્યો।  પણ મિયાં હું પરણિત છું અને મારી પત્ની ને અત્યંત ચાહું છું.  મેં તો મારી પત્ની અને ન જન્મેલા બાળક તથા મારા માસી અને માસા ની યાદી માં દાક્તર બની અને મારી જિંદગી લોકસેવામાં સમર્પિત કરવાનો નીર્ધાર કર્યો છે.   તમારી આલિયા એકદમ સુશીલ અને સુંદર છે.  પાછો હું હિન્દૂ અને તમે મુસલમાન.  હું તો બધા ધર્મ એક સમાન એમ માનુ છું પણ નિકાહ તો કેમ થઇ શકે’?  મિયાં ક્યે ‘તું ક્યે તે હું સમજુ છું.  પણ વિચાર કર… આઝાદી આવી તે પહેલા તો હિન્દૂ ને મુસલમાન આડોશી પાડોશી સમાન બાજુ બાજુમાં રહેતા અને કેટલીયે નિકાહ થયેલ છે.  આ આપણા ઇન્દૂમોસી છે એ નિકાહ પહેલા હિન્દૂ હતા”.  તારા જન્મ પહેલા એક જમાનો એવો હતો કે આ મોટો  ભેદ ગણાતો નહિ”.  કરસનલાલ ક્યે કે “પણ હવે જમાનો બદલાયો છે, હવે અહીં હિન્દૂ કોઈ છે નહિ અને હું ક્યારેય મારો ધર્મ નહિ બદલું”.  મિયાં ક્યે, “અરે એ શું બોલે છે કરસનલાલ, અમે તને ધર્મ બદલવાનું કહીને તારું અપમાન કયારેય નહિ કરીએ અને તમે બંને અમેરિકા જાવ પછી બિરાદરી પણ તમને નહિ કહી શકે”.  મિયાં આગળ બોલ્યા “હું જાણું છું કે તું ચંપા ને ખુબ ચાહે છે પણ બેટા, હવે તેને અલ્લાહ પણ ચાહે છે.  અને ઈશ્વર સાથે તો આપણે સમજોતા કરવાજ પડે છે ને?  જો તને આલિયા પસંદ હોય તો અમારી ઈચ્છા કબુલ કર પણ જો તને નાપસંદ હોય તો અમે તને જરા પણ આગ્રહ નહિ કરીએ”.  કરસનલાલ નું મન પણ ધીમે ધીમે આલિયા માં મોહી ગયું હતું.  આલિયા ની ભણવાની અને બધું જાણવાની ઇંતેજારી તેમને ખુબ ગમતી અને ઘણીવાર અબ્બુ, અમ્મી, કરસનલાલ અને આલિયા કોઈ વાત ની ચર્ચા કરતા ત્યારે આલિયા પોતાના સ્વતંત્ર વિચારો ઉપર અડગ રહેતી તે જોઈને કરસનલાલ વારી જતા.   

કરસનલાલ ની વિઝા આવી ગયેલ અને 17 વર્ષ ની આલિયા અને 20 વર્ષના કરસનલાલ ના નિકાહ થયા.  તુરંત આલિયા ની વિઝા ની અરજી થઇ.  તે જમાનો એવો હતો કે વિઝા તુરંત મળી ગઈ અને નવ દંપતી ન્યુ યોર્ક આવ્યા.  કરસનલાલ અને આલિયા એકમેકમાં ઓતપ્રોત થઇ ગયા અને કરસનલાલ ની જિંદગી માં નવી આશાના કૂંપળ ફૂટ્યા ને આલિયા એ સુંદર બાળકી ને જન્મ આપ્યો.  તેમના બંને ની આંખના રતન સમાન બાળકી નું નામ પાડ્યું રત્ના અને નાના નાની અમેરિકા આવી તેમનો સુખી સંસાર જોઈને રાજી ના રેડ થઇ ગયા.  રત્ના પછી તો નગીના અને મલ્લિકા એમ બીજી બે બાળકીઓ તેમના જીવનમાં આવી અને ઝીંદગી સુખે પસાર થવા લાગી.  કરસનલાલે દાક્તરી નો અભ્યાસ પતાવી ને પ્રેકટીસ ચાલુ કરી.  આલિયા એ વચ્ચે વચ્ચે તેનો અભ્યાસ ચાલુ રાખ્યો અને અંતે નર્સ નું ભણી ને કરસનલાલ સાથે જ તેમની ક્લિનિક માં કામ કરવા લાગી.

આ વાર્તાનું ત્રીજું  ચેપ્ટર છે. વાર્તા અહીં અધૂરી છે.  બ્લોગ ઉપર આગળની વાર્તા લખાતી રહેશે.

 

Advertisements
  1. Leave a comment

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: