Narsinh Mehta – નરસિંહ મેહતા નું કાવ્ય “રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી” ને આસ્વાદ


નરસિંહ મહેતા (1414-1481)  ગુજરાતના જાણીતા કવિ સંત છે અને તેઓ ગુજરાતી સાહિત્ય માં આદિ કવિ તરીકે નું આદરણીય સ્થાન ધરાવે છે.  ભગવાન ક્રષ્ણ ના દર્શન પછી તેમણે ભગવાન ઉપર જ  22,000 જેટલા ભક્તિ ગીતો અને કાવ્યો રચ્યા છે.  તેઓ જાતિ તથા વર્ગ અને કક્ષા ની પરવા કર્યા વગર ગરીબ ગામડિયા અને હરિજનો,સાથે વ્યવહાર રાખતા.  ક્રષ્ણ ભક્તા ગોપીઓ સાથે પણ તેઓ નાચ અને ગીતો દ્વારા ક્રષ્ણ ભક્તિ માં ભાગ લેતા.  તેમની રચનાઓ માં સ્ત્રીની લાગણીઓનું વર્ણન તેમણે ખુબ નાજુકતા અને erotic રીતે કર્યું છે.  તે જમાના પ્રમાણે તેમની રચનાઓ સાહસિક અથવા bold કહી શકાય.

રવિવારે, 8 મી જુન ને સવારે 10 થી 1 વાગા ની વચ્ચે નરસૈયા ને ઉજવવાનો અને તેમના ભક્તિ ગીત અને અન્ય ગીતો માણવાનો કાર્યક્રમ બે અરિયા ગુજરાતી સમાજ તરફથી, ઇન્ડિયા કોમ્યુનીટી સેન્ટર એટલે ICC મા રાખવામાં આવેલ છે.  આ કાર્યક્રમ ફ્રિ છે અને તેમાં ઘણા બાળ કલાકારો ભાગ લેશે.  આવવાનું ચુકતા નહિ.  લંચ બોક્ષ વિતરણ માટે અને બીજી ગોઠવણ માટે  પ્રજ્ઞાબેન દાદભાવાળા ને  email  દ્વારા તમારા આવવાની સુચના આપવાનું ચુકતા નહિ  pragnad@gmail.com .  આ ગુજરાત ડે સંબંધી નાની ચોપડી માં advertisement આપવા માટે પણ તુરત જ મારો અથવા પ્રજ્ઞાબેન નો સંપર્ક કરો અને તે બદલ અગાઉ થી તમારો આભાર.

હવે માણો નરસિંહ મેહતા નું આ કાવ્ય અને તેની ઉપર લખેલો આસ્વાદ

English: Narsinh Mehta is a great Gujarati Poe...

English: Narsinh Mehta is a great Gujarati Poet of India. (Photo credit: Wikipedia)

રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ
રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ

વાંસલડી મારે મંદિરિયે સંભળાય જો
આ પાણીડાંની મશે રે જીવણ જોવા નિસર્યાં રે લોલ

આ બેડાં તે મેલ્યા માન સરોવર પાળ જો
આ ઈંઢોળી વળગાડી આંબલિયાની ડાળમાં રે લોલ

આ ગોપી હાલ્યા વગડા તે વનની મોઝાર જો
આ કાન વણખોટીલા કેડો મારો રોકી ઊભા રે લોલ

આ કેડો મેલો પાતળિયા ભગવાન જો
આ સાસુડી હઠીલી મારી નણદલ મેણાં બોલશે રે લોલ

આ વાગે તારા ઝાંઝરનો ઝણકાર જો
આ હળવા હળવા હાલે ચાલે રે રાણી રાધિકા રે લોલ

જીવલડો મારો આકુળ વ્યાકુળ થાય જો
આ અહિયાં તો દીઠાં મેં તો કામણગારા કાનને રે લોલ

આ નીરખી નીરખી થઈ છું હું તો ન્યાલ જો
આ નરસૈંયાના સ્વામી અમને બાયું ભલે મળ્યાં રે લોલ

રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ
રૂડી ને રંગીલી વ્હાલા તારી વાંસળી રે લોલ

– નરસિંહ મહેતા

રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી– નરસિંહ કાવ્ય ની ઉપર આસ્વાદ

આ કવિતા માં નરસિંહ મેહતાએ ગોપીઓની દ્વિધાની ની વાત કેટલી સુંદર રીતે કહી છે.  ગોપીઓ ને સંસાર માં રહી ને  રોજીંદા કાર્ય ની જવાબદારી તો સંભાળવાની જ. છતા પણ તે ભગવાન ના પ્રેમરસ માં એવી તન્મય થઇ જાય છે કે બીજું બધું ભગવાન ના ચરણો માં સમર્પણ કરીદે છે.  તે વાંસળી ના સાદે ભક્તિ રસ માં એવી તરબોળ થઇ જાય છે કે પછી કાનુડા ને ટીખળ થી ખીજાય છે, કે કાનુડા તમે જ મારો કેડો રોકી ઉભા છો .  નરસિંહ મહેતા એ ગોપીઓ ના ભગવાન પ્રત્યે ના પ્રેમ ની વાત એવી રીતે અભિવ્યક્ત કરી છે કે જાણે પોતે જ ગોપી હોય. તેમણે ગોપીઓ ના પાત્રને ઓઢી, ગોપીમય બની, અને ગોપીઓની લાગણી ને અહી આલેખી છે.  એક પુરુષ આટલા વર્ષો પહેલા સ્ત્રીની કુણી લાગણી જે તેને એક તરફ જવાબદારી નું ભાન કરાવે છે અને બીજી તરફ ભગવાન તરફ ખેંચે છે તેને આવી સુંદર રીતે વર્ણવી શકે તે કવિ વિષે વધારે તો શું કહેવું?

પુરુષ પ્રેમ કરે ત્યારે ઘણી વખત તે તેની સાહસિકતા વ્યક્ત કરે છે, તેની બહાદુરી ઉપર કાવ્ય રચાય છે, તે ચર્ચા નો વિષય બને છે.  પણ ઘણી વખત સ્ત્રી પ્રેમ કરે છે ત્યારે તેને તેની જવાબદારી ને અવગણવા બદલ સમાજ માં કટુ વચનો  સંભાળવા પડે છે, પછી તેના પ્રેમ નું લક્ષ્ય હોય બાળક પ્રત્યે નો પ્યાર, પતિપ્રેમ કે ઈશ્વર પ્રત્યે નો  રસતરબોળ કરી દેતો અલૌકિક પ્રેમ. એટલે એક તરફ મોહ ખેંચે તો બીજી તરફ લાજ રોકે, એમ સ્ત્રીની લાગણી બંને તરફ ખેચાય છે.

દાખલા તરીકે નીચેનું ગીત તમે લતાજી ના અવાજ માં સાંભળ્યું જ હશે.  તેની પંક્તિ જુઓ.  અને નરસિંહ મહેતા ના કાવ્ય સાથે સરખામણી માં વાંચો.

મોરા ગોરા અંગ લઇ લે, મોહે શામ રંગ દઈ દે
છુપ જાઉંગી રાત હી મેં, મોહે પી કા સંગ દે દે
યેક લાજ રોકે પૈયા, યેક મોહ ખીંચે બૈયાં
જાઉં કિધર ના જાનું, હમકા કોઈ બતાઈ દે

મજાની વાત એ છે કે કામને જ બહાને, પાણી ભરવાને બહાને ગોપીઓ કાના ને મળવા જાય છે.  કાનુડા ની વાંસળી સાંભળે છે ત્યારે બેડું પાળે મૂકી, ઈંઢોણી ડાળે લટકતી રાખી, તે વાંસળી ના સાદે સાદે ખેંચાય ને જાય છે.  પ્રેમરસ માં રસતરબોળ તે ન્યાલ થઇ જાય છે.  પણ પછી તુરંત જ તેને તેની જવાબદારી નો ખ્યાલ આવે છે, કે જો તેની જવાબદારી ને અવગણશે તો સાસુ, નણંદ ના મેણા સંભાળવા પડશે.નરસંયા ના સ્વામી, કૃષ્ણ કનૈયા ની વાંસળી નો સાદ દિલ માં લઇ ને ઝાંઝર સાથે રણકતા તેના પગલા હળવે હળવે કામ તરફ વળે છે.

Enhanced by Zemanta
Advertisements

, , ,

  1. Leave a comment

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: