Varta re varta…….


“બેઠક” ના વિષય પ્રમાણે નીચેની વાર્તા , suspense story રજુ કરું છું. શું ગમ્યું અને શું નહિ ગમ્યું તે જરૂર જણાવશો। તમારા comments અને likes બદલ ખુબ ખુબ આભાર.

ઉદય હવે અમેરિકાનો સીટીઝન થઈ ગયાં પછી નિશ્ચિંત થઈ ગયો, એમ તો ખુબ સારું ભણેલો અને ઉદય એક સ્ટાર્ટ અપ કંપનીમાં સારા હોદા પર કામ કરતો હતો. પગાર પણ સારો હતો, પણ નોકરી કરતાં પોતાની પણ એક સ્ટાર્ટ અપ કંપની હોય તેવું સ્વપ્ન રોજ સેવ્યું હતું. જે પૂરું કરવાનો સમય આવી ગયો. પોતાની પત્ની અનિતાને આ વાત કરી. અનિતાએ તેને પ્રોત્સાહન આપતાં કહ્યું”હા ઉદય તું કૈંક નવું કર આમ પણ મને કામ પર પ્રોમોશન મળ્યું છે, માટે ઘરની જિમ્મેદારી આપણાંથી ઝીલાશે. અને ઉદયે પોતાનીનોકરી છોડીને સ્ટાર્ટ અપમાં ઝંપલાવ્યું.

હવે ઘર ચલાવવાનો બધો જ ભાર અનિતા પર આવ્યો. ઉદય તો એકદમ વ્યસ્ત રહેવા લાગ્યો. એક તરફ પ્રોજેક્ટ તૈયાર કરવાનો બીજી તરફ ટીમ સાથે કામ લેવાનું, અને સાથે સાથે VC ને ફંડિંગ માટે મળવાનું. અનિતાને તેની નોકરી સંભાળવાની અને સાથે સાથે છોકરાને ભણાવવાના, અને તેમની પ્રવૃતિઓમાં મુકવા જવાના, લેવા જવાના વગેરે કાર્યોમાં તે પણ વ્યસ્ત રહેવા લાગી. તેવામાં આ વાતે જુદો વળાંક લીધો અને અમેરિકાની ઇકોનોમી ખરાબ થઈ અને ચારે તરફ લોકોની નોકરી જવા લાગી અને તેમાં ફંડિંગ ની તો વાત જ જવા દયો.

ઉદય વધારે ને વધારે નાસીપાસ થવા લાગ્યો। ઉદયને ડીપ્રેસન થવા લાગ્યું અને ઘર અને બાળકો તરફ તેનું ધ્યાન અને તેનો રસ ઓછો થવા લાગ્યો. પોતાના વિચાર વમળ માં ગોથા ખાતો ઉદય ઘરકામમાં વધારે મદદરૂપ થવાને બદલે ઓછો ધ્યાન આપવા લાગ્યો. ધીમે ધીમે ઉદય તરફ અનીતા ની કડવાશ પણ વધવા લાગી અને બંને વચ્ચે ખુબ વિખવાદ થવા લાગ્યો. એક બે વખત સારી તક પણ નજર સામે આવી. એક સબંધીએ કહેવડાવ્યું કે તેમની મોટેલ છે તેમાં ઉદય મેનેજર તરીકે કામ કરી શકે તો ઉદય અને અનીતાને પણ રાહત મળશે અને તેમની મોટેલ સચવાઈ જશે. અનિતાએ તે કામ લેવા માટે ઉદયને ખુબ પ્રોત્સાહન આપ્યું પણ ઉદય સાંભળવા પણ તૈયાર ન હતો.

ઉદય ના મન ઉપર એકજ ભૂત સવાર હતું કે તે સ્ટાર્ટ અપ કંપની માં મોટો CEO થવાનો છે. તેમાં અનીતા તેને આવા નાના મોટા કામ લેવા માટે દબાણ કરતી હતી તે તેને ખુબ ખુચવા લાગ્યું. જેમ જેમ ઉદયને લાગ્યું કે તેની પત્ની નો તેના સ્વપ્નમાં સહકાર નથી તેમ તેમ ઉદય ને વારંવાર નાની મોટી બાબત ઉપર અનીતા ઉપર ગુસ્સો આવવા લાગ્યો. આ તરફ જેમ જેમ ઉદય નો ઘર ચલાવવામાં સહકાર ઓછો થતો ગયો તેમ તેમ અનીતા પણ ઉદય ઉપર નાની મોટી બાબત ઉપર નારાજી દર્શાવતી અને ગુસ્સો કરતી. ઉદય રાત્રે બે વાગ્યા સુધી ટીવી જોતો સોફા ઉપર પડ્યો રહેતો અને ત્યાજ સુઈ રહેતો। સવારે વહેલા ઉઠી છોકરાઓને તૈયાર કરતી અનીતા તેને જોઇને બુમાબુમ કરી ઉઠતી। આ રોજની કટકટ અને આર્થીક મુશ્કેલીની અસર બાળકો માં પણ વર્તવા લાગી. તેવામાં મદદરૂપ થવાને બહાને ઉદયના મમ્મી અને પપ્પા આવ્યા. તેઓ અનીતાને મદદ તો કરતા પણ તેમના દીકરા વહુની આ નવી જીવન શૈલી સમજી શક્યા નહિ. દીકરો ઘરે નાસીપાસ બેઠો રયે અને વહુ કામે જાય અને પછી વાસણ ન વિછાર્યા બદલ દીકરા ઉપર જેમ આવે તેમ બોલે તેમાં તેને અનીતાનો જ વાંક દેખાવા લાગ્યો. તેમને પણ લાગવા લાગ્યું કે જો અનીતા નો સાથ હોત તો તેમનો IIT માં ભણેલ દીકરો કોઈ ઊંચા હોદ્દા ઉપર હોત. અનીતાનો ગુસ્સાનો પણ પર ન રહેતો.

તેવામાં એક દિવસ અનિતાએ ઉદયને કૈક કામ ચીંધ્યું। ટીવી જોતા જોતા ઉદયે હોંકારો તો આપ્યો પણ કામ માટે ઉભો થયો નહિ અને બીજીજ મીનીટે અનિતાનું છટક્યું. તે કમરે હાથ મૂકી ઉદય પાસે આવી ને ચિલ્લાવા લાગી “ઉદય તું ઉભો થાય છે કે નહિ”. ઉદય “નહિ થાવ ઉભો, જા, શું કરી લઈશ તું”. અનીતા: “ઉદય હવે હું બિલકુલ આ ચલાવી નહિ લઉં હવે તો હદ આવી ગઈ છે”. ઉદય: હદ તો મારી પણ આવી ગઈ છે અને ઉદયે ત્યાજ પ્લેટફોર્મ ઉપર પડેલું ચાકુ હાથમાં લીધું અને અનીતા ઉપર છલાંગ મારી. અનીતા ખસી ગયી અને ઉદય પ્લેટફોર્મ સાથે અથડાણો, અને ચાકુ તેની છાતી માં ઘુસી ગયું. તેના મમ્મી પપ્પા ઉદય ઉદય કરીને દોડ્યા અને મીનીટોમાં ઉદયે છેલા સ્વાસ લીધા. ઉદયના માં બાપનું હૈયાફાટ રુદન થયું અને સાથે સાથે તેમણે અનીતાને કહ્યું “હત્યારી છેલ્લે અમારા છોકરાનો જીવ લઈને રહી. તુરંત અમ્બુલંસ અને પછી પોલીસ ની પધરામણી થયી. ઉદયના મમ્મી પપ્પાએ અંદરો અંદર કૈક તુરંત વાત કરી અને પછી પુછતાછ દરમ્યાન બધાયે પોતાનું બયાન આપ્યું.

થોડા સમયમાં પોલીસે કેસ જોડ્યો અને અનીતા ઉપર ઉદયની હત્યાનો આરોપ આવ્યો. તેના સાસુ સસરાએ બયાન આપ્યું કે રોજ ઉદય અને અનીતા ના ઝઘડા ચાલતા અને અનિતાની ટકોરનો પાર નતો અને તેના ગુસ્સા ઉપર તેને બિલકુલ કાબુ નતો. તેમણે કહ્યું કે તે દિવસે પણ તેઓ તેમના ઝઘડા સાંભળતા હતા પરંતુ રસોડાની દીલ્વાલની બીજી તરફ હોવાથી શું બન્યું તે તેમણે જોયું નતું। પરંતુ અનીતાને બોલતા સાંભળેલ કે “હવે તો હદ આવી ગયી છે અને હું આ ચલાવી લઇ નહિ લઉં”. અનિતાએ ખુબ આજીજી કરી કે તમે ત્યાજ ઉભા હતા અને શું બન્યું તે તમે જોયેલ છે પણ તેના સાસુ સસરાએ કઈ પણ જોયું હોવાની ઘસીને ના પાડી। કેસ આગળ ચાલે તે દરમ્યાન અનીતા ને કેદ ફરમાવામાં આવી. ઉદયના મમ્મી પપ્પા તૂટેલા હૃદયે ભારત પાછા ફરવાની તયારી કરવા લાગ્યા અને તેમણે બાળકોને તેઓની જોડે જવા માટે સમજાવ્યા। મમ્મી કેદમાં હોય ત્યારે ભારત પાછા જવાની બંને બાળકોએ ના પાડી અને દાદા દાદી ભારત પાછા ફર્યા. સત્તર અને અઢાર વર્ષના અમી અને આલોક એકલા રહેવા લાગ્યા.

તેવામાં એક દિવસ આલોક ટીવી ના વાયર ઠીક કરવા માટે ટીવી પાછળ ગયો અને તેને ત્યાં કૈક નવા મશીન જેવું દેખાયું. તે કાઢીને જોવા લાગ્યો. અમી બોલી “અરે અલોક આતો ટેપ જેવું લાગે છે, ચાલ આપણે જોઈએ શું છે. ઉદયને લાગેલું કે આલોક કોઈ ખરાબ સોબત માં પડ્યો હોય તો તેની ઉપર નજર રાખવા તેણે સીક્રેટ ટેપ મુકેલી. અમી અને આલોક જોવા લાગ્યા અને પછી તેમણે તુરંત તેમની મમ્મીના વકીલ ને ફોન લગાવ્યો. સીટીંગ રૂમમાં ચાલતું ટીવી રસોઈ કરતા કિચન માં પણ દેખાય તેમ મુકેલું અને અનિતા અને ઉદય વચ્ચે બનેલી પૂરી ઘટના ટેપ થઇ ગયેલ. વકીલ ભાઈએ આવી ને ટેપ જોઈ અને તુરંત તેને કોર્ટ માં પુરાવા તરીકે રજુ કરી અને તેના આધારે અનિતા ને કોર્ટે બેગુનાહ સાબિત કરીને તેને કેદ માં થી મુક્ત કરી.

અનિતાએ ઘરે આવતાજ બંને છોકરાઓને બથમાં લીધા અને બધા હર્ષના આંસુ સાથે ચોધાર રડ્યા. અનિતાએ કહ્યું “હવે તમને મારે મુખ્ય વાત કહેવાની છે. મને કેદમાં વિચારવાનો ઘણો સમય મળ્યો છે અને હું તમને થોડી વાત કહેવા માંગું છું. પહેલી વાત તો એ કે ક્યારે પણ રોષ માં આવી ને જેને આપણે પ્યાર આપ્યો હોય તેને ક્યારેય અજુગતું કઈ કહેવાનું નહિ. એકવાર બોલેલા શબ્દો પાછા લઇ શકતા નથી અને ગુસ્સામાં બોલેલા શબ્દો એટલે સામા પક્ષને ગુસ્સો વ્યક્ત કરવાનું આમંત્રણ આપવા સમાન છે. આપણી ઝીન્દગીમાં જે કઈ બન્યું તેમાં તમારા ડેડી સાથે મારો પણ વાંક હતો. બીજું, તમે હમેશા યાદ રાખશો કે તમારા ડેડી તમારી બંને ઉપર ખુબ ખુબ પ્રેમ કરતા હતા અને તમે બંને અમારી વચ્ચે ના પ્રેમ નું પરિણામ છો. અને આખરે એ પણ ધ્યાન રાખશો કે ઝીન્દગીમાં સપના તો સેવવા જ જોઈએ. પણ સપના સેવતા પછી એ સપના સાકાર કરવાની લાલચમાં બીજું બધું અવગણી ને તમારી ફરજ નિભાવવાની હોય તે ભૂલવાની નહિ. એ ફરજ નિભાવતા ક્યારેક સપનાને બાજુ ઉપર મુકવા પડે તો તે માટે તુરંત ત્યાર રહેવું.” આટલી બધી વાતો સાંભળીને આલોક બોલ્યો “તો વ્હાલી મમ્મી, હવે તુજ બોલ, મારું સપનું છે કે હું એન્જીનીઅર બનું પણ હવે ઘર માટેની જવાદારી તો મારી જ ગણાય ને અને મારી ફરજ છે કે મારું સપનું મૂકી ને હું મારી જવાબદારી નિભાવું, તેમાં તારું શું કહેવું છે?” અનિતા ક્યે, આલોક હવે તારી મમ્મી અહી છે અને મમ્મી ની તો માત્ર ફરજ જ નથી કે તે બાળકોના સપના પુરા કરે, પણ બાળકોના સપના સાકાર થાય તે તો મમ્મી નું મોટું સપનું પણ છે. તું એન્જીનીઅર બનીશ એ તો મારું મોટું સપનું છે. બેટા મારું સપનું સાકાર કરીશ ને?” અમી કહે, “કરશેજ ને? હવે તો તે આલોકની ફરજ છે અને અમારી બંને ની ફરજ છે કે મમ્મી, અમે તારા સપના સાકાર કરીએ”.

Advertisements
  1. વાર્તા રે વાર્તા-8-દર્શના વારિયા નાટકરણી | શબ્દોનુંસર્જન
  2. વાર્તા રે વાર્તા-8-દર્શના વારિયા નાટકરણી | સહિયારું સર્જન – ગદ્ય
  3. વાર્તા રે વાર્તા-8-દર્શના વારિયા નાડકર્ણી | સહિયારું સર્જન – ગદ્ય

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: