ગુજરાતી કહેવતો – Gujarati Proverbs with some translation


ગુજરાતી ભાષા નો અભ્યાસ મેં પ્રાથમિક શાળામાં કર્યો.  તે વખતે મને ગુજરાતી ભાષા પ્રત્યે અત્યંત પ્રેમ હતો અને આતુરતા પૂર્વક હું પુસ્તકાલય દિવસ ની રાહ જોઈ રહેતી.  પરંતુ તે પછી શાળા અને ગામ બદલ્યા પછી મારો પ્રેમ હિન્દી ભાષા તરફ વળ્યો અને તે પછી મને ઇંગલિશ ભાષા ની સુંદરતા આકર્ષી રહી.  કલીફોર્નિયા ના બે એરિયા માં ઘણા ગુજરાતી પ્રેમી અને ગુજરાતી માં નિષ્ણાત એવા લોકો વસે છે.  પ્રજ્ઞાબેન દાદભાવાળા અહીના ગુજરાતીઓ વાચા અને મંચ પૂરો પડે છે અને વિવિધ પ્રકારના કાર્યક્રમો કરીને ગુજરાતી ભાષાને જીવંત રાખવા માટે પ્રોત્સાહિત કરે છે.  નીચેના બે તાજેતર માં થઇ રહેલા ગુજરાતી કાર્યક્રમમાં આવવાનું ચુકતા નહિ.  1) http://bit.ly/1mhjpYb લંચ બોક્ષ વિતરણ માટે અને બીજી ગોઠવણ માટે પ્રજ્ઞાબેન દાદભાવાળા ને  email  દ્વારા તમારા આવવાની સુચના આપવાનું ચુકતા નહિ  pragnad@gmail.com .  2) “હાલોને આપણા મલક માં”.   આ કાર્યક્રમ ખુબજ સુંદર રીતે તય્યાર થઇ રહ્યો છે અને તમને આપણા મલક ની સહેર કરવાનું ભાવભીનું આમંત્રણ છે.  – http://tinyurl.com/n9wyf9p

હમણાની બેઠક નો વિષય હતો ગુજરાતી કહેવતો.  તેમાં કહેવતો ઉપર રજુ કરેલા કાવ્યો અહીં નીચે મેં પ્રસ્તુત કર્યા છે.  ભાષા બદલવી એટલે માત્ર શબ્દો બદલવા એવું નથી. જુદી જુદી ભાષા સંસ્કૃતિ પ્રત્યે આંગળી ચીંધે છે.  અને તેમાં પણ કહેવતો નું સ્થાન ખુબજ મહત્વનું છે.  કહેવતો વગર ભાષા નિસ્તેજ, નીરસ લાગે. કહેવતો ભાષાનો શણગાર સમાન છે અને થોડા જ શબ્દો માં તે સંસ્કૃતિ અને નિયમોનું જ્ઞાન કરાવે છે.  સમય અને સંસ્કૃતિ બદલાય તે પ્રમાણે કહેવતો બદલાતી પણ જાય છે. નીચેની થોડી કહેવતો મને ગમે છે અને તે ગુજરાતી ભાષામાં ચાર ચાંદ લગાવે છે અને જે નથી ગમતી તે કહેવતો ને મેં ઉથલાવી ને થોડી રમુજી રીતે રજુ કરી છે.

Gujarati is a language that I studied in my primary school.  Though I greatly loved it then and eagerly looked forward to library days to check out books and read, I had since pretty much given up the language.  I fell in love with Hindi in my high school and later the beauty of English language consumed me.  Lately I have been involved in Gujarati events in the bay area and realized that SF Bay Area has a treasure trove of  Gujarati literate people who share the language through music, songs, and ghazals and prose.  Since then I have again fallen in love with the language and have been writing a lot.

Language is not just a substitution of different words.  A language is like a window into a culture.  A language acquaints the speaker with quirks of a culture, its norms, cultural biases, and cultural values.  Lately, in one of the literary groups, our assignment was to pick some sayings or proverbs and write something on them. Below are some of the sayings that I picked and wrote poems – some that turn the proverb on its head, some that echoes the proverb, and some embellish it.  Below each one there is a loose translation – although a poem can never be translated as beautifully in another language than the one it is originally written in – so I have not made an attempt to compose a poem.

સાઠે બુદ્ધિ નાઠે”    

Je lève mon chapeau

Je lève mon chapeau (Photo credit: Julie70)

      

અરે ભાઈ ભલે “સાઠે બુદ્ધિ નાઠે”
પણ જુઓ નીકળ્યા અમે રે ઠાઠે
જાડ પર થી પાન ધીમે જેમ રે ખરે
જાણીએ છીએ, જશું તેમ સમયે પરે
કંઈ સાથે નાવે, ખાલી હાથે કર જોડી
હરી ઘેર જશું, અહીં સંધુય રે છોડી
એમતો ખોઈ બુદ્ધિ, નજરું, ને ખોયા દાંત
પણ જીવશું ત્યાં લગી,નહિ ખોઇએ ઠાઠ

Marbles are lost at 60
Marbles are lost at 60, but we won’t loose pizzaz. As the leaves gently fall from the trees, we know we will gently drift to another world. We know we can’t carry anything and when the time comes, we will leave for heavenly abode, empty-handed, leaving everything behind. We may loose marbles, eyesight, and even teeth, but till we live, we won’t loose pizzaz.

“અધુરો ઘડો”

Girls carrying water in Hyderabad

Girls carrying water in Hyderabad (Photo credit: waterdotorg)

 


અધુરો ઘડો છલકાય ઘણો
ગુરુ વગરના ચેલા તણો
તેથી જ કહે છે જ્ઞાની કબીર
સામેજો હોય ગુરુ અને ઈશ્વર
તો  કરો પહેલા વંદન ગુરુને
જેમણે પહોંચાડ્યા ઈશ્વર સુધી તમોને

 

 

 

Half-filled pot overflows

Half-filled pot overflows, like a disciple without a Guru.  Hence says Saint Kabir, if Guru (teacher) and God are both in front of you, first bow to the Guru, who paved the path to God. This is a poem about humility, a reminder that one always has something more to learn in life and if one gets too cocky then the knowledge with crudely overflow like a half filled pot of water.

કજિયા નું મો કાળું

કજિયા નું મો કાળું
કરશો નહિ સરવાળું
થાય ના કોઈ નફો
કરે જો કોઈ ડખો
બંધ કરજો દરવાજો
આ જાણજો ને સમજો
કાળા મો કજિયા ના
લેજો ન કજિયા ઉછીના

Quarrels lead to darkness – self evident.

 

 

 

Enhanced by Zemanta
Advertisements
  1. #1 by Gulam Shaikh on December 16, 2015 - 8:15 pm

    This website is very nice…

  2. #2 by mita shah on April 29, 2016 - 6:58 am

    there are so many more…i wish there were more

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: