ડીમ્પલભાઈ પટેલ અને સાથીઓ દ્વારા યોજિત ગીતોભરી સાંજ – “AVSAR”


ફરી પાછો મળ્યો ગુજરાતી કાવ્યો અને ગીતોને માણવાનો “અવસર”
સુંદર આપણા નસીબ કે બે એરિયા માં વસે છે માનનીય એવા કલાકાર

આ પોસ્ટ લાંબો છે કેમ કે તમે જે આ કાર્યક્રમ ને ચુકી ગયા, આમાં તમને તે ગીતો અને ગઝલો નો લાભ મળશે.  પરંતુ આ પછી આવા કાર્યક્રમનો લાભ લેવાનું ચૂકશો નહિ.  આટલા સુંદર અને નામી કલાકાર દરીયાદીલીથી આપણને સુંદર કાર્યક્રમોનો લાભ આપે છે.  આ એક મોકો છે આપણી ભાષા, ગીતો, અને કાવ્યોને માણવાનો, તેમને અંતરમાં ઉતારી, આપણી સંસ્કૃતિ સાથે એક નાનો તંતુ ટકાવી રાખવાનો. જેટલા ગીતો મને યાદ છે પુરા લખ્યા છે.  પરંતુ એ ઉપરાંત બીજા ગીતો તમને ટહુકો.કોમ http://www.tahuko.com ઉપર જરૂર મળશે.

બે એરિયા ના પ્રસિદ્ધ કલાકાર અને તબલા અને હાર્મોનીઅમના નિષ્ણાત એવા ડીમ્પ્લભાઈ પટેલ યોજિત ગુજરાતી ગીત અને ગઝલ કાર્યક્રમમાં કાલે સાંજે, ડીમ્પ્લભાઈ ઉપરાંત હેતલબેન ભ્રમભટ, પલકબેન વ્યાસ, અને નિકુંજભાઈ વૈદ્ય ને સંભાળવાનો મધુરો મોકો મળ્યો. તેમને કીબોર્ડ ઉપર સાથ આપ્યો વિકાસભાઈ સાલવી એ અને તબલા ઉપર રમજટ બોલાવી ગુરદીપ  સિંઘજી એ.  જમ્યા પછી સાંજ ની શરૂઆત થઇ ડિમ્પલભાઈ એ ગાયેલ પ્રાર્થનાથી અને પછી તેમણે સંભળાવ્યા અમુક શેર.

“કેવી રીતે વીતે છે વખત શું ખબર તને, તે કદી કોઈની પ્રતીક્ષા નથી કરી
એક તુજ કરે મારું પારખું , મેં તો કદીયે કોઈની પરીક્ષા નથી કરી

ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી
જે સારા હોય છે તેની દશા સારી નથી હોતી”

અને મરીઝ નો આ શેર
“એક પણ પલ વિના ચાલતું ન હતું મરીઝ
કોણ જાણે કેમ આખી ઝીંદગી વીતી ગઈ”

અને
“ખુદને ખરાબ કહેવાની હિમત નથી રહી
તેથી બધા કહે છે, જમાનો ખરાબ છે”

પછી હેતલ બેનના સુરીલા કંઠે સાંભળ્યું  “બોલે બુલબુલ વહેલે પરોઢિયે”.  જયારે પલકબેને હેતુ સમજાવ્યો અને તુષારભાઈ શુક્લા રચિત “મારું ચોમાસું ક્યાંક આસપાસ છે” ગાયું ત્યારે જાણે ચાતક ની જેમ પ્રક્ષકો બીજા ગીત ગઝલો ની પ્રતીક્ષા કરી રહ્યા.

તુષારભાઈ શુક્લા લિખિત “દરિયા ના મોજા રેતીને પૂછે, તને ભીંજાવું ગમશે કે કેમ, એમ પૂછીને થાય નહિ પ્રેમ”, નિકુંજભાઈ એ ગાયું ત્યારે પ્રેક્ષકો ને પ્રેમ થઇ ગયો તેમના બુલંદ અવાજ ઉપર.

એવો જ પ્રેમ જાગ્યો ડીમ્પ્લભાઈ અને હેતલ બેન ના મધુર અવાજ ઉપર એમણે જયારે ગાયુ
“શબ્દ કેરી પ્યાલીમાં સૂરની સુરા પીને, લ્યો અમે તો આ ચાલ્યાં.
મસ્ત બે-ખયાલીમાં લાગણી આલાપી ને, લ્યો અમે તો આ ચાલ્યાં.
“જે ગમ્યું તે ગાયું છે ને જે પીધું તે પાયું છે, મ્હેકતી હવાઓમાં કૈંક તો સમાયું છે;
ચાંદનીને હળવેથી નામ એક આપીને, લ્યો અમે તો આ ચાલ્યાં.
જે કંઇ જીવાયું ને જીવવા જે ધાર્યું’તું સાચવીને રાખ્યું’તું, અશ્રુ એ જે સાર્યું’તું;
ડાયરીના પાનાની એ સફરને કાપીને, લ્યો અમે તો આ ચાલ્યાં.
ફૂલ ઉપર ઝાકળનું બે ઘડી ઝળકવાનું યાદ તોયે રહી જાતું બેઉને આ મળવાનું;
અંતરના અંતરને એમ સ્હેજ માપીને, લ્યો અમે તો આ ચાલ્યાં.”

ડીમ્પ્લભાઈ એ ગાયું નૈનેશ જાનીના સ્વરાંકનમાં, અંકિત ત્રિવેદી લિખિત
“મારી હથેળીના દરિયામાં મેં તો તરતું મુકેલ તારું નામ”

પ્રેમ તો ઘણા કરે છે અને પ્રેમમાં બલિદાન પણ આપે છે. પરંતુ બધાને પ્રેમના બલિદાનથી યશ અને કીર્તિ હાસિલ નથી થતા.  શું તેઓના પ્રેમમાં ઉણપ છે? એ સવાલ હવામાં છવાઈ ગયો જયારે પલકબેન વ્યાસે ગાયું, ધનશ્રી પંડિતની રચના
“હર મહોબત તણા ઈતિહાસ ના પુરાવા નથી હોતા
હર મકબરાની પાસમાં મિનારા નથી હોતા
હર આહ ભરનારા ઉરે આશિક નથી હોતા
હર આગિયાની રૂહ માં સિતારા નથી હોતા
હર હોઠની મુસ્કાનમાં માંચરા નથી હોતા
હર વાર્તાના અંત સરખા નથી હોતા
હર આસ્થા શ્રધામાહી કીર્તન નથી હોતા
હર બંસરીના નાદ માં ઘનશ્યામ નથી હોતા
હર વમળના વર્તુળમાં કંકર નથી હોતા
હર ઝેર પીનારા શંકર નથી હોતા
હર ચમનમાં ઉડતા બધા બુલબુલ નથી હોતા
હર પ્રેમ કરનારા શાયર નથી હોતા”

નીચેની હેતલબેને ગાયેલી ગઝલમાં મરીઝે કેટલી સાચુકડી વાત કહી છે – ક્યારેક એવી વેદના દિલમાં દબાઈને બેઠી હોય છે પણ ટાણે વ્યક્ત નથી કરી શકાતી.
“જુઓ શી કલાથી મેં તમને છુપાવ્યા
ગઝલમાં પણ આવ્યા તો નામે ના આવ્યા
હવે ઝીંદગીભર રુદન કરવું પડશે
કે મોકા પર આંખમાં આંસુ ન આવ્યા”

અને ફરી ગુંજી ઉઠ્યો નિકુંજભાઈ નો અવાજ,  મુકેશ જોષી ની રચના ઉપર. conditional love  ઉપર કેટલું સુંદર રીતે લખ્યું છે.
“ટેવ છે એને, પ્રથમ એ માપશે ને તોલશે
ખુશ થશે તો પ્રેમનું આકાશ આખું ઢોળશે
નામ ઇશ્વરનું ખરેખર યાદ ક્યાં છે કોઇને?
પૂછશો તો મંદિરોના નામ કડકડ બોલશે
ઓ મદારી દૂધ શાને પાય છે તું નાગને?
તું મલાઇ આપશે તો માણસો પણ ડોલશે”

ક્યારેક આપણે કહેવા તો ઘણું ઇચ્છતા હોઈએ પણ સામે સંભાળવાની તૈયારી હોવી જોઈએને? પણ સામે તૈયારી છે એ gurantee કોણ આપે ને તેમાં કેટલુંય કેવાનું રહી જતું હશે.  ડીમ્પલભાઈએ ગાયેલી રાજેન્દ્ર શુક્લા ની રચનામાં કહેવાનો અચકાટ સંભાળવા મળે છે.
“લો કરું કોશિશ ને ફાવે તો કહું
શબ્દ જો એને સમાવે તો કહું
પણ સહેજ તૈયારી બતાવે તો કહું
હું કઈ ઊંચા સાદે બોલું નહિ
સહેજ નજદીક આવે આવે તો કહું”

વચ્ચે  વચ્ચે ડીમ્પલભાઈએ થોડા ટુચકા તો થોડા શેર સંભળાવ્યા
એમણે કહેલો સુરેશ દલાલ નો શેર સાંભળો
“રાત દિવસ નો રસ્તો ખૂટે કેમ
તમે પ્રેમ ની વાતો કરો, અમે કરીશું પ્રેમ”

પલકબેન વ્યાસે હરીન્દ્ર દવેની રચના “રજકણ” નો ભાવાર્થ સમજાવ્યો કે ભલે આપણી હસતી માત્ર રજકણ સમોવડી હોય પરંતુ સુરજ થવાનું સવ્પનું ક્યારેય ના છોડવું અને સુરીલા અવાજે ગાયું….
“એક રજકણ સૂરજ થવાને શમણે,
ઉગમણે જઇ ઊડે, પલકમાં ઢળી પડે આથમણે”

બધા કલાકારોએ સાથે મળીને ગાયું
“આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે,
કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે”

આ મનપાંચમ ના મેળામાં ક્યાં વીતી ગઈ સાંજ તે ખબર જ ન રહી.  પરંતુ મેળો વિખરાયો ત્યારે કોઈ ગીતો ના ગુનગુનાટ લઈને, કોઈ ગઝલ ની મશાલ લઈને તો કોઈ કાવ્યો નો ખજાનો મગજમાં લઈને મેળામાંથી વિદાઈ થયા.

English: Gujarati (ગુજરાતી) in Gujarati Script...

English: Gujarati (ગુજરાતી) in Gujarati Script. Created in Aakar Gujarati Font under GPL license. (Photo credit: Wikipedia)

Enhanced by Zemanta
Advertisements

, , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,

  1. #1 by Nikunj Vaidya on July 21, 2013 - 9:34 pm

    Thanks Darshanaben for a beautiful writeup !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: