(rephrased from my earlier blog in musings)
ભલે વસે પરદેશ, રાખ માતૃભાષા સાથે ઓળખાણ
જે ભાષાએ પહેલીવાર વાચા આપી તે સાહિત્ય અને કાવ્યો ને માણ
ગુજરાતી બોલ, ગુજરાતી વાંચ, લે ગુજરાતી ભાષા માં ગૌરવ
કમિંગ ને ગોઇંગ ને બદલે, બાળકો ને ક્યારેક ગુજરાતી માં બોલાવ
જે ભાષા માં પહેલી વાર મા સાથે મીઠી મીઠી વાતો કરી,
ભાન્દુડા સાથે લડાઈ કરી, ફરી બોલ તે ભાષામાં જરી
ભલે શીખ અંગ્રેજી ને ફ્રેંચ અને ફર દેશ દેશાન્તેર
પણ માતૃભાષા ભૂલીશ નહિ તે સુચના છે જરૂર