Gujarati poem: Noise “ઘોંઘાટ” – May-2016


This month topic in our Gujarati literary group is to write a poem on “yearning for homeland”.  Of all the things, when I come back from my annual visits to India, as when I first came to the US, in the hours of absolute afternoon silence, I miss the noise of India – noise indicative of life (noise of neighbor’s TV, noise of street peddlers, incessant continuous ringing of doorbell for newspaper, milk, vegetable sellers, guests, neighbors coming to borrow sugar, noise of cars on the street, noise of kids going to school).  (Contrarily, when I go back to India, it is now also the incessant noise that bothers me the most – but that will be another poem). Some day I might try to translate some of my poems – but here it is in Gujarati.

પહેલા નવો લાગતો આ દેશ હવે પોતીકો થયો, દિલમાં વસ્યો
ક્યારેક જન્મભૂમી ખુબ દુર ને અળગી લાગે છે
નવા દેશમાં નવા ઝાડ રોપ્યા, નવા ફૂલ ખીલ્યા
નવી ઝીંદગી માં કડી કડી જોડાણી ને મિત્રો અહી નવા બન્યા

છતાયે અચાનક આવીને દિલ ને ભીન્જાડી જાય છે, વરસાદના છાંટણા જેમ
માતૃભુમી ની યાદ..  ક્યારેક વસે છે મોગરાના ફૂલ ની સુવાસ માં,
ક્યારેક ગૌરવભેર આંખ ભીની થાય છે
જયારે ગુજરાતી માં ગીત ગુંજે છે ગુજરાતદિન નિમિતે
પહેલાના દિવસો postman ની રાહ જોવામાં ગુજર્યા
પણ હવે તો કમ્પ્યુટર ખોલતા આંખ ઇન્બોક્ષ તરફ મંડાય છે

દિલ અધૂરું થાય છે પડોશમાં રહેતી સહેલીના સમાચાર વાંચવા
સાથે કોલેજ જતા, સાથે ખાતાપીતા ને સાથે વાંચતા
ઉનાળાની રજામાં કંટાળીએ તો કેરમ રમવા બેસતા
ને ચોથું પાત્ર ખૂટે ત્યારે મમ્મીને બેસાડતા

ક્યારેક ખાખરા ને અથાણું ખાવા મન ખેચાય છે
માસીના જ હાથના બનાવેલા..
મમ્મીની દાળ યાદ આવે ત્યારે
હું પૂછું છું, “મમ્મી મને કેને તારા જેવી દાળ કેમ બનાવવાની”
મમ્મી ક્યે છે “દાળ તો નવવધુ સમાન છે, ઘરેણા બરોબર પહેરાવીશ તો સારી જ બનશે”
પણ ક્યારેય મમ્મી બનાવતી તેવી બનતીજ નથી

ભારતની સહેર કરીને આવ્યા પછી શાંત બપોરે બેસું છું ત્યારે….
માસી, મમ્મી ને બહેનપણી ને યાદ કરું છું ને આંખ ભીની થાય છે
ઝટ આંસુ લુછી નાખું છું. હવે તો અહીજ મન પરોવવાનું
તોયે આખીયે શાંત બપોરે મન કકળાય છે

પહેલી વખત અમેરિકા આવ્યા ની યાદ તાજી થાય છે
મમ્મી પપ્પાની યાદ ને તો ત્યારેય ઝટ ભૂંસી નાખતી
પણ આ અખંડ નીરવ શાંતિ….
ન ભેદાય, ન ખંખોરાય, ન ભૂંસાય, ન છેદાય
એવી નિર્જીવ શાંતિ માં……
ભારતનો ઘોંઘાટ શોધતું દિલ ગૂંગળાય છે

XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX

બેઠકનો આ મહિનાનો વિષય છે કે માતૃભુમી થી દુર નિવાસ કરવાથી “ડાયાસ્પોરા” ને જે અનુભૂતિ થાય તેના ઉપર “અછાંદસ” કવિતા લખવાની.  આપણે ખરેખરી રીતે “ડાયાસ્પોરા” ન ગણાઈએ।  અંગ્રેજી શબ્દકોશ પ્રમાણે જે લોકો ને કમને અથવા પોતાની ઈચ્છા વિરુદ્ધ પોતાની જન્મભૂમી છોડવી પડી હોય તેને “ડાયાસ્પોરા” કહેવાય અને આપણે તો આપણી ઈચ્છા સાથે અહીં આવ્યા છીએ.  છતાયે માતૃભુમી પ્રત્યેની ખેંચ અને ઘણી લાગણીઓ તેવીજ તેજ હોય છે.  બીજા કાવ્યો http://www.shabdonusarjan.wordpress.com બ્લોગ ઉપર જરૂર માણજો।  

  1. Leave a comment

Leave a comment