Gujarati Essay – “Crossing boundaries & new experiences contribute to growth”


ગુજરાતી: સમગ્ર જીવન દરમ્યાન શક્ય એટલી મા ગુર્જ...

ગુજરાતી: સમગ્ર જીવન દરમ્યાન શક્ય એટલી મા ગુર્જરીના ચરણોમાં સેવા કરવાની ખેવના (Photo credit: Wikipedia)

જિંદગી નો ખરો આનંદ વર્તુળ માં થી બહાર નીકળવામાં છે. નકલી રેખા જે આપણને ક્યારેક કેદી  બનાવી નાખે  તેને તક મળે ત્યારે તોડવી જોઈએ.  કૃત્રિમ રેખા ને ઓળંગી, સીમા પાર કરી અને જીંદગી ને વિવિધ દ્રષ્ટિકોણથી માણવાની મજા અનોખી છે.  નવા અનુભવો, જાત પાંત ની રેખા ઓળંગી ને કરેલા જુદા જુદા મિત્રો, વિવિધ લેખકો, કવિઓ, અને જુદી જુદી ભાષામાં આપણે જીવન ને અનુભવીએ ત્યારે આપણને ઘણું જાણવા અને શીખવા મળે છે.  નવા દ્રષ્ટિકોણ થી નવી લાગણી અને સંવેદના નો કેળવાય છે.  મારા બે નાના અનુભવ પ્રસ્તુત કરું છું જયારે મને બે વખત કૃત્રિમ રેખા ઓળંગવાનો મોકો મળ્યો।  તે માટે એક વ્યક્તિને અને બે સંસ્થાને મારો ખાસ આભાર વ્યક્ત કરવા માગું છું.

ઘણા વર્ષો પહેલાની વાત છે.  મેં એક સેમીનાર માં પ્રવેશ કરેલ. તેનું નામ છે Landmark Forum (www.landmarkworldwide.com) .  તેમાં આપણી ઝીન્દગીને ઉચ્ચા દરે કેમ પહોચાડવી તે ઉપર શિક્ષક વાત કરતા હતા.  તેમણે કહ્યું કે ઘણી વખત આપણે જે જીંદગી વીતી હોય તેનું પ્રમાણ લઈને એક  બાઊંડરી અથવા એક રેખા દોરીને આપણે ઝીંદગી તેમાં વિતાવીયે છીએ.  તેમણે કહ્યું કે આજે તમે તે રેખાને ઓળંગો અને શું શક્ય છે તેના આધારે તમારી ઝીંદગી નું એમ માનસિક ચિત્ર દોરો અને પછી તે સેમીનાર માં બધાને પોતાની એક નવી ઓળખાણ ઉભી કરીને તે કાલ્પનિક ચિત્રને કેમ વાસ્તવિક બનાવવાનું તે ઉપર assignments આપેલ.  તે વખતે મારી નવી ઓળખ મેં બનાવેલ – creative self expression અથવા સર્જનાત્મક અભિવ્યક્તિ.  ત્યાં સુધી હું એમ માનતી હતી કે મારામાં creativity નો અભાવ હતો. પણ તે સેમીનાર પછી મેં અંગ્રેજીમાં લખવા નું શરુ કર્યું અને ઝીન્દગીમાં દોરેલી એક રેખાને ઓળંગી.  (તે પછી તો બ્લોગ પણ શરુ કર્યો અને અત્યારે 2000 જેટલા લોકો મારો બ્લોગ follow કરી રહ્યા છે.)

તે વાત વિત્યાને ઘણા વર્ષો પછી મેં કેલીફોર્નિયા માં થયેલ ગુજરાત ડે માં ઝવેરચંદ મેઘાણી ની રચનાઓને માણી।  તે પછી મેં બીજી રેખા ઓળંગી. http://tinyurl.com/on7rodx  જયારે હું આફ્રિકામાં મોટી થઇ ત્યારે ગુજરાતી શાળામાં જતા હું એકદમ ગુજરાતી પ્રેમી હતી.  પરંતુ છઠા ધોરણ માં ભારત આવતા એવો નિર્ણય લેવાયો કે અંગ્રેજી ભાષા અને કોન્વેન્ટ શાળામાં અમારે જવાનું.  અંગ્રેજી શાળામાં ન જવા માટે મેં ખુબ ધમપછાડા કર્યા પણ છેવટે મારે તે સ્વીકારીને અંગ્રેજી શાળામાં જવું પડ્યું અને તે દિવસથી મેં ગુજરાતી છોડી દીધું. લગભગ તે પછી પાત્રીસ વર્ષથી ઉપર મેં ગુજરાતી ભાગ્યેજ વાંચેલ.  મેઘાણી  ના કાર્યક્રમ માં ગુજરાતી સાથે મારી ફરી ઓળખાણ પાકી થઇ.  અને મેં ગુજરાતી વાંચન અને ગુજરાતી માં લખવાનું શરુ કર્યું.

પ્રજ્ઞાબેન  દાદભાવાળા Milpitas ICC માં જે બેઠક નામની સંસ્થા ચલાવે છે તેમાં આવતા, ગુજરાતી ભાષા સાથે તુરંતમાં તાજી થયેલ ઓળખાણ મૈત્રીમાં બદલી ગયી છે.  કેમ કે બેઠકમાં માત્ર ગુજરાતી માણવા જ નહિ પરંતુ ગુજરાતીને આત્મીયતાથી અનુભવવા મળે છે.  બધા પોતાના અનુભવ અને પરિપેક્ષ્ય પ્રમાણે એક જ વિષયને જુદી જુદી રીતે લખી લાવે છે – તે રીતે બેઠકના ઘણા પ્રેક્ષકો માણ્યો નરસિંહ મેહ્તાનો આસ્વાદ અને કહેવતો અને અરરર અને હાશકારો જેવા વિષય ઉપર જુદા જુદા શબ્દોમાં રચનાઓ લખી.  તેમાં માત્ર ભાષાને નિષ્ચેષ્ટ રૂપે અનુભવવાની બદલે સક્રિય રૂપે તેને આપણી પોતીકી કરી.  તે છે પ્રજ્ઞાબેન નો મોટો ફાળો કે તેમણે ભાષાને કંટાળાજનક રીતે પ્રસ્તુત કરવાની બદલે, બધાને પ્રોત્સાહન આપી ને દરેકના શબ્દોના સર્જનથી જીવંત ધબકતી રાખી.

મારી જેમ ઘણાએ આ રેખા ઓળંગી છે અને પહેલી વખત સાહિત્યકાર બન્યા છે.  આટલું મોટું રૂપાંતર અને છતાયે તેમાં નથી પૈસા ખરચ્યાં અને ઉપરથી સુંદર ભોજનો અને એક બીજાનો સાથ અને મૈત્રી નો ખજાનો કેળવ્યો છે.  તો બેઠક અને ગુજરાત દે તેમજ શબ્દોનું સર્જન બ્લોગ એ છે પ્રજ્ઞાબેન ના નિશ્વાર્થ, સતત અને નિરંતર પરિશ્રમ નું પરિણામ, જેના આધારે મારા જેવા કેટલાયે કૈક રેખા ઓળંગી છે અને ગુજરાતી સાહિત્ય અને કાવ્ય ના કુવામાં ડૂબકી મારી છે અને ઘણીવાર રતન શોધી લાવ્યા છે.

, , , , , , , ,

  1. Leave a comment

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: