કેલીફોર્નિયા માં કાજલ ઓઝા વૈદ્ય (Kajal Oza Vaidya) સાથે મુલાકાત


તાજેતરમાં “જવનિકા” ના આયોજક જાગૃતિબેન દેસાઈ શાહ અને “બેઠક” ના આયોજક પ્રજ્ઞાબેન દાદ્ભાવાળા દ્વારા ગોઠવેલ પ્રોગ્રામ માં કાજલ ઓઝા વૈદ્ય સાથે એક મુલાકાત માણવાનો અને તેમને સાંભળવાનો ખુબ સુંદર લહાવો મળ્યો.wp-1460431138947.jpg

કાજલબેન એક લોકપ્રિય લેખક, રેડીઓ વ્યક્તિ અને પત્રકાર છે.  તેમણે 56 થી ઉપર પુસ્તકો પ્રકાશિત કર્યા છે કે જેમાં નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, અનુવાદો, નિબંધો, નાટકો અને ૪ ઓડિયો પુસ્તકોના સંગ્રહનો પણ સમાવેશ થાય છે. તેમણે એક લેખક હોવા ઉપરાંત હિન્દી અને ગુજરાતી સિનેમા તેમજ ટેલિવિઝન ક્ષેત્રે કટાર લેખક, કવિ, અભિનેત્રી અને સંચાલક તરીકે પણ કારકિર્દી કરેલ છે. ટીવી ઉપર 1700 જેટલી સીરીઅલ માટે તેઓ લખી ચુક્યા છે.  કેલીફોર્નિયા ના બે અરિયા માં ICC માં યોજાયેલ પ્રોગ્રામ માં કાજલબેને સ્પીચ આપી અને પછી પ્રેક્ષકો સાથે સવાલ જવાબ કર્યા।

કાજલબેન કહે, સ્ત્રી એટલી રહસ્યમય હોય છે કે સ્ત્રી જયારે લખે છે તો વાચકો તેના લખાણ માં તેની આત્મકથાના ટુકડા જોવા માથે છે.  કોઈપણ લેખિકાએ વાચકો શું અર્થ કાઢશે તે વિચાર્યા વગર માત્ર સત્ય કહેવાનું.  કોઈપણ લેખક કે લેખિકા ના સર્જન માં તેના વ્યક્તિત્વનું પ્રતિબિંબ દેખાય જ તેવું જરૂરી નથી.  તેમણે Naipaul ની મશહુર લાઈન સંભળાવી “I’m only responsible for what I say, not for what you understand“.  ઘણી વખત લખવામાં તમારું catharsis થાય છે અને કોઈ બાબત માં થી લખવા થી મુક્તિ મળે છે.  (ઘણી વખત દુનિયામાં ખરાબ બનાવો બને ત્યારે મને પણ obsessively તેનો વિચાર આવ્યાજ કરે છે અને કૈક લખું નહિ ત્યાં સુખી મને તે વિચારોમાં થી મુક્તિ મળતી નથી. દુનિયામાં એવા બનાવો બન્યા ત્યારે મેં જે લખ્યું તેના લીંક મુકેલા છે, સમય મળે તો વાંચશો. જેમકે પાકિસ્તાનમાં આતંકવાદીઓએ બાળકોની કતલ કરી http://bit.ly/1wfp47D  , Sandy Hook નિશાળ માં બાળકોને માનસિક રીતે અસ્થ્વસ્થ માણસે રહેંસી નાખ્યા http://bit.ly/QZOh2a & http://bit.ly/TlaQN2  કે પછી નીર્ભયાનો ખુબ ખરાબ બળાત્કારનો નો કિસ્સો દિલ્લીમાં બન્યો http://bit.ly/WyY4zf ).

wp-1460431906200.jpgકાજલબેન ના વિષયો ઘણી વખત તેમની સામેજ આવીને ઉભા રહી જાય છે.  તેમનું કહેવું છે કે દરેક વ્યક્તિમાં કશું સારું અને કશું ખરાબ હોય છે અને આપણે તેમાં શેની સાથે જોડાવું તે આપને નક્કી કરવાનું છે.  અને ક્યારેક કોઈ પાત્ર ઉપર લખવાની શરૂઆત કરીએ, તો લખાણ માં સત્ય જાળવવું હોય તો ખુબ નિકટતા થી એ પાત્ર જોડે જોડાઈ ને તેની દ્રષ્ટિ થી દુનિયાને જોવી જોઈએ.  કાજલબેન કહે આમ તો જેટલું લખવા જેવું હોય તે બધું લખી ચુક્યું છે.  લેખક માટે મહત્વનો માત્ર વિષય નથી.  મહત્વનું એ છે કે લેખક તે જ વિષય ને કેવી નવીન રીતે repackage કરે છે અને વાર્તા કેટલી ઉત્તમ રીતે કહી શકે છે.  

પ્રશ્નો ના જવાબો આપતા કાજલબેને કહ્યું કે “લખતા લખતા મારી અંદર કૈંક બદલાયું છે.  It has made me a better person, more purified, calm and forgiving person “.  તેમણે કહ્યું “હું જવાબદારી થી લખું છું પણ ભય થી નથી લખતી.  ભય તો તેને લાગે જેને કશું ગુમાવવાનું હોય”. મિસ્કીન ની ગઝલ ના શબ્દો બોલ્યા “તારું કશું નથી તો છોડી બતાવ તું ને તારું બધું હોય તો છોડી ને આવ તું”.  તેમણે અંગ્રેજી માં ઉમેર્યું “being strong does not require any effort; just don’t lose your tongue and don’t lose your temper, being strong is about being composed”.  

ઘણી વખત જટિલ પ્રશ્નનો ના પ્રતિઉત્તર મેળવવા માગતી સ્ત્રીએ સમાજ સાથે સંધર્ષમાં ઊતરવું પડે છે.  સ્ત્રી પોતેજ એટલી complex છે કે તેને ગજરો પણ જોઈએ છે, કોઈ લાડ લડાવે તે પણ ગમે છે અને તે સ્વતંત્રતા પણ ઈચ્છે છે.  તેણે હમેશા સત્ય ની સાથે જોડાઈ ને રહેવું જોઈએ.  અંત માં સુખસભર જીંદગી જીવવાનો રસ્તો ચીંધતા કાજળ બેન કહે “તમારા ગુસ્સા, અણગમા ને ઓળખવા માંડો અને સંઘર્ષ માં થી મુક્ત થઇ જાવ”, જેને ચાહો છો તેને બદલવાનો પ્રયાસ કરવાનો છોડી દો અને, જીંદગી ના પ્રવાહ ને અપનાવી ને મજા કરો.
_____________________________________________________________
wp-1460431138942.jpgપ્રજ્ઞાબેન દાદ્ભાવાળા બેઠક ના આયોજક છે અને દર મહીને એક વિષય ઉપર બેઠકના સર્જકો કોઈ લખાણ કરી તેને
શરદભાઈ દાદ્ભાવાળા ના પ્રોત્સાહન થી દર મહિના ના છેલા શુક્રવાર ની સાંજે મળતી બેઠક માં  મિત્રો વચ્ચે રજુ કરે છે.  તદ્દન ફરી પ્રોગ્રામ છે અને ગુજરાતી માં રસ ધરાવતા બધા સર્જકોને નીમ્ત્રણ છે.  બેઠકના સર્જકોની રચનાઓ પ્રજ્ઞાબેન ના બ્લોગ http://www.shabdonusarjan.wordress.com ઉપર જરૂર વાંચશો.

 

Advertisements

  1. Leave a comment

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: