વાત નાની, અસર મોટી “તમે એવાને એવા જ રહ્યા ” – Gujarati short story “when will you change”?


આ વખત ની “બેઠક” નો વિષય છે “તમે એવા ને એવા જ રહ્યા”. નીચે નાની વાર્તા છે અને જિંદગીની ઘણી વાર્તાઓની જેમ તે વાર્તા પણ અધુરી છે. થોડા પ્રશ્નો ઉપસ્થિત થયા છે તે પણ નીચે લખ્યા છે. તમારી comments દ્વારા તમારા અભિપ્રાય જણાવશો અને તે માટે પહેલીથી આભાર. મારા બ્લોગ ઉપર તમને બીજી ઘણી માહિતી મળશે, તપાસજો. અને આ વિષયના બીજા લખાણો http://www.shabdonusarjan.wordpress.com બ્લોગ ઉપર વાંચવા મળશે.

વાત નાની, અસર મોટી  “તમે એવાને એવા જ રહ્યા ” – Gujarati Varta

અરુણકુમારે કામ ઉપરથી આવીને રૂમમાં ટાય તથા મોજા ઉતર્યા અને બાથરૂમ માં નાવા ગયા.  બાથરૂમમાં બીજા કપડાનો ઢગલો કર્યો અને નાય ધોયને બહાર આવ્યા કે અવનીબેને રોજ પ્રમાણે ટકોર કરી “તમે પણ એવાને એવાજ રહ્યા. વળી રોજની જેમ ચારે બાજુ કાપડનો ઢગલો કર્યો. ક્યારેય બદલાશો કે નહિ?

વર્ષો પહેલા જુવાનીમાં અરુણકુમારે દામ્પત્ય જીવન નો બહુ વિચાર કર્યો નતો. મિત્રો સાથે મળીને ખુબ સમય વિતાવતા અને દર શનિવારે પાના રમવાનીતો જાણે એક નિયત પરંપરા બની ગયેલ. મિત્રોના ઘરવાળા બધાને તે સાંજ તો મિત્રો સાથેજ વિતાવવાની સાંજ છે તે ખબર. પરંતુ જયારે અરુણકુમાર લગ્ન કરીને આવ્યા ત્યારે અવનીબહેને ચોખું કહી દીધું કે આ રોજ પાના રમવાનું ન હોય. તે આદત તમારે બંધ કરવી પડશે. અરુણકુમારે સમજાવવાની કોશિશ કરી પણ આખરે નમતું જોખ્યું.  મિત્રોએ પણ ખુબ ટકોર કરી પણ અરુણકુમારે કહી દીધું કે જો ભાઈ દામ્પત્ય જીવનમાં આપણે રીતભાત બદલવી પડે. અને  અરુણકુમારે એજ માર્ગ અપનાવ્યો। તેમનું એવું માનવાનું થયું કે જીવનમાં rigidity એટલે અક્કડ રહેવા કરતા નમ્ય રહીને flexibility અપનાવવી વધારે અનુકુળ અને તેજ તેમના દામ્પત્ય જીવનનો પાયો રહ્યો. અવનીબહેન ને વાતવાતમાં ટકોર કરવાની ટેવ અને તુરંત અરુણકુમાર તેના કહ્યા પ્રમાણે કરે. આમ તો મોટે ભાગે તેમનું જીવન સુખી. બાળકો થયા નતા પણ તે સિવાય અરુણકુમારે કોઈ ખામી અવનીબહેન ને લાગવા દીધી ન હતી.

લગ્ન પછી તુરંતજ અવનીબહેન ને અને તેમના સાસુ વચ્ચે થોડી નાની મોટી તકલીફ ઉભી થવા લાગી. અરુણકુમાર ના બાપુજી નો સ્વભાવ દીકરા જેવો જ. તેમને પણ વિખવાદ બિલકુલ ગમે નહિ. અરુણકુમારે પહેલા બાપુજીને સમજાવ્યા કે આ રોજના વિખવાદ વધે તે કરતા બાજુમાંજ જુદું મકાન લઈને પાસે પાસે રહેવાનું કરીને પ્રેમ રાખવો સારો. બાપુજીએ તુરંત સહેમતી આપી અને નસીબ જોગે બાજુમાંજ સરસ મકાન મળી ગયું. અવનીબહેન ની બા એ પણ દીકરીને કહ્યું “અવની હવે તારે શી ખોટ? તું તો તારા ઘરની રાણી છો. હવે તારે બિલકુલ ટકોર નહિ કરવાની, એકજ વર ને સાંભળી લેવાનો છે”. પણ સ્વભાવ પડ્યો બદલાય છે? અવની બહેન ની ટકોર ચાલુજ હોય અને અરુણકુમાર વર્તણુક માં તેમને ગમે તેમ ફેરફાર કરી નાખે.

અવનીબહેન ના ભાઈ ને ધંધે લગાડવાનો હતો અને અવનીબહેને ખુબ જીદ કરી કે ભાઈને ધંધે લગાડવા માટે તમારા સાહેબ જોડે વાત કરો. અરુણકુમાર ને થોડો શક હતો કે સાહેબ આમાં કૈક ખોટું જોશે તો? પણ આખરે તેમણે વાત કરી અને જોગાનુજોગ સાહેબ ને તેમના સાળાનું કામ પસંદ આવ્યું અને તેના કામનો વહીવટ થઇ ગયો. ત્યારે પણ અરુણકુમાર ને થયું કે આતો વાત બની ગયી પણ વણસી જાત તો. તેમને થયું કે તેમની પત્ની જરાપણ ધીરજ થી સમજી વિચારીને વ્યવહારિક નિર્ણય લેવાની બદલે તેની જીદ અને ટકોરને ધોરણે જ નિર્ણય લેવડાવે છે. ક્યારેક અમુક વખત સુધી અરુણકુમાર ને આ ખુંચે પણ પછી તેમના સ્વભાવ મુજબ વાત ને જતી કરે.

આવા તો કેટલાયે ઉદાહરણો અને આવી તો કેટલીયે નાની મોટી ઘટનાઓ બનેલી. અરુણકુમાર હમેશા મનને મનાવે કે લોકોને તો કેટકેટલી મોટી મુશ્કેલીઓ આવતી હોય છે તો આ તો નાની એવી અમથી વાત છે કે તેમની પત્ની નો સ્વભાવ કર્કશા જેવો છે. હમેશા તેમને થાય કે જતું કરશે તો ધીમે ધીમે અવનીબહેન સમજશે અને ધીરજ અને સહનશીલતા કેળવશે. એવામાં થયું એવું કે મીરાબહેન કરીને એક બહેન અરુણકુમાર ની ઓફિસમાં કામે જોડાયા. ઓફિસમાં તો નાની મોટી વાત માં ઘણાય ફેસલા લેવાના હોય અને અવાર નવાર નાના મોટા મતભેદ થાય. મીરાબહેન બધાજ મતભેદ સહનશીલતાથી પતાવે. ક્યારેક પોતાની વાત ઉપર ખુબ અડગ રહીને સમજાવે અને ક્યારેક બીજાની વાત સાંભળીને પોતોનો મૂળ મુદ્દો જતો કરે. અરુણકુમાર ને અને મીરાબહેન ને ઘણી વખત સાથે કામ કરવાનો સંજોગ બને અને અરુણકુમાર મીરાબહેન જે સમજુતીથી નિર્ણયો લ્યે તેના ઉપર તાજ્જુબ થઇ જાય.

એકાદ બે વખત અરુણકુમારે ઘરે નિરાતે બેસીને અવનીબહેન ને સમજાવવાની કોશિશ પણ કરી, કે “જો અવની તું કોઈ પણ વિષય ઉપર બે વખત ટકોર કરે એટલે તે વાત કોઈના ગળે ઉતારવાની હોય તો પણ અટકી જાય. અને તું તો ક્યારેક ટકોર ઉપર ટકોર મારે છે. ક્યારેક નાની નાની વાત ને જતી કરને”. પણ અવનીબહેનના બદલવાની વાત તો બાજુ ઉપર રહી પણ અરુણકુમાર વાત કરે તે અવનીબહેન નિરાતે બેસીને સાંભળે પણ નહિ. તે ક્યે, “જુઓ મને કયો છો એના બદલે જરા તમેજ બદ્લોને”.

અરુણકુમાર હાલમાં થોડો વધુ સમય ઓફિસમાં વિતાવવા લાગેલ. મીરાબહેન ને આગળ પાછળ કોઈ નતું અને તે તો ઘણો વખત ઓફીસ ના કામમાં વ્સ્યસ્ત રહેતા. સાંજે મોડું થવા આવેલ અને અરુણકુમાર ઘરે જવા નીકળતા હતા ત્યાં પસાર થતા તેમની નજર મીરાબહેન ઉપર પડી અને અચાનકજ બોલી ગયા ” હું ઘરે જવા નીકળું છું, પણ તે પહેલા કોફી પીવાની ઈચ્છા હોય તો તમે પણ કામ બંધ કરો અને બાજુમાં શાંતિથી કોફી પીને પછી આપણે ઘરે જઈએ. મીરાબહેને કહ્યું “હું કામ આટોપવામાં જ હતી અને બંને કોફી પીવા ગયા. વીસેક મિનીટ સાથે બેઠા અને નિરાતે કોફી પીધી પછી બંને ઘર તરફ વિદાય થયા.

પણ આજે અરુણકુમાર નું દિલ કૈક આસમાનમાં ઉડતું હતું. અરુણકુમાર ને બિલકુલ અવનીબહેન ના નિયમોનો ખ્યાલ જ ન રહ્યો। એવામાં અવનીબહેને ટકોર કરી કે “તમે તો બદલ્યાજ નહિ, વળી જ્યાં ત્યાં કપડાના ઢગલા કર્યા ને મારે તે ઉપાડવાના। ખરેખર હવે તો કંટાળી ગયી છું. શું તમે કૈક સુધારશો કે પછી એવા ને એવાજ રહેશો?” અવનીબહેન નું બોલવાનું ચાલુજ હતું ને તેમણે જોયું કે અરુણકુમાર તો રોજ ની જેમ કપડા ઉપાડીને બરોબર જગ્યાએ મુકવાની બદલે બહાર જવાની તયારી કરવા લાગ્યા છે. અરુણકુમારે પાયજામાની બદલે પેન્ટ ચડાવ્યું અને મોજા પહેર્યા. અવનીબહેન થોડા મુંજાય ગયા અને બોલ્યા “આ શું કરો છો? પાછા બહાર જાવ છો? હું જમવાનું ગરમ કરું છું. હજી હમણાં તો આવ્યા ને પાછા ક્યાં ચાલ્યા? અરુણકુમાર બહાર પગ મુકતા બોલ્યા “બસ કંટાળી ગયો છું, તારી રોજની ટકટક થી” અને બારણું થયું બંધ. અવનીબહેન તાકતા રહી ગયા.

પ્રશ્નો

  • શું એવું બને છે ક્યારેક કે જે વ્યક્તિ બીજાને ટકોર મારે કે “તમે એવાને એવાજ રહેશો, કે પછી બદલાશો થોડા?” તે ટકોર કરતી વ્યક્તિ પોતેજ ક્યારેક રીજીડ હોય અને વખત પ્રમાણે અને સબંધને અનુર્ક્રમીને બદલવા ન માંગતી હોય?
  • એવું પણ બને છે ક્યારેક કે એક વ્યક્તિ ટકોર સાંભળી સાંભળીને એટલી હદ સુધી કંટાળી જાય કે પછી એક વખત એવો આવે કે એક નાની અમથી ટકોર એવું તોફાન સર્જાવે કે જીવન નૌકા હાલકડોલક થઇ જાય?
  • ક્યારેક કોઈક વ્યક્તિ ને બિલકુલ વિખવાદ પસંદ ન હોય તો કોઈ આગવી ચેતવણી વગર તેની સહનશક્તિ ની અચાનકજ હદ આવી જાય છે અને વાતાવરણ ને છિન્નભિન્ન થતા વાર નથી લાગતી। શું અરુણકુમાર ને પહેલા બોલવાની જરૂર હતી?
  • આખરે અરુણકુમાર કંટાળ્યા છે. શું પરિણામ આવશે હવે?
  • તમે લેખક હો તો આ વાર્તામાં આગળ શું મોટી ઘટના બને?
  • શું મીરાબહેન ની મુલાકાત થઇ તેથી અરુણકુમાર ને ટકોરની અસર જોરદાર થઇ? કે પછી મીરાબહેન ન મળ્યા હોત તો પણ એવો સમય આવત જ કે અરુણકુમાર કંટાળત?
  • આ નાની એવી વાત માં ઝીંદગી જીવવા માટેનો કયો મોટો અર્થ છુપાયેલો છે?
  1. #1 by Pragnaji on June 7, 2015 - 11:17 pm

    જિંદગીમાં શું યાદ રાખવું, તેના કરતાં પણ વધુ મહત્ત્વનું છે કે શું ભૂલી જવું. ભૂલવા જેવું કંઈ હોય તો એ છે ભૂલો. ભૂલોને ભૂલી જવી જોઈએ. હા, ભૂલો વિશે એવું કહેવાય છે કે ભૂલોમાંથી જ માણસે શીખવાનું હોય છે, પણ શીખી લીધા પછી એ ભૂલોને યાદ રાખવાનો કોઈ મતલબ નથી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: