મહાન કવિયત્રી પન્ના નાયક નું સન્માન અને તેમના કાવ્યોની એક ઝલક (Poet Panna Naik)


20160228_202329.jpgબે એરિયા માં ગુજરાતી feminist કવિયત્રી પન્નાબેન નાયક નું સન્માન કરવામાં આવ્યું ત્યારે પહેલી વખત મેં ખુબ google ઉપર શોધ કરીને તેમના કાવ્યો ને વાચ્યા અને ટહુકો ઉપર સંગીત માં ઉતારેલ તેમના કાવ્યોને માણ્યા અને તે હૃદય સરોસર ઉતરી ગયા.  આ અહેવાલ માં વચ્ચે વચ્ચે તેમના થોડા કાવ્યોને મેં વણી લીધા છે.  82 વર્ષ ના, વિદેશ માં વસતા પન્નાબેન, 22 વર્ષની જુવાનીના ઉંબરે ઉભેલ સૌરાષ્ટ્રના ગામડાની કન્યાના વ્યક્તિત્વને અને તેની લાગણી ને ઓળખી શકે છે અને તેને વાચા આપે તેવા feminist કવિયત્રી છે.  તેમને ખુબ awards મળી ચુક્યા છે અને તાજેતરમાં તેમને Gardi Research Institute for Diaspora Studies દ્વારા prestigious award એનાયત થયો.   બે એરિયાના પ્યારા કવિયત્રી જયશ્રીબેન મર્ચન્ટે યોજેલ સુંદર કાર્યક્રમમાં, મહેન્દ્રભાઈ મહેતા અને બીજા અનેક મહાનુભાવોના સહકાર અને સૌજન્ય થી પન્નાબેનનું  બહુમાન કરવામાં આવ્યું।  તેમના ખાસ મિત્ર અને MC રાહુલભાઈ શુક્લાએ ખુબજ રમુજ સાથે પન્નાબેન વિષે માહિતી આપી અને તેમની જીવન યાત્રા અને સર્જનયાત્રા પ્રસ્તુત કરી.  

20160228_203751.jpgસેલ સેલ સેલ
સપનાંનું!
સૌ કોઈને
ભાવભીનું નિમંત્રણ..
આવો અને લૂંટો
અપૂર્વ સેલ.
મહામૂલાં જતનથી સેવેલાં
પણ
હવે મને ના ખપનાં
એટલે
ઘટાડેલે ભાવે
વળતર સાથે
વેચી નાખવાનાં છે
મારાં સપનાં..!

20160228_201758.jpg20160228_202010.jpgકાર્યક્રમમાં વાંચન અને સર્જન દ્વારા અથાગ પરિશ્રમ થી ગુજરાતી ભાષાને જીવંત રાખવાના પ્રયત્નમાં વ્યસ્થિત રહેતા બે એરિયાના “બેઠક” ના યોજીકા પ્રજ્ઞાબેન દાદભાવાળા, ભારતીય ભાષા અને સંસ્કૃતિને રાસ, ગરબા, દાંડિયા, ચલચિત્રો અને નાટક દ્વારા ખીલાવનાર, જવનીકા ના જાનામાના જાગૃતિબેન દેસાઈ, અને વિશ્વના ખૂણેખૂણે ગુજરાતી ટહુકો પહોંચાડનાર tahuko.com ના જયશ્રીબેન ભક્ત-પટેલ નો સાથ અને સહકાર હાજર હતો. આખી ગુજરાતી community પન્નાબેનના સત્કાર માટે એકથી થયી ગયેલ। હરીક્રુષણ મજમુદાર “દાદા”, પ્રતાપભાઈ પંડ્યા, શરદભાઈ દાદભાવાળા, રાજેશભાઈ શાહ અને સુરેશભાઈ પટેલ “મામા”, દર્શનાબેન ભુત્તા શુક્લા નો પણ સહકાર અને હાજરી હતી.  

20160228_184225.jpgસ્ત્રીઓની જીંદગીમાં અવારનવાર ઉપસ્થિત થતા વિપરીત સંજોગો અને સ્ત્રીઓની જટિલ, અટપટી, ગુંચવણભરી વિસંવાદી જિંદગીની ઘટમાળને ઓળખીને એવી રીતે પન્નાબેન બહુ થોડા શબ્દોમાં ઊંડી વાત કહી જાય છે.  શિવાની દેસાઈ અને મનીષા જોશીએ પન્નાબેનના કેટલાક કાવ્યો લાગણીસભર શૈલીથી બોલી સંભળાવ્યા।  

હું પન્ના અને આ છે મારી ડાયરીના રખડતા પાના
અમેરિકા જ મારા માટે ખુલ્લું મુકાયેલું દ્વાર છે
મુકામ પર પહોંચવું હોય કે ન પહોંચવું હોય પણ વિસામો તો લેવોજ પડે
આ લીલા ઘાસનો દરિયો રે, એને પતંગિયાથી ભર્યો રે
હસીને જીવન જીવી જવું અને જીરવી જવું, કવિતા આ બધું જીરવવાની માધ્યમ બની
આજથી બધાજ બારણા બંધ , નથી જોઈતો કોઈનો સ્કંધ
સાત જનમના સુખ ને આઠ જનમના આલિંગન અમને ઓછા પડે, અમને તમારી અડખેપડખે રાખો
મારી પાસે આવે છે કવિતા ક્યારેક લય લઈને તો ક્યારેક પ્રલય લઈને

ક્યારેક અમુક પુરુષો નારીને અબલા અને લાગણીશીલ માનીને અને પોતાને બુદ્ધીપ્રધાન સમજીને સ્ત્રીને ખુબ સુચના, સલાહ અને રોક, ટોક કરતા હોય પણ અમુક સમય આવે કે સ્ત્રી નિર્ણય કરેકે તેને હવે પછીથી તે વર્તન બિલકુલ મંજુર નથી.  પન્નાબેને આ કાવ્ય સંભળાવ્યું તેમાં સ્ત્રીની વેદનાની સાથે સાથે  એક દૃઢનિશ્ચયી, નીડર નારી પણ ઉપસી આવી છે.

કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ,
ટહુક્યા કરવાનું મને મંજૂર નથી;
કોઈ પ્રેમને નામે મને ડંખ્યા કરે,
અને ઈચ્છા મુજબ મને ઝંખ્યા કરે;
જે બોલે તે બોલવાનું ને નાગ જેમ ડોલવાનું,
મને આવું અઢેલવાનું મંજૂર નથી.

પોતાની આંખ હોય પોતાની પાંખ હોય,
પોતાનું આભ હોય પોતાનું ગીત હોય,
મનની માલિક હું મારે તે બીક શી?
હું તો મૌલિક છું,
હા માં હા કહીને ઠીક ઠીક રહીને,
મને ઠીક ઠીક રહેવાનું મંજૂર નથી.

માપસર બોલવાનું માપસર ચાલવાનું,
માપસર પહેરવાનું માપસર પોઢવાનું,
માપસર ઓઢવાનું,
માપસર હળવાનું માપસર ભળવાનું,
આવું હળવાનું ભળવાનું માપસર ઓગળવાનું,
મને આવું પીગળવાનું મંજૂર નથી.

કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ,
ટહુક્યા કરવાનું મને મંજૂર નથી.

પન્નાબેન સાથે આવેલા Friends of Philadelphiaએ છેક East Coast થી West Coast સુધી માતૃભાષાની સુવાસ ફેલાવી ધીધી।  And best was reserved for last.  બે અરિયા માં સુંદર કલાકારો વસે છે તો કાવ્યોને સંગીત માં તો માણવા જોઈએજને?  હેતલ બેન ભ્રમ્ભટ્ટ, આનલ બેન અંજારિયા અને નેહલબેન રાવલે પન્નાબેનના થોડા કાવ્યો ગાઈને મારા જેવા કેટલાક પ્રેક્ષકોને તેમના આજીવન પર્યંતના ચાહક બનાવી દીધા।  
20160228_205854.jpg

પાંદડી વાયરાને વળગી શું કામ?
ડાળી પર ઝૂલતી’તી,
ડાળી પર ખૂલતી’તી,
ડાળીથી અળગી શું કામ?

અહો ! મોરપીંછ-મંજીરા વાગે છે
ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે
હું તો સપને સૂતી સપને જાગી
ક્યાંક ગિરિધર ગોપાલધૂન લાગી
સૂર મારા ઊંડાણને તાગે છે
ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે
હું તો મુખડાની માયામાં મોહી પડી
આંખ હસતાં હસતાં વળી રોઈ પડી
કોઈ શ્વાસે પાસે દૂર ભાગે છે
ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે.

પન્નાબેનની સત્યનિષ્ઠા અને અખંડતા તેમના ક્વ્યોની જેમ તેમની જીંદગી માં પણ જોવા મળે છે.  જેવી boldness પન્નાબેનના કાવ્યોમાં છે તેવીજ નીડરતા થી તેઓ જીંદગી જીવે છે.  લગભગ બે વર્ષ પહેલા,  80 વર્ષના કવિયત્રી પન્ના નાયકે અને 72 વર્ષના Washington DC ના CFO નટવરભાઈ ગાંધીએ પ્રણય યાત્રા માં સાથે કદમ માંડ્યા।  પ્રેમ પન્નાબેનને સ્પર્શે અને તેમની કવિતા વાચકોને પ્રેમરસ માં પાગલ કરી નાખે તેવી સંવેદના તેમના કાવ્યો માં હોય છે.  

હું તો તારી તે પ્રીતમાં પાગલ થઇ ગઇ,
એવી પાગલ થઇ ગઇ,
હું તો ધરતીની ધૂળ જાણે વાદળ થઇ ગઇ … હું તો.
હું તો કંઇ પણ નથી ને મને ફૂલ ફૂટ્યાં,
હું તો બ્હાવરી : મેં તારા કંઇ ગીત ઘૂંટ્યાં;
તારી ને મારી આ પળપળની વાત,
મારી કોરી આંખ્યુંનું કાજળ થઇ ગઇ … હું તો.
હું તો આંખો મીંચીને તને સાંભળ્યા કરું,
મારી છાની આ લાગણી પંપાળ્યા કરું;
કેવાં આ લાભશુભ : ઓચિંતા એક દિવસ,
હું તો કંકોતરીનો કાગળ થઇ ગઇ … હું તો.

પન્નાબેનના કાવ્યો માં હોય છે જીવનની ચેતના માંથી જન્મતો વિષાદ, પોતાના દાંપત્યજીવનની હાલકડોલક જલક, પોતાની આસપાસની એકલતાનો અનુભવ , ક્યારેક ઉષ્માવિહીનતા તો ક્યારેક સ્નેહસભર જીવનની ઝાંખી।  બધાજ કાવ્યો દિલ ને સ્પર્શી જાય છે.  તેમના કાવ્યો તમને લાગણીના પુર માં ખુબ ઊંડે ડૂબકી મરાવીને બહાર લાવે ત્યારે એમ થશે છે કે હવે તો છે બસ અજવાળું અજવાળું।   તેમના કાવ્યોને જરૂર માણજો।

ફુલ ખીલ્યું ને ઉપવનમાં તો અજવાળું અજવાળું,
ભમરાઓ તો મનમાં ગૂંજે ગીત ગહન મર્માળુ.

 

Advertisements

, ,

 1. #1 by vijayshah on March 1, 2016 - 2:46 pm

 2. #2 by tarulata on March 1, 2016 - 8:56 pm

  srs rjuaat.

 3. #3 by NAREN on March 1, 2016 - 9:52 pm

  ખુબ સુંદર

 4. #4 by rashmijagirdar on March 2, 2016 - 3:34 am

  જેટલો અનોખા મહેમાન- મહાનુભાવ, એટલી જ સરસ ઉજવણી અને એથીય અદકો આપનો અહેવાલ !!! દર્શના વરિયા જી ! અભિનંદન !!

 5. #5 by rashmijagirdar on March 2, 2016 - 3:42 am

  જેવા મહાન મહેમાન – એવી સુંદર ઉજવણી અને એવો જ સુંદર અહેવાલ ! બધું જ અભિનંદનને પાત્ર !

 6. #6 by jadav nareshbhai on March 5, 2016 - 4:08 am

  “verynice pannaben ” kavi ” jaan

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: