Gujarati Story: Devotion “અનુરાગ” – Chapter 1


આ વખતે બેઠક માં વાર્તા નો વિષય આપેલ.  મારી વાર્તા ધાર્યા કરતા વધારે લાંબી થઇ ગઈ છે.  તેથી થોડા દિવસો સુધી એક એક ચેપ્ટર મુકીશ. ગમે તો વિચાર જણાવશો.  આ વાર્તાનું પહેલું  ચેપ્ટર છે.  તમને વાર્તા કઈ દિશામાં વણાંક લેશે તેમ લાગે છે — જણાવશો। બાકીના ચેપ્ટર ના લિંક નીચે છે.
ચેપ્ટર 2  http://bit.ly/2bpzXgh
ચેપ્ટર 3  http://bit.ly/2bKsUmb

કનીયા ના લગન

અગાઉ ના જમાના ની વાત છે.  કરસનના માં બાપ ગુજરી ગયા પછી માસા માસીએ પોતાનો જણ્યો માનીને ઉછેર્યો. કનિયાને પહેલે થી જ ભણતર ઉપર પ્રેમ.  માસા માસી ઉપર નો ભાર ઓછો કરવા કનિયાએ અગિયાર વર્ષની કાચી ઉંમરે ભણતર છોડી ને કામે લાગવાની વાત કરી ને માસીએ ઘસીને ના પાડી અને કહ્યું “કનિયા તું ભણતર ઉપર ધ્યાન રાખ, અમે હજુ જીવીએ છીએ”.  કનિયાએ પછી તો પાછા વળીને જોયા વિના ભણતર સામે ચિત્ત ધર્યું।  હા અવાર નવાર નાના મોટા કામ કરીને થોડા ઘણા પૈસા કમાઈ લેતો પણ ભણવાનું અને દુનિયા વિષે નવું નવું શીખવાનું કદીયે છોડતો નહિ.  એમ કરતા કરતા મોટા શહેર માં જઈને મેટ્રિક ની પરીક્ષા પણ આપી આયવો.  માસી ક્યે કનિયા   હવે તારા લગન ની વાત આગળ વધારવી જોઈએ”. કનીયો ક્યે “પણ મને તો મુંબઈ પહોંચી ને આગળ દાક્ટરીનું ભણવાની ઈચ્છા છે. અને તમે પૈસા ની ફિકર ન કરતા હું સાથે સાથે કમાઈ લઈશ.  એક વાર ડૉક્ટર બની જાવ પછી તો તમને ચોથા આરાનું સુખ મળે એવી વ્યવસ્થા કરીશ”.  માસી ક્યે “કનિયા  એમાં મને જરાય શંકા નથી અને તું આગળ ભણે એમાં અમે ખુબ રાજી છીએ પણ પેલા લગન કરીલે એટલે અમને નિરાંત।  પછી તું તારે તારી બાયડી ને લઈને જા એટલે તને રોટલા એ જમાડે ને ખોટા વાસનો થી દૂર રાખે”. 

મોટાઓના આગ્રહ નું પાલન કરતા કનીયા એ હા તો પડી પણ પછી શરત કરી “છોકરી હારે બે ઘડી વાત કર્યા વિના પસંદ નહિ કરું”.  મોટેરાઓએ સમજાવવાની કોશિશ કરી કે “કનીયા એમ છોકરી હારે વાત્યુ નો થાય ને હીધો પરણવા બેહી જા”. પણ કનીયો માસીનો લાડકો ને માસી ક્યે મારો કનીયો ક્યે ઇમ જ કરવાનું।  માસી એ માગા આયવા એમાંથી બે રૂપ રૂપના અંબાર સમી કન્યા પસંદ કરી.  છોકરી ને કનીયો મલ્યો ને વી મિનિટ વાતો કરી.  પણ આખરે કનીયાએ બેય કન્યા નાપસંદ કરી.  મંજુબા રેવામાસીને ક્યે “આ તારા  કનીયા ને બહુ ભણાવ્યો તેથીજ આ તકલીફ ઉભી થઇ છે”.   ને કે એને હમજાવ ને મોટેરા પસંદ કરે એની હારે માંડવે બેહી જાય”.  રેવામાસી “એની જરૂર નથી.  હુંજ મારા કનીયા હારે વાત કરી લઈશ”.  

માસી કનીયા ને ક્યે “તું કેવી છોકરી ગોતે છે મને હમજાવ ને તો હું ગોતી આપીશ. કનીયો ક્યે “મારે ભણેલી છોકરી જોવે પણ ગામ માં છોકરીએ ને કોઈ ભણાવતું જ નથી એટલે હું વાત કરીને ભણેલી નહિ તો ગણેલી, સમજુ છોકરી ગોતવા મથું છું”.  માસી ક્યે, ‘“એમ બોલને, હવે હમજાણું।  અમે હંધાય તારા માટે એવીજ છોકરી ગોતીએ છીએ, કે તારું દયાન રાખે, ગરમ રોટલી જમાડે ને પ્રેમથી રયે”.  કનીયો ક્યે “બા એવી છોકરી જેને રોટલી થી આગળ દુનિયાદારી માં રસ હોય, છાપા વાંચે ને નવું શીખવાની ધગશ હોય”.  માસી ક્યે “અલા કનીયા, મેં હામ્ભળ્યુ છે કે ઓલા ભીખુ માસ્તર ની છોડી હારી એવી ભણેલી છે.  પણ એવું હામ્ભળેલું કે છોકરી થોડી કાળી છે, બહુ નમણી નથી ને પગ માં થોડી ખોડ છે એટલે લગન ની આશા છોડી દીધી છે ને આગળ ભણવાની છે.  આપણે એવી બીજી થોડી સારી દેખાય એવી છોકરી ધ્યાનમાં રાખીએ”.  કનીયો “બા તપાસ કરોને જો એના બાપુ રાજી થાય તો અમે એકવાર મળી લઈએ”.  માસી ક્યે “હાવ એવી કદરૂપી”?  પણ કનિયા ને રાજી રાખવા મુલાકાત તો ગોઠવી.  વળી સામે થી માંગુ આયવુંતું એટલે માસ્તરે છોડી ને સમજાવી કે છોકરો મળવા માંગે છે ને સાંભળ્યું છે કે ડાહ્યો ને ભણેલો છે તો એકવાર મળી તો જો.

ચંપા ને કનીયો બાર હિંડોળે વાત કરવા બેઠા ને ક્યાં સમય જતો રહ્યો તે ખબર જ ન પડી.  છેવટે માસીએ ઓરડામાંથી હાક મારી કે કનીયા હાલો હવે, ચા ઠંડી થઇ ગઈ છે.  ઘરે પંહોંચતાં જ કનીયા એ માસી ને કીધું, હવે લગન ની તૈયારે કર, ચંપા હારે।  બધાય ક્યે “હોય કોઈ દી?  આવો રાજાના કુંવર જેવો આપણો કનીયો, એને તો રૂપ રૂપના અંબાર સમી છોડી હામે થી આવશે, એને હમજાવો”.  માસી ક્યે, “રાજા ને ગમે ઈ રાણી, કરો કંકુના.  જાન નીકળી, વાજતે ગાજતે લગન થયા અને કનીયો બની ગયો કરસનલાલ.

આ વાર્તાનું પહેલું  ચેપ્ટર છે. વાર્તા અહીં અધૂરી છે.  બ્લોગ ઉપર આગળની વાર્તા લખાતી રહેશે.

Advertisements
  1. Leave a comment

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: