“નરસૈંયો” – બે એરિયા માં ગુજરાત દિન મહોત્સવ – જુન, 2014


બે અરિયા ગુજરાતી સમાજ ઓફ નોર્ધેર્ન કેલીફોર્નિયાએ હમણાં ગુજરાત દિન ભજવ્યો તેનો વિષય હતો “નરસૈંયો”.  લગભગ 400 પ્રેક્ષકોએ બાળ કલાકારો દ્વારા રજુ કરેલ કાર્યક્રમ માં નરસિંહ મેહતા ના ભજન અને સંગીત ની મજા માણી।  સંગીત ના અભ્યાસ અને કળા ની ઉંચી કક્ષાએ પહોંચેલ બાળકોએ  જે શિસ્ત અને પ્રોફેશનલીઝમથી આ કાર્યક્રમ પર્સ્તુત કર્યો તે માણી ને છાતી ગર્વ થી ગદગદ ફૂલી ગયી.  સુંદર કાર્યક્રમ આયોજન કરવા બદલ કાર્યક્રમ નિર્માતા પ્રજ્ઞાબેન દાદભાવાલા ને ખાસ ખાસ અભિનંદન.  ગીતો અને ભજન વચ્ચે પ્રજ્ઞાબેને નરસિંહ મેહતા ઉપર ખુબ સુંદર અભિવ્યક્તિ આપતા હોવાથી કાર્યક્રમની મજા ઔર વધી ગયી.  દર વર્ષે ગુજરાત દિન નિમિતે એક કવિ કે લેખક ને સન્માનિત કરી તેમની કૃતિઓ માણવાની એક સુંદર પ્રથા બની ગયી છે અને તે પ્રમાણે આ વખતે નરસિંહ મેહતાને ઓળખ્યા, નવાજ્યા અને તેમના લિખિત કાવ્યો ને માણ્યા.  તો કરાવું તમને નરસિંહ મેહતાની થોડી ઓળખ અને માણો આ કાર્યક્રમની થોડી ઝલક.

સંત નરસિંહ મેહતા ગુજરાતના આદિ કવિ ગણાય છે.  તેમને 1500 ઉપરાંત ભજન, કીર્તન, અને કાવ્યો લખેલ છે.  વીકીના અનુસાર પ્રમાણે તેમણે 22000 જેટલા ભજન અને કીર્તન લખ્યા છે.  મોટા ભાગના કાવ્યો ભગવાન શ્રી કૃષ્ણ ના કીર્તન રૂપે છે.  પણ તે ઉપરાંત તેમણે સામાજિક કાવ્યો પણ લખ્યા છે જેમકે “કુંવરબાઈ નું મામેરું”, “શામળશાનો વિવાહ” વગેરે.   તેમના સામાજિક કાવ્યો આપણને તે વખતના રૂઢીચુસ્ત રીત રીવાજો નું જ્ઞાન કરાવે છે.  નરસિંહ મેહતા કોઈ પણ રીતી રીવાજનું આંધળું પાલન કરવામાં માનતા નહિ.  તે પોતે ઊંચ નાગર કોમ ના હોવા છતાં, હરીજવાસ માં હરિજનો સાથે કૃષ્ણ ભજન અને ગોપીઓ સાથે કૃષ્ણલીલા કરતા.

wpid-20140608_114215.jpgઆ કાર્યક્રમ ખાસ કરીને તેમના ભજન કીર્તન ઉપર હતો.  પ્રસ્તુત કરનાર કલાકારોના નામ છે – શ્રાવ્યા અંજારિયા, આર્યાહી વૈધ, શ્રેયશ પટેલ, રિયા દડિયા, કાવ્યા દડિયા, ઈશિતા પટેલ, ઈશા પંડ્યા, ખુશ્બુ પંડ્યા, શિવમ વ્યાસ, ખુશી વ્યાસ, રીશા જહા, અને હીર દડિયા।  આ કલાકારોએ એવી સુંદર રીતે રજૂઆત કરી કે એમ નક્કી થઇ ગયું કે નવી પેઢીને સંદુક સોંપવાની જરૂર નથી તેમણે આપોઆપ ગુજરાતી સાહિત્ય, સંગીત, અને ભજનોનો વારસો સંભાળી લીધો છે.  નરસિંહના ભજનો બે રીતે સમજી અને માણી શકાય છે.   અત્યંત સુંદર શબ્દો થી શણગારેલા કાવ્યો ને ભજનોને ઉપરછલ્લી રીતે તો માણી જ શકાય, પણ તે ઉપરાંત દરેક પદ્ય માં ગાઢ અર્થ છીપાયેલો હોય છે તેને સમજવાની મજા ઔર જ છે.

જાગ ને જાદવા, ક્રષ્ણ રે ગોવાળિયા
તુજ બીના ઘેન માં કોણ તો જાશે
કાર્યક્રમ ની શરૂઆત માં નરસિંહ નું આ પ્રભાતિયું બાળકો એ ગાયું તેમાં જશોદામા કાનુડાને જગાડે છે.  પણ આમ જોઈએ તો ઈશ્વર તો જાગેલાજ હોય, આમાં આત્માને જગાડવાની વાત થાય છે.

આ નીચેના ભજનમાં રાત દિવસ કૃષ્ણ લીલા માં મગ્ન રહેતા નરસિંહ સંતાપ કરે છે કે ઉપર જવાના તેડા આવી ગયા પણ હજુ કૈક ખૂટે છે અને પરમાત્માને પામવાની તૈયારી નથી.
“અમને તે તેડા શીદ મોકલ્યા, હે મારો પીંડ છે કાચો રામ
ઉંચી રે મેડી તે મારા સંતની રે, મેં તો માણી ન જાણી રે
અમને તે તેડા શીદ મોકલ્યા, હે મારો પીંડ છે કાચો રામ”

ઘણા ખરા કૃષ્ણ ભજનમાં નરસિંહ મેહતાએ ગોપીઓના પાત્ર ને ઓઢી, ગોપીમય બની અને ગોપીઓની ક્રષ્ણ ભક્તિ ને આલેખી છે.  એ વખતમાં પુરુષ હોવા છતાં તે સ્ત્રીઓની લાગણી ખુબજ નાજુકતાથી વર્ણવી શકે તે આપણો નરસૈયો. નીચેનું ભજન ગવાયું ત્યારે દિલ ખુશ થઇ ગયું. તેમાં ગોપીઓની પજવનાર કૃષ્ણ ની ફરિયાદ નરસિંહ સીધા જશોદા માં પાસે લઇ જાય છે.
જશોદા તારા કાનુડા ને સાદ કરીને વાર રે
આવડી ધૂમ મચાવે વ્રજમાં, કોઈ નહીં પુછણહાર રે

ઈશિતા પટેલે જયારે તેના ગુંજતા અવાજ માં નીચેનું કાવ્ય ગયું ત્યારે પ્રભુપ્રેમથી ઘેલી ભોળી ભરવાડણ નું ચિત્ર નજર સામે ઉપસી આવ્યું.  પ્રેક્ષકોએ તાળીઓથી ઈશિતાને વધાવીને “વન્સ મોર” ની માગણી કરી અને પછી “સ્ટેન્ડિંગ ઓવેશન” સાથે તેનું માન કર્યું. આ કાવ્યમાં એવી તો ભોળી આ ભરવાડણ છે કે જગના નાથ ને શેરીએ શેરીએ વેચવા નીકળી છે. જેના કપટરહિત દિલમાં હરી વસેલા હોય તેને ચારે તરફ હરી જ દેખાય ને?
ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી રે
ગીરીધરને  ઉપાડી, મટુકી માં ઘાલી રે
શેરીએ શેરીએ સાદ પાડે, કોઈને લેવા મુરારી રે

આ બાળ કલાકારોએ એવો તો સંભાળ્યો આ વારસો, એવો પીરસ્યો ભજન કીર્તન અને કાવ્યો નો જલસો, ગુજરાતના ગૌરવ ઉપર ચાર ચાંદ લાગી ગયા.  તેમની સાથે તેમના ગુરુઓ અને સાથીઓ, અસીમભાઇ અને માધવીબેન મેહતા, આનલબેન અંજારિયા, દર્શનાબેન ભુતા શુક્લા, આશિષભાઈ અને પલકબેન વ્યાસ અને પ્રજ્ઞાબેન દાદભાવાળા ને ગુજરાત દિન મુબારક અને સુંદર કાર્યક્રમ ના ખાસ ખાસ અભિનંદન.

તો મિત્રો ફરી મળીશું આ રવિવાર તા. 22 જુન, બપોરે 4 વાગ્યે જૈન મંદિર માં.  ડીમ્પ્લભાઈ અને સાથીયો ગુજરાતી  ગઝલ અને ગીતોનો એક  અફલાતુન અનેરો પ્રોગ્રામ લાવી રહ્યા છે “હાલો ને આપણા મલક માં….”https://www.facebook.com/events/646883832048776/

, ,

  1. Leave a comment

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: