Gujarati Story: “અનુરાગ” – Chapter 2


આ વખતે બેઠક માં વાર્તા નો વિષય આપેલ.  મારી વાર્તા ધાર્યા કરતા વધારે લાંબી થઇ ગઈ છે.  તેથી થોડા દિવસો સુધી એક એક ચેપ્ટર મુકીશ. ગમે તો વિચાર જણાવશો.   આ વાર્તાનું બીજું ચેપ્ટર છે.  એક બે દિવસ માં વાર્તાનું ત્રીજું ચેપ્ટર મુકીશ।  તમને વાર્તા કઈ દિશામાં વણાંક લેશે તેમ લાગે છે — જણાવશો।  બાકીના ચેપ્ટર ના લિંક નીચે છે.
ચેપ્ટર 1  http://bit.ly/2b6t9Gw
ચેપ્ટર 3  http://bit.ly/2bKsUmb

નસીબે દિશા બદલી

વહુ આવી ને માસી તો ફુલ્યા ન સમાય।  કરસનલાલ ને ચંપા ને એવો મનમેળ ને સાસુ તો માં કરતાયે વધારે ધ્યાન રાખે।  ભીખુ માસ્તર તો જે સાંભળે એને ક્યે કે “મારી છોડી એ પાંચેય હાથે પમેશ્વર પૂજ્યા છે કે આવો પરિવાર હાસિલ થયો.  જોત જોતામાં ચમ્પા ને મહિના રહ્યા.  કરસનલાલે કામ કરી પૈસા ભેગા કરેલા.  તે માસીને ક્યે ચંપા ને સુવાવડ પતે ને બાળક 6 મહિનાનું થાય આવા વર્ષે પછી અમે નીકળવાનું રાખશુ ને મુંબઈ ની કોલેજ માં દાક્તરી નું ભણવા માટે અરજી કરી દવ છું .  ચંપા એ પણ પૂરો સાથ આપતા કીધું કે બાળક ને ઉછેરતા હું સાથે સીવણ કરી ને બને એટલા પૈસા બનાવતી જઈશ.  કરસનલાલ ને ખબર કે ચંપા ને ભણવાનો ખુબ શોખ છે અને તેણે તો ચંપા ને કીધું કે મારી સાથે તારીયે ભણવાની વ્યવસ્થા કરશું.  ચંપા ને મન કરસનલાલ પતિ નહિ પરમેશ્વર હતા અને કરસનલાલને મન ચંપા તેની પત્ની નહિ અર્ધાંગિની (અડધા અંગ સમાન) હતી.  બંને સમજદાર પતિ પત્ની આમ ભવિષ્યના સપના ને સાકાર કરવા માટે મંડી પડ્યા.  પણ કહેવાય છે ને જો તમારે ઈશ્વરને હસાવવા હોય તો તેમને તમારા સપના ની જાણ કરો.  નસીબ ને પલટાતા વાર નથી લાગતી ને આંખના પલકારામાં બધું હતું નહતું થઇ ગયું.

દરિયામાં સુનામી આવીએ ને ઓખા જેવા નાના બંદર માં તારાજી સર્જાય ગઈ.  પલકવાર માં આખું ગામ તહેશ નહેશ થઇ ગયું.  કરસનલાલ એક હાથ માં આવેલ લાકડું પકડી ચંપા ચંપા ના નામની બૂમો પાડતા રહ્યા.  દરિયાના મોજા એમને દૂર દૂર ઢસડી ગયા અને કલાકો સુધી તે તરતા રહ્યા અને મોત ને આવવાની વાટ  જોતા રહ્યા.  કોઈ જાદુ સમાન એક માછીમાર ની હોડી સુનામી ના વર્તુળ ની બહાર હોવાથી બચી ગઈ પણ દરિયાઈ મોજાના હાલક ડોલક ને લીધે પોતના મારગ થી કેટલાય નોટીકલ માઈલ દૂર પહોંચી ગઈ હતી.  તેઓની નજર કરસનલાલ ઉપર ગઈ અને તુરંત હોડી તે તરફ વાળી અને કરસનલાલ ને બચાવી લીધા.  કરસનલાલ ને તેઓ પોતાને ગામ લઇ ગયા અને તેમની સારવાર માટે ગામના મુખી ને હવાલે કાર્ય.  હવે આ એ જમાનાની વાત છે કે આઝાદી નવી નવી આવેલ.  ભારત પાકિસ્તાન ના અમુક ગામોમાં ખૂન ખરાબી અને જાનહાની એ માઝા મૂકી દીધેલ.  અને તે છતાંયે  અમુક સરહદ ના ગામો માં હજી પણ હિન્દૂ અને મુસલમાન ભાઈચારાથી રહેતા હતા.  કરસનલાલ પાકિસ્તાનના એવા એક સંપે થી રહેતી કોમ વાળા બંદરે પહોંચી ગયેલ.  બદરૂદીન મિયાં સમજી ગયા કે આ ભારત નો નાગરિક આવી પહોંચ્યો છે.  તેમણે અને તેમની બીબી એ પોતાના દીકરા સમાન તેમની સારવાર કરી.  

કરસનલાલ તો હોશ આવતાજ ચંપા ચંપા ના નામ ની રટ લઈને બેઠેલા.  ધીમે ધીમે સમાચાર આવતા ગયા તેના અનુસાર આખું ગામ અને આસપાસના કેટલાય ગામો તારાજ થઇ ગયેલ.  કરસનલાલે મિયાં ને આજીજી કરીને કેટલીયે પૂછતાછ કરાવી પણ એવું જાણવા મળ્યું કે તેમના ગામ અને એવા અમુક ગામ માં કોઈ વસ્તીજ નતી અને ખાલી ખમ ગામમાં પશુ અને માનવી ની લાશ ના ઢેર પડેલા.  કરસનલાલે તો યે આશા છોડીજ નહિ અને કેટલીયે તપાસ કરાવી।  પણ સાથે સાથે કામ પણ કરવા લાગ્યા અને ભણેલા માણસ ની ખોટ હોય એવા ગામમાં તેમની ઈજ્જત વધવા લાગી.  બદરૂદીન મિયાં ને તેઓ પૈસા આપતા અને તેમની સાથે જ રહેતા.  મહિનાઓ વીતવા લાગ્યા અને એવું નક્કીજ થયું કે કોઈ બચ્યું જ નથી પછી તેમને ગામ પાછા ફરવાની ઈચ્છા જ ન થયી.  માસા માસી ને ચંપા ના વિચારે તેઓ ગમગીન બની કલાકો ઉદાસ રહેતા તો ક્યારેક અવ્વલ નિશ્ચય કરતા કે હવે પછીની જિંદગી તેઓ સારા કામ માં જ પસાર કરશે, દાક્તર બની અને લોકો ની સેવા કરશે.

એક બે દિવસ માં વાર્તાનું ત્રીજું ચેપ્ટર મુકીશ।  તમને વાર્તા કઈ દિશામાં વણાંક લેશે તેમ લાગે છે — જણાવશો।

Advertisements
  1. Leave a comment

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: