Gujarati Essay – How to become a good story teller


Building under construction in Miami from below

Building under construction in Miami from below (Photo credit: Wikipedia)

Milpitas ICC માં યોજાતી  બેઠક દ્વારા જાહેર કરેલ, વાર્તા સ્પર્ધા ની હરીફાઈ ના વિજેતા (સાક્ષર ઠક્કર – saksharthakkar.wordpress.com)  ને જાહેર કરતી વખતે જયશ્રીબેન મર્ચન્ટે વાર્તા કેવી રીતે લખાય છે તે ઉપર સરસ રીતે સમજણ આપી તેનો સારાંશ મેં નીચે લખ્યો છે.   બીજા લેખન અને બ્લોગ નીચેના બ્લોગ ઉપર વાંચવાનું ચૂકશો નહિ  shabdonusarjan.wordpress.com

વાર્તા ના ત્રણ અધ્યક્ષ હોય છે, આરંભ, મધ્ય, અને અંત.  વાર્તાની મધ્ય માં એવો સેતુ બાંધવો જોઈએ કે તે આરંભ નો ઉઘાડ કરે અને અંત ને ચમકાવે.  એમ માનો કે વાર્તા લખવી એટલે એક ઈમારત ચણવી.  ઈમારત ચણતા પહેલા એક નકશો એટલે કે પ્લાન જોઈએ।  અધિક વાંચન વગર આ પહેલે દરજ્જે જ તકલીફ શરુ થાય.  પ્લાન કરતી વખતે નક્કી કરો કે કઈ ઘટના કે બીના કે હૃદયની વાત આ વાર્તામાં કહેવી છે.  જયશ્રીબેને ખાસ ભલામણ કરી કે કોઈ પણ વિષય ને ટબૂ નહિ ગણવાના.

તે પછી પ્લોટ નક્કી કરો, કે આ વાત ની પુષ્ટ ભૂમિ કઈ હશે?  આ ઘટના ઘર અને ઓફીસ વચ્ચે બને છે કે બંને વચ્ચે કોઈ બાર માં એક વ્યક્તિ સાથે ઓળખાણ થાય છે ત્યાંથી શરુ થાય છે. તે પ્રમાણે પ્લોટ નક્કી કર્યા પછી, ઈમારત ચણવા માં મદદનીશ જોઈએ તેમ તમારી વાત કહેવા માટેના પાત્રો  નક્કી કરો.  જો નકશામાં કમી હોય તો મદદનીશ પાત્રો સારી ઈમારત ચણી  જ નહિ શકે.

English: "raj" word written in Gujar...

English: “raj” word written in Gujarati script. Français : Mot « gujarati » écrit en écriture gujarati. (Photo credit: Wikipedia)

જો પ્લાન અને પ્લોટ સારા હોય તો મદદનીશો એટલે કે પાત્રો કેમ વાત કહેશે તે નક્કી થાય.  તેમાં બહુ ગોઠવેલું દ્રશ્ય ઉભું કરીએ તો પાત્રોની ઓળખ ગુમાવી બેસીએ.  જે વાત તમારે કહેવી હોય તે વાત પાત્રોએ બોલવી જોઈએ। પાત્રોની એવી ઓળખ ઉભી કરવી જોઈએ કે પાત્રો જે બોલે તેમાં લાગણી ના અતિરેક વગર ભાવ અને સંવેદના વર્તાય.  વાર્તાના પ્લોટ માં શીર્ષક આવવું જરૂરી નથી પણ પાત્રો દ્વારા એ રીતે વાર્તા વહેવી જોઈએ કે શીર્ષક ન આવ્યા છતાય તે જ શીર્ષક વાચકોને વલોવી નાખે.

આ વાત ખાસ ધ્યાનમાં રાખવાની કે સારી વાર્તા માં ઉમળતા નો  અતિરેક ન હોય અને ઉપદેશ નો ખજાનો ન મળે.  મારા અનુસરે આજ ગુજરાતી લેખન ની મોટી ખામી રહી છે.  અતિ સારા લેખકોને છોડી ને ઘણા ખરા ગુજરાતી લેખકો મોટે ભાગે ઉપદેશ અથવા moral બતાવવા માટે વાર્તા લખતા હોય છે અને તેને લીધે હું અંગ્રેજી વાંચન વધારે પસંદ કરું છું.  તેવી વાર્તામાં લેખકના સર્જન ને બદલે ગોઠવણ અને એક ulterior motive વર્તાય છે અને વાર્તાનો આનંદ સરી જાય છે.

જયશ્રીબેને કહ્યું સારી વાર્તામાં સર્જક તેની સંવેદનશીલતા અને વેદના વાચક સુધી પહોંચાડે છે.  એવી વાર્તા લખવા માટે ખુબ વાંચન, અને સમકાલીન અને સર્વકાલીન વાંચન જરૂરી છે.  કહેવાયું છે ને કે લખતા લહિયો થાય અને વાંચતા વિધવાન થવાય.  ખુબ વાંચન થી સમજાશે કે ઊંડા વાંચન માં એટલા અર્થ છુપાયેલા હોય છે કે દરેક વખતે તે જ વાંચન માં નવા અર્થ જોવા મળશે.  અને જો તમે લેખક બનવા ચાહતા હો તો જયશ્રીબેન ના કહેવા અનુસાર, ખુબ વાંચન માં થી જ તમારી કળા ઉધાડ પામશે.

  1. Leave a comment

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: