ફરી પાછી કાલીફોર્નિયા માં યોજાયેલી બેઠક
કવિ ઓ ને માણીએ, લેખકો ને સાંભળીયે
પ્રજ્ઞાબેન ખુબ ટેકો ને પ્રોત્સાહન આપે
થોડું લખવાની અમે કોશિશ પણ કરીએ
લખી લાવજો કોઈ પુસ્તક ની પ્રસ્તાવના
હોમ વર્ક આપેલું, અમે ભલા ક્યે તેમ કરીએ
મારી પ્રસ્તાવના નીચે પ્રમાણે છે. મેં “દીકરી તો પારકું ધન” કરીને એક કહેવતો ને જોડી ને બનાવેલી કવિતા પણ સંભળાવી – તે નીચેના લીંક ઉપર જોવા મળશે – http://bit.ly/WcfHn2 . બીજા સ્થાનિક લેખકો ને માણવા, જરૂર નીચે ના બ્લોગ ઉપર લટાર મારજો।
http://shabdonusarjan.wordpress.com/about/
સાત પગલા આકાશમાં – કુન્દનિકા કાપડિયા
સન 1982 માં જયારે આ ચોપડી બહાર પડેલી ત્યારે ઘણો ઉહાપોહ થયેલો. “તમને જેલ માં મોકલવા જોઈએ”ત્યાંથી માંડી ને “તમને નોબેલ પારિતોષક આપવું જોઈએ” તેવા ભાવો વાચકો એ વ્યક્ત કરેલા. શરૂઆત માં એમ લાગે કે જે વિષય ઉપર આ ચોપડી માં વાત થઇ રહી છે તે આ સદી માં, આપણા જમાના સાથે સંબંધ રાખતી નથી. પુરુષ અને સ્ત્રી હવે તો હારોહાર સાથે ઉભા રહે છે.
પરંતુ થોડો વિચાર કરીએ – શું જમાનો ખરેખર બદલાઈ ચુક્યો છે? શું આપણા ભારત દેશમાં સ્ત્રીઓને ખરેખર પુરુષ જેટલો અધિકાર અને મોકો બધે મળે છે? લગભગ બધી જ બાબતો માં હજુ પણ તેવી જ અસમાનતા છે. વાચોકો ચોપડી વાંચશે અને પછી વિચારશે તો તેવા જ દાખલા હમણાં પણ મળશે. અને ખાસ તો પ્રસ્તાવના વાંચવાનું ચૂકશો નહિ. પ્રસ્તાવના માં કુન્દનિકા બહેને અમેરિકા, ચીન, બ્રાઝીલ, રશિયા વગરે બધા જ દેશો માં સ્ત્રીનું સ્થાન કેવું હતું અને કેટલું બદલાયું છે તેનો ઐતિહાસિક અહેવાલ આપ્યો છે.
સ્ત્રી પુરુષ વચ્ચે ની અસમાનતા વિષે પ્રસ્તાવના માં કુન્દનિકા બહેન ઘણું લખી ચુક્યા છે એટલે હું તે વાતો પછી નહિ લખું. પણ હમણાં બહાર પડી રહેલી ઘટના ઓ ઉપર થોડું ધ્યાન દોરવા માગું છું. આફ્રિકા ના દેશો ને છોડી ને, ભારત દેશમાં સૌથી વધારે સામુહિક બળાત્કાર એટલે કે ગેંગ રેપ થાય છે. આ અતિ અન્યાયિક પરંપરા પાછળ જોઈએ તો કલ્ચરલ વ્યુ એટલે કે સંસ્કૃતિક વિચારો દેખાશે. જો કોઈ અંગત બળાત્કાર કરે તો તેને છુપાવવાની કોશિશ કરે. એ વ્યુક્તી ને પૂરો ખ્યાલ હોય છે કે આ ખોટું કામ છે, એક અન્યાય છે, એક ગુનો છે અને તેની સજા મળશે. પરંતુ સામુહિક બળાત્કાર માં એવો વિચાર હોય છે કે હું કૈક મોટું કામ કરું છું અને માં મિત્રો મારો ખભો થાબડશે અને તેની મને ખાસ કઈ સજા નહિ થાય. થોડા મહિના પહેલા જ બંગાળ માં પંચાયતે ફરમાવેલું કે જે યુવતી બહાર ની કોમ ના માણસ ના પ્રેમ માં પડેલી તેની સજા છે સામુહિક બળાત્કાર અને તે ફરમાન અનુસાર તેર પુરુષો એ તેનો બળાત્કાર કરેલો. આ હમણાં ની વાત છે કે આ સાલ 2014 ની ચુંટણી માં સમાજવાદી પાર્ટી તરફ થી ઉભા રહેલા મુલાયમ સિંહ યાદવે વચન આપેલું કે જો તે ચૂંટાશે તો બળાત્કાર કરનારાઓ ને ઓછી સજા માટે અરજી કરશે.
ઘણું બદલાયું છે અને આપણાં લાડીલા ભારત માં ઘણું તેમ નું તેમ છે. હમણાં થોમસ રોઈટર્સ દ્વારા થયેલી જી 20 ની સર્વે માં આવેલું કે દુનિયા ના 20 દેશ ની સરખામણી માં ભારત દેશ સ્ત્રીઓ માટે સૌથી ખરાબ દેશ છે. અમેરિકા માં અને ખાસ કાલીફોર્નિયા માં દોમેસ્તિક વૈઓલંસ ના કિસ્સા ઇન્ડિયન કોમ માં વધારે જોવા મળે છે.
આ નવલ કથા માં વસુધા અનેક અન્યાય નો ભોગ બનતી રહે છે. પછી તેના જીવન માં એક વણાંક આવે છે અને તે અન્યાય પ્રત્યે જાગ્રત થાય છે અને મુક્તિ ના રાહ ઉપર પગલા માંડે છે. કુન્દનિકા બહેન લખે છે “સ્ત્રી ની સમાનતા એટલે પુરુષના અધિપત્ય નો ઇનકાર, પુરુષ ના સાથ નો ઇનકાર નહિ. સ્ત્રી મુક્તિ માં પુરુષ વિહોણા જીવન ની કલ્પના નથી, પણ પરસ્પર સ્નેહ સંવાદ વડે સમૃદ્ધ બનતા જીવન ની વિભાવના છે. અને આવો સંબંધ સમાનતાના પાયા પર જ રચાઈ શકે”. અને તે આપણને વસુધા ના જીવન માં જોવા મળશે.