ડગલો સાથે મનાવેલી દિવાળીની રાત – Diwali 2012 celebration with DAGLO


 

ડગલો સાથે મનાવેલી દિવાળીની રાત

 

ડગલો પરિવાર સાથે બે અરિયા માં અમે મનાવી દિવાળી

પ્રજ્ઞાબેન તથા રાજુભાઈની અથાગ મહેનત ખુબ ફળી

મજા પડી ભાઈ મજા પડી, ખાઈ પાવ ભાજી અને મઠીયા

ખ્યાતીબેને હસાવ્યા , કલાકારોએ ખુબ મન બહેલાવ્યા

એમ માનો એક પછી એક ફૂટી દિવાળીની ફૂલજડી

સંગીત અને સાહિત્યના સંગાથે મનાવી આ દિવાળી

 

સરસ પાવ ભાજી જમ્યા પછી શરુ થઇ સુગમ સંગીત સાથે આ દિવાળી ઉત્સવની રાત.  તારામંડળના ફટાકડાની જેમ નાના પ્યારા બાળકોએ એક પછી એક સુંદર બાળગીતો રજુ કરી અનીકા, આરુષી, આરતી, શ્રાવ્યા, આર્યહી, ખુશી, શિવમ,આર્યના, સહેલી વગેરે બાળ કલાકારોએ દિલ જીતી લીધા. કોને યાદ ન આવે બાળપણ, સાંભળીયે જ્યારે “ખાતી નથી પીતી નથી, ઢીંગલી મારી બોલતી નથી?”  સંગીત રાત માં વાજિંત્ર ઉપર સાથ આપનાર કલાકારો હતા,  ડીમપલભાઈ પટેલ હારમોનીયમ ઉપર, કીબોર્ડ ઉપર નીલેશભાઈ ધોમસે, તબલા ઉપર આશિષભાઈ વ્યાસ અને સાઈડ રીધમ ઉપર ઇન્દુભાઈ પટેલ.

 

પલકબેન વ્યાસે ગાયું  દિવાળીએ દીપમાળ પ્રગટાવી અને જાણે ચારેકોર દીવા પ્રગટી  ઉઠ્યા. ખ્યાતીબેને યાદ કરાવી એ પહેલા પ્રેમની પહેલી મુલાકાત અને દિમ્પ્લભાઈ જયારે ગાયું “મેઘલી શ્યામલ રાતે આપણી પ્રથમ મુલાકાતે” ત્યારે એ પહેલા પ્રેમની પહેલી દિવાળીને અને તારીખના પાનામાં વીતી ગયેલા વર્ષોને કોઈ ભૂલવા માગતું હશે અને ઘણા યાદ કરી રહ્યા હશે.  રાજાભાઈ સોલંકીએ સુમોહાબેનને અર્પણ કર્યું એ પછીનું ગીત, જગજીત સિંહ લિખીત “અંતરના પથે હળવેથી”.  હેતલબેને “ફોટા સાથે અરજી” કરી હરિને! આખરે દિવાળીમાં કોઈકનો સંગાથ તો જોઈએને? નિકુંજભાઈએ ગાયું તે પછીનું સુંદર ગીત “યમુનામાં આવ્યુતું પૂર” અને પછી આનલબેને સ્ત્રીઓની લાગણીને વધાવતું ગીત ગાયું “ના બોલાય રે ના બોલાય”.

 

દિનેશભાઈ મેહતાએ, શોભિત દેસાઈ લિખિત “રૂપ કૈફી હતું” ગાઈને ખડી કરેલી મીઠી મુંજવણ, એક પળમાં કેમ ઉકેલાય? ડીમ્પલભાઈએ “તમે ગયા આકાશભરી પ્રીતે” ગાયને તેમના ગુરુ શ્રી રાસબિહારીભાઈ દેસાઈને નવાજ્યા.  આ ગીતોતો કયારના શોધેછે સાજન, તમને મળવાનું બહાનું.  આ હું નથી કહેતી, આ તો ખ્યાતીબેન નું કહેવું છે :).  તેમની commentary અને jokes દિવાળીના ફટાકડા જેમ વચ્ચે વચ્ચે ફૂટતા રહ્યા અને પ્રેક્ષકોને હસાવતા રહ્યા.  કવિ શ્રી અવિનાશ વ્યાસ લિખિત, “તને જતા જોઈ પનઘટની વાટે” ગવાયું ત્યાં સુધીમાં બધનું મન મોહી ગયું હતું, ગુજરાતીઓ ના સાથ વાળી ડગલોની રાતમાં.

 

પરંતુ ચંદ્ર બુજાયો નહતો જયારે અવિનાશ વ્યાસ દ્વારા લિખિત “હજુ રસભર રાત તો બાકી રહી ગઈ” ગવાયું ત્યારે.  “આ મનપાંચમના મેળામાં” હજી ખુબ નૂર બાકી હતું.  જયારે બધા કલાકારોએ સાથે ગીતોની અને ગરબાની રમઝટ બોલાવી ત્યારે પ્રેક્ષકો ખુરસી છોડી નાચવા દોડી ગયા.  સુંદર હતી ડગલો ના સંગાથ વાળી દિવાળીની એ રાત.

 

For more information, contact http://www.daglo.com

, , , , ,

  1. Leave a comment

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: