હાલો ને આપણા મલક માં……… – Gujarati program of Geet, Ghazal & Bhajan


ડિમ્પલભાઈ પટેલ આયોજીત આ કાર્યક્રમ માં 300 જેટલા પ્રેક્ષકો એ ગીત અને ગઝલ નો જલસો માણ્યો। હવે બે અરિયા માં માત્ર ગુજરાતી કલકારોને જ દાદ નહિ પરંતુ પ્રેક્ષકોને પણ દાદ દેવી પડે છે કે તેઓ ઉત્સાહ અને પ્રેમથી ગુજરાતી કાર્યક્રમ માં હાજરી આપે છે અને માણે છે.  અને આ કાર્યક્રમ હતો પણ એવો કે થોડા વખત માટે પ્રેક્ષકો કલાકારો સાથે આપણાં મલક ની સફર કરી આવ્યા.

“ગુજરાતી ભાષાના ભવ્ય અને ભાતીગળ વારસા ને આજે વાગોળવાનો છે” એમ કહીને ડોકટર મહેશભાઈ રાવલે કાર્યક્રમની શરૂઆત કરી.  કાર્યક્રમની પ્રથમ પ્રસ્તુતિમાં, ડિમ્પલભાઇએ  આદિલ મન્સુરીની  ગઝલ  સંભળાવી
જયારે પ્રણયની જગમાં શરૂઆત થઇ હશે, ત્યારે પ્રથમ ગઝલ ની રજૂઆત થઇ હશે.
કેટલા થોડા શબ્દોમાં કેટલું બધું મન્સૂરી સાહેબે કહી દીધું છે.   મહેશભાઈએ જયારે કહ્યું “પ્રેમ તો બે હાથ ની તાળી છે, આપીને પામવાની વાત છે” ત્યારે પ્રેક્ષકો  પ્રણય રંગ માં તરબોળ થઇ ગયા.

wpid-20140622_173728.jpg

આણલબે અંજારિયા ના અવાજમાં એ પછી સાંભળ્યું…..
સજન મારી પ્રિતડી સદીઓ પુરાણી
ભુલી ના ભુલાશે… પ્રણય કહાણી

આણલબેન બેન કલાકાર તરીકે વધારે ને વધારે ખીલતા જાય છે.  ગાયકીમાં તો તેમની પ્રવીણતા છે જ પરંતુ તેમણે  ખુબજ   છટા અને કુશળતા થી ગીતોની અભિવ્યક્તિ પણ આપી અને પછી તેમણે ખુબજ ગૌરવ સાથે તેમના ગુરુશિષ્યા શ્રુતિબેન રાવલ નો પરિચય આપ્યો.  શ્રુતિબેન એટલે ડોકટર મહેશભાઈ રાવલના પુત્રવધૂ. અને આ, તેમનો અમેરિકા આવ્યા પછી મંચ પર ગાવાનો પહેલ વહેલો અવસર.  શ્રુતીબેને હરીન્દ્ર દવે લિખિત નીચેનું ગીત ગાયું ત્યારે એમ લાગ્યું નહિ કે તેઓ પહેલી વખત મંચ ઉપર ગઈ રહ્યા હતા બલકે આ ગીતા સાંભળી બધા મલકી ઉઠ્યા.
કોઇ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં
જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ
કોઇ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં

મહેશભાઈએ લોક ગીત અને લોક સાહિત્ય વિષે માહિતી આપી અને પછી આણલબેને ભાઈ-બહેન ના સંબંધને ઉજવતું અવિનાશ વ્યાસ લિખિત આ ગીત ગાયું.
કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે ડાળખી…

માની તોલે કોઈ નાવે પણ મહેશભાઈના શબ્દોમાં સાંભળો “આખો સાગર નાનો લાગે, જયારે મ ને કાનો લાગે” અને “ઈશ્વર બધે પહોંચી ન શકે એટલે તેણે માનું સર્જન કર્યું.  કે પછી ખુદ “પ્રભુએ જેનો ખોળો ખુંદયો તે માં”.  તે માં નો કલ્પાંત સાંભળીયે તો આંખ છલકાય આવે જ ને? આનલ બેને ગાયું  કવિ શ્રી ઇન્દુલાલ ગાંધી લિખિત “આંધળી માનો કાગળ” અને દીકરાનો તેટલોજ લાગણીવાળો પ્રત્યુતર સંભાળ્યો ડીમ્પલ ભાઈ ના અવાજ માં અને દિલ રડી ઉઠ્યું.
અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્,
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવે ખત,
ગગો એનો મુંબઇ કામે;
ગીગુભાઇ નાગજી નામે.
લખ્ય કે માડી ! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઇ
કાગળની એક ચબરખી પણ, તને મળી નથી ભાઇ !
સમાચાર સાંભળી તારા,
રોવું મારે કેટલા દ્હાડા ?

તે પછી, તેટલું જ સંવેદનશીલ અવિનાશ વ્યાસ નું લીખેલું આ સુંદર ગીત ડીમ્પલ ભાઈ ના અવાજમાં સાંભળ્યું.
પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે

વાતાવરણ તદ્દન બદલાઈ ગયું જયારે આણલબેન તેમના સુરીલા કંઠે અવિનાશ વ્યાસ રચિત, ગીત લલકાર્યું.
છેલાજી રે…..
મારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો ;
એમાં રૂડાં રે મોરલિયા ચિતરાવજો
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..

અને રળીયામણાં વાતાવરણમાં ઓર રોનક ફેલાઈ ગઇ, જયારે ડીમ્પલભાઈ એ અવિનાશ વ્યાસ નું આ રમુજી ગીત ગાયું।
ગુજરાતી થઇ, ગુજરાતી કોઇ, બોલે નહીં બરાબર,
ભાષાની મીઠાશ નહીં, જાણે બોલે કાગડો, કાબર…

આ સુંદર સંગીતની રમઝટ માં ક્યારેક ગીત સાંભળ્યા તો ક્યારેક ગઝલ તો ક્યારેક ભજન સંભાળવા મળ્યા.  કોરસ માં સાથ આપ્યો પહેલી વખત મંચ ઉપર શિલ્પાબેન કાપડિયા એ અને આશા છે કે, હવે તેમને સાંભળવાની વારંવાર આપણને તક મળશે.  આ કાર્યક્રમમાં એ કલાકારનો પણ લ્હાવો મળ્યો જેણે, તાજેતરમાં યોજાયેલ શાનદાર કાર્યક્રમ “નરસૈંયો”  http://bit.ly/1pn3NCB માં પ્રેક્ષકો ને એવા તાજ્જુબ કરી દીધેલ કે પ્રેક્ષકોએ તેમને વન્સ મોર અને સ્ટેન્ડિંગ ઓવેશન આપી તેને વધાવેલ.  તે છે 10 વર્ષના બાળ કલાકાર ઈશિતા પટેલ.  તેણે મીરાબાઈ નું આ ગીત ગાયું અને પ્રેક્ષકોને ખુશ કરી દીધાં.
કાનુડો શું જાણે મારી પીડ?
બાઈ અમે બાળ કુંવારા રે….
કાનુડો શું જાણે….
જળ રે જમુનાના અમે ભરવાને ગ્યા’તા વા’લા,
કાનુડે ઉડાડયા આછાં નીર, ઉડયા ફરરરર રે….
કાનુડો શું જાણે….

આ સમગ્ર કાર્યક્રમ ખુબજ પ્રોફેશનલી તૈયાર કરેલ અને મહેશભાઈનાં સુંદર સંચાલન સાથે કલાકારોએ હજુ તો ઘણા ગીતો ગાયા – જેમ કે
માડી તારું કંકુ ખર્યું આણલબેન
હાલો રે કીડીબાઈ ની જાનમાં – ડીમ્પલ ભાઈ અને આણલબેન
મેઘાણી રચિત કસુંબીનો રંગ  – ડીમ્પલ ભાઈ

આ પ્રશ્ન સામે ઉભો રહી ગયો કે પ્રેમ થી બંધાયેલ જુના નાતા કેમ તૂટે અને અમુક સમયે પ્રભુ સિવાય કોણ યાદ આવે જયારે ડીમ્પલ ભાઈ એ નીચેનું હૃદય સ્પર્શી કૃષ્ણ ગીત ગાયું.
મથુરાને મારગ જાતા
લૂંટી તમે માખણ ખાતા
તોડ્યા કેમ જુના નાતા રે
એ ઓધવજી મારા વ્હાલાને વઢીને કે’જો રે
માને તો મનાવી લે’જો રે
મારા વ્હાલાને વઢીને કે’જો રે

આમ વખત જાણે ક્યાં વીતી ગયો અને “મનપાંચમ નો મેળો” વિખરાય તે પહેલા થોડી ગરબાની રમઝટ ચાલી અને પછી ડીમ્પલ ભાઈ એ આવતા કાર્યક્રમની જાહેરાત કરી.

અંત માં એટલું ખાસ કહેવાનું કે તેમનો આવતો કાર્યક્રમ કશીશ માં હિન્દી ગઝલો સંભાળવા મળશે.  તે છે જૈન મંદિરમાં, શનિવાર, 19 જુલાઈ ના સાંજે 6 વાગે અને તેમાં આવવાનું ચુકતા નહિ.
https://www.facebook.com/events/1438545573082001/

  1. #1 by ડૉ.મહેશ રાવલ on July 7, 2014 - 10:26 pm

    આખા કાર્યક્રમને આવરી લેતો, સુંદર અને સ-વિસ્તર અહેવાલ……આભાર અને અભિનંદન દર્શનાબેન.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: