ટહુકો દ્વારા યોજિત અમરભાઈ ભટ સાથેની સુંદર સાંજ


English: The finche is a small bird of beautif...

English: The finche is a small bird of beautiful colors and an attractive singing… Español: El finche es un ave pequeño de bello colorido y un atractivo canto… (Photo credit: Wikipedia)

મળી માતૃભાષા મને ગુજરાતી” ગાયું હતું જે ઉમાશંકર જોશીએ ગીત
અમરભાઈ ભટ્ટે તે ગીત ગાયને ટહુકોના પ્રોગ્રામ ની કરી શરુઆત
માતૃત્વ મુબારકના દિવસે માને વધાવતું ગીત તો ગાવું જ પડે
મકરંદ દવે લિખિત આ કળી ક્યારેય હવે નહિ ભૂલાય “જનની ની જોડ સખી નહિ જડે”
ડીમ્પ્લભાઈ પટેલે તબલા ઉપર આપ્યો એવો સુંદર સાથ
અમરભાઈએ બોલાવી ગીત અને ગઝલોની કેવી મજાની રમજટ                  

English: Gujarati (ગુજરાતી) in Gujarati Script...

English: Gujarati (ગુજરાતી) in Gujarati Script. Created in Aakar Gujarati Font under GPL license. (Photo credit: Wikipedia)

અમરભાઈએ સંભળાવી મરીઝ, હરકિસન જોશી જેવા માતબર કવિઓ
સુરેશભાઈ દલાલ, ઉમાશંકર જોશી, મનોજ ખંડેરિયા, રાજેન્દ્ર શાહ ની રચનાઓ
પણ ગઝલ છે શું? અરે “આ ગઝલ છે, એ કઈ ઢંઢેરો ના પીટે”
અને આમ જુઓ તો  “પ્રણયમાં પરિણમે તે ગઝલ” સમજ્યા કે?
ક્યારેક “રહસ્યોની ગુફામાં”, તો ક્યારેક “ડેલી બોલી પડી, ભીત મૂંગી રહી”
પ્રેક્ષકો સાંભળી રહ્યા, અમરભાઈએ શબ્દોની એવી બારમાસી સજાવી 

તમે બધાથી અલગ છો તેથી તમારું નોખું હું ધ્યાન રાખું
ગુલાબ લઈને તમે મળો તો મહેક ની હું દુકાન રાખું”
મરીઝ ની સુંદર ગઝલોએ સાંજ સજાવી “જુઓ શી કલાથી તમને મેં છુપાવ્યા,
હવે ઝીંદગીભર રુદન કરવું પડશે, મોકા પર આંખોમાં આંસુ ન આવ્યા
ક્યરેક ગાયીને ક્યારેક કાવ્ય બોલીને, ક્યરેક સંભળાવી રમુજી વાર્તા
જાણો છોને? “આપણી વ્યથા, અવરને રસની કથા” 

ક્યારેક પ્રણય ની વાત કહી, ક્યારેક મજબૂરી અને અહંમ ની વાત દોહરાવી
જેમ કે “પરપોટે પુરાયો મારો પ્રાણ હોજી”
મજબૂરી કેવી ડાળની, બટકીયે ના શકે, એના ખરેલા પાન ને અડકીયે ના શકે
કાયમ ખુલી રહે છે પ્રતીક્ષાની ટેવથી, આખો હવે ઊંઘમાં જબકીયે ના શકે ”
યાદ આવે તું જ વારંવાર, છે બધું મારી સમજની બાર
શું કહું જલસા કાર્ય, ગઝલો લખી, આપણો આ આખરી અવતાર” 

ભીખુદાન ગઢવી નું, “વાણી તો વહેતું નીર છે પાનબાઈ એજ ગંગાના તીર છે પાનબાઈ
આપના વંશ વડલે ઘરડા રે, નરસીંહ મીરા કબીર છે પાનબાઈ”
અને સુરેશ દલાલની સુંદર કવિતા “લીલ લબાઈ બેઠી જળને તળિયે
સૂર્ય કિરણને એમ થયું લાવ જઈને મળીયે”
હરિહર ભટનું ગીત “એક જ દે ચિનગારી ચકમક લોઢું ઘસતા ઘસતા, ખર્ચી ઝીંદગી”
અને અમૃત ઘાયલ ની નીચે આપેલી ગઝલ ખુબ દિલ ને સ્પર્શી ગયી 

દશા મારી, અનોખો લય, અનોખો તાલ રાખે છે
મુજને મુફલિસીમાં પણ માલામાલ રાખે છે
નથી એ રાખતા કઈ ખયાલ મારો એમ કેમ કહેવાય
નથી એ રાખતા તો કોણ મારો ખયાલ રાખે છે?”
ટહુકો અને જયશ્રીબેનને ખાસ આભાર અને અભિનંદન
મા ને અને માતૃભાષાને કેવા સુંદર નવાજયા, કર્યાં સુંદર વંદન 

 

Enhanced by Zemanta

, , , , , , , , , , , , , , , , , , , , , , , ,

  1. Leave a comment

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: